Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન દેષ્ટિએ જીવની ઉત્ક્રાન્તિ
૧૮૧
‘યમનિયમ' વગેરે સ્વરૂપ શુદ્ધ અનુષ્ઠાન તે, પરમાર્થવૃત્તિએ કરાતા અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન થાય છે. ત્રણ પુંજ
પછી ઉપશમસમ્યક્તરૂપ ગુણથી મોટી સ્થિતિવાળી મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિ કે જે સત્તામાં (in potentiality) રહેલી છે, જે ઉદય કે ઉદીરણામાં આવી નથી, જેનાં સર્વ દળ-પ્રદેશ દુષ્ટ રસથી ભરેલાં છે તેને ઉદયમાં આવ્યા અગાઉ જ પરિણામવિશેષના પ્રભાવથી શોધી કાઢી તેના ત્રણ પ્રકારનાં પંજ કરે છે. તે આ રીતે ?
(૧) જે દળમાંથી ક્લિષ્ટ રસનો ઉત્પાદક દુષ્ટ રસ સર્વથા નષ્ટ થઈ જાય તેવા દળનો રાશિ તે “સમ્યક્ત પુંજ' – શુદ્ધ પુંજ છે. તે શુદ્ધ પુંજ ઉદયમાં આવે તો તે જીવના સમ્યત્ત્વગુણનો ઘાત કરતો નથી, શુદ્ધ શ્રદ્ધા બની રહે છે. આનું બીજું નામ “સમ્યક્ત મોહનીય છે. આ પુંજનો ઉદય થતાં ‘ક્ષયોપથમિક સમ્યક્ત થાય છે.
(૨) જે દળનો દુષ્ટરસ અર્ધ નષ્ટ થયો હોય ને અર્ધ રહ્યો હોય તેનો રાશિ તે મિશ્ર જ - અર્ધશુદ્ધ પુંજ અથવા મિશ્ર મોહનીય છે. તે પુંજ ઉદયમાં આવે તો અંતર્મુહૂર્ત સુધી જીવ મિશ્ર દષ્ટિવાળો રહે. આવા મિશ્ર દષ્ટિવાળા જીવને શુદ્ધ ધર્મ પર પ્રેમ પણ ન હોય ને દ્વેષ પણ ન હોય, એટલે તે સમ્યકત્વી પણ નહિ, અને મિથ્યાત્વી પણ નહિ.
(૩) અને જે દળમાંથી દુષ્ટ રસ નષ્ટ જ થયો ન હોય, જેવો ને તેવો કાયમ રહ્યો હોય તેનો રાશિ તે ‘મિથ્યાત્વપુંજ' – અશુદ્ધ પુંજ અથવા મિથ્યાત્વ મોહનીય છે. તેના ઉદયથી જીવ સાદિસાત મિથ્યાષ્ટિ થાય, કારણકે તે સમ્યક્ત્વથી પતન પામી મિથ્યાત્વી થાય ત્યારે તેની આદિ – શરૂઆત થઈ તે ‘સાદિ, અને ફરીને તેનો અંત કરી અવશ્ય સમ્યકત્વ પામવાનું છે તેથી તેનો અંત આવ્યો તે “સાંત' (અંતસહિત). આ મિથ્યાષ્ટિ અનાદિ મિથ્યાદષ્ટિથી
૧. પૂર્વે ગ્રહણ કરેલાં કર્મ અમુક કાળ (જેને “અબાધાકાળ' કહે છે) વ્યતીત થયે તેના રસ (ફળ)
રૂપે વેદવામાં – ભોગવવામાં આવે તે ‘ઉદય' કહેવાય છે. જેમ બીજ વાવ્યા પછી અમુક વખત વીત્યા બાદ ફળનો ઉદય – ફળની પ્રાપ્તિ થાય તેમ કર્મના ઉદય સંબંધે સમજવું. ૨. સ્વાભાવિક રીતે ઉદય નહિ આવેલાં એટલે સત્તામાં રહેલાં કર્મને ખેંચીને પ્રયત્નવિશેષથી
ઉદયમાં લાવી વેદી લેવાં – ભોગવવાં તેને ‘ઉદીરણા' કહે છે. ૩. મિથ્યાત્વના કાલ આશ્રયી ગુણદોષપ્રાપ્તિ આશ્રયે ચાર ભંગ કહ્યા છે : (૧) અનાદિ અનંત -
અનાદિનું મિથ્યાત્વ છે તે કદી પણ મટે નહિ, જેમકે અભવ્યને બને છે. (૨) અનાદિસાંત – ભવ્યને પ્રથમ સમ્યક્તની પ્રાપ્તિ થાય ત્યારે અનાદિ મિથ્યાત્વનો અંત આવ્યો હોય છે તે. (૩) સાદિ સાંત – જે જીવ સમ્યક્ત પામી વળી તેને વમી નાંખે છે અને મિથ્યાત્વ ગ્રહે છે ત્યારે મિથ્યાત્વની આદિ થઈ, વળી પુનઃ શુભ સામગ્રીના યોગથી સમ્યક્ત પામે ત્યારે મિથ્યાત્વનો અંત થયો (જેમ અહીં થયું તેમ). (૪) સાદિ અનંત – આ ભંગ મિથ્યાત્વ સંબંધમાં મિથ્યાત્વીને હોય નહિ. તે ભંગ ક્ષાયિક સમ્યક્તાદિ ક્ષાયક ભાવે જેને જે ગુણ પ્રગટ થયા તે ગુણ તેને સાદિ અનંત અંગે હોય, એટલે તે ગુણ પ્રગટે ત્યાં આદિ શરૂ થઈ તેથી સાદિ, અને તે ગુણ આવ્યા પછી જાય નહિ તેથી તે અનંત – એટલે ભવ્ય મિથ્યાત્વીને પ્રથમના ત્રણ ભાંગા (ભંગ) લાગુ પડે – હોય, અને અભવ્ય મિથ્યાત્વીને એક જ ભંગ નામે અનાદિ અનંત હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org