________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
--
ડાબલીમાં ભરવામાં આવે છે તેવી જ રીતે સમગ્રલોક નિગોદના જીવોથી ઠાંસીઠાંસીને અંત૨રહિત ભરેલો છે. (આથી જ્યાં જુઓ ત્યાં જીવ આત્મા છે અને એ દૃષ્ટિએ અખિલ વિશ્વમાં જીવ વ્યાપક છે એમ જૈનો માને છે.) જેવી રીતે સમુદ્ર જલભર્યો હોય છે અને તેમાંથી અમુક તરંગો વમળ વ્યવહારમાં પ્રત્યક્ષ જણાય છે. તેવી જ રીતે સમગ્રલોક જીવથી ભરેલો છે. તે જીવોમાંથી કેટલાક જીવો જલતરંગવત્ વ્યવહારમાં પ્રત્યક્ષ પરિભ્રમણ કરતા જણાય છે. તે વ્યવહારરૂપ જ જણાતા વ્યવહા૨રાશિના જીવોને મુખ્ય ચાર પ્રકારે – ચતુર્ગતિમાં વહેંચવામાં આવેલ છે નાક, તિર્યંચ, દેવ અને મનુષ્ય. આ ચાર ગતિમાં જીવ પરિભ્રમણ કર્યા કરે છે. આ વ્યવહા૨રાશિ જીવોમાંથી જેટલા મનુષ્યભવે કર્મનો ક્ષય સર્વથા કરી સિદ્ધ થાય તેટલા જ જીવો અવ્યવહા૨ાશિમાંથી વ્યવહારરાશિમાં આવે એ અટલ સિદ્ધાંત સ્વીકૃત તરીકે જૈનો માને છે; તેથી આ વ્યવહારરાશિ જીવોની સંખ્યા વધે નહિ તેમ ઘટે પણ નહિ. જેમ માટીનું બીજું પગથિયું ઘટ વગેરે છે તેવી જ રીતે અવ્યવહા૨ાશિનું બીજું પગથિયું વ્યવહા૨ાશિ ઉપ૨ પ્રમાણે ચતુર્ધા છે અને તે ચાર ગતિ લોકમાં વ્યવહરાતી જોવામાં આવે છે.
૧
૧૭૪
આવી રીતે અવ્યવહારરાશિના નિગોદમાંથી અકામ નિર્જરા થતાં ઘુણાક્ષરન્યાયે નિયત કારણનો પરિપાક થવાથી જીવ વ્યવહાર નિગોદમાં આવે છે; ત્યાર પછી બાદર (સ્કૂલ) વનસ્પતિ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી કે જે સર્વ એકેંદ્રિય નામે સ્પર્શેદ્રિયયુક્ત છે તેમાં આવે છે, તેમાંથી વળી કાંઈક નિર્જરા (કર્મનો ક્ષય) થતાં તે દ્વીદ્રિયમાં આવે
ત્યાં જિહ્વા ઇંદ્રિય, ભાષા અને શરીરાદિક અધિકરણની વૃદ્ધિ થાય છે અને તેથી શુભાશુભ અધ્યવસાયની ન્યૂનાધિકતા (તારતમ્ય) થતાં અકામ નિર્જરાની બહુલતા થાય ૧. જૈનો જિનમંદિરમાં જાય છે ત્યારે નીચેના આકારમાં અક્ષત વગેરેથી સ્વસ્તિક (સાથિયો) કરી તે પર અક્ષતાદિની ત્રણ ઢગલી કરી તે ઉપર અર્ધચંદ્રાકાર – અર્ધમાત્રાનુસ્વર કરવામાં આવે ૪૦
છે.
આમાં સ્વસ્તિકનાં ચાર પાંખડાં તે ઉપર જણાવેલ નરકાદિ ચાર વ્યવહારદા - ગતિ સૂચવે છે (અવ્યવહા૨૨ાશિ માટે તો કાંઈ કહેવાનું જ નથી. વ્યવહારમાં જેજે આવેલા છે તેમને માટે જ એ સૂચન છે. સ્વસ્તિક ઉપરની ત્રણ ઢગલી તે જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ રત્નત્રય સૂચવે છે અને તેની ઉપર અર્ધ માત્રાનુસ્વર તે ‘સિદ્ધશિલા’ મોક્ષસ્થાન-અજરામરચક્ર (શિરાત્રે કે લોકાગે) -- તુર્ય અને તુર્યાતીત દર્શનચિહ્ન છે. આનો ભાવાર્થ એ છે કે ચાર ગતિ
વ્યવહારમાં પરિભ્રમણ કરનારા જીવો જ્યારે ચાર ગતિથી ભિન્ન થઈ, મધ્યસ્થ થઈ પોતાનો પ્રચ્છન્ન અનાદિનિધાનરૂપ ગુણ જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉપાસના કરી આત્મસાક્ષાત્કાર કરીને પૂર્ણ થશે ત્યારે જ તે સિદ્ધિ પામશે. (જૈનોએ ઉપચારથી માટેલી ‘સિદ્ધશિલા’એ જશે – નિશ્ચયે મુક્તિ પામશે) - નિજરૂપે સ્થિત થશે અર્થાત્ તેનું ચતુર્ગતિરૂપ વ્યવહારનું પરિભ્રમણ મટશે. આ પરથી સ્વસ્તિક કરનારા જૈને એ હેતુ લક્ષમાં રાખવો જોઈએ કે શ્રી જિનદેવ આ પ્રમાણે આરાધન કરીને તરી ગયાના દૃષ્ટાંત રૂપ છે માટે તેણે પણ શ્રી જિનદેવ પેઠે પ્રબલ પુરુષાર્થ દ્વારા નિજસ્વરૂપે સ્થિત થવાનો પ્રયાસ કરવો જોઈએ. આ પ્રમાણે સ્વસ્તિક રચવામાં વાસ્તવ અને વિચારપૂર્વક પ્રયોજન રાખેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org