Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન દૃષ્ટિએ જીવની ઉત્ક્રાન્તિ
કાદિ પાંચ કારણની અનુકૂલતાએ કરી બે પુદ્ગલાવર્ત શેષ સંસાર રહે ત્યારે ધર્મ” શબ્દમાં સામાન્ય સહણા શ્રદ્ધા થાય. જેને આ ધર્મને નિર્વિવેકપણે પણ સાંભળવા તરફ અભિમુખતા હોય તે ‘શ્રવણસન્મુખી’ કહેવાય છે એટલે તેનામાં તથાવિધ આદરપિપાસા હોય નહિ પરંતુ સ્વાભાવિક રીતે ધર્મશ્રવણ થાય તો તેમાં વિમુખતા ન હોય. અહીંથી સંસારપરિભ્રમણ કરતો જીવ ઉચ્ચ ભાવમાં આવે ત્યારે દોઢ પુદ્ગલાવર્તન રહે. ત્યાર પછીથી માર્ગસંમુખતા, માર્ગશ્રવણ, માર્ગગવેષણા અને માર્ગાનુસારતા થાય. કોઈને ધર્મ ભણી સંમુખતા હોય, શ્રવણ થાય, કોઈ રીતે ધર્મરુચિ થાય, પણ તીવ્રભાવે ગવેષણા ન હોય તો તેને ‘માર્ગપતિત’ કહેવામાં આવે છે. આમ સંસારપરિભ્રમણ કરતાં એક (છેલ્લો) પુદ્ગલપરાવર્ત રહે ત્યારે માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાય. અહીં શુદ્ધ અને અશુદ્ઘની ગવેષણા થાય. આ કાલને ધર્મયૌવનકાલ' કહેવામાં આવે છે. અહીં માર્ગાનુસારીના ન્યાયસંપન્ન વિભવ આદિ ૩૫ ગુણો પ્રાપ્ત થાય, મિત્રાદિક દૃષ્ટિ (જેને જૈનયોગમાં મૂકવામાં આવી છે) પામવાનો અવસર મળે, ષટ્ટર્શનની ભિન્નતા જાણે, અહીં મિથ્યાત્વ મંદ થયું તેથી વ્યવહારે દ્રવ્યધર્મ' પામે, ઉચિત યથાર્થ વ્યવહારે પ્રવર્તે, પહેલા ત્રણ અનુષ્ઠાન (આના સંબંધમાં જૈનયોગના વિષયમાં જુઓ)ની પ્રબલતા હોય અને સર્વ ક્રિયા એવી કરે કે તેને બીજા અનેક જીવ જોઈ ધર્મ પામે; પણ પોતાને ધર્મપ્રાપ્તિ ન હોય તો તે ક્રિયાનું ફુલ સ્વર્ગાદિક થાય પણ કર્મની નિર્જરા અર્થે ન થાય. બીજું કરણ : અપૂર્વકરણ
-
આવી રીતે માર્ગાનુસારીનાં કરેલાં સુકૃત, સદનુષ્ઠાનની પ્રાપ્તિના હેતુ થાય, તેની કરેલી દેવગુરુની પૂજાભક્તિ પારમાર્થિક સેવારૂપે પરિણમે, તે વીતરાગ નિરંજનનો ભક્ત થાય. તેને સંસાર ચરમ પુદ્ગલાવર્ત જેટલો બાકી રહે અને અનાદિ મિથ્યાત્વનો ઉદય પ્રાયઃ ચરમ પુદ્ગલપરાવર્તના ‘સાર્દિક’ – પ્રથમના અર્ધા ભાગ સુધી જ રહે. આવા માર્ગાનુસારીને – તત્ત્વ સમજવાની ઇચ્છાવાળાંને મિથ્યાત્વાદિનો ઘણે ભાગે પ્રલય થાય. પછી તત્ત્વવાર્તા સાંભળતાં અથવા ચિંતવતાં તેને ‘અપૂર્વકરણ’ એટલે પૂર્વે અનાદિકાળમાં કોઈકાળે ન પ્રાપ્ત થયેલા એવા તત્ત્વજિજ્ઞાસાજન્ય પરમાનંદમય શુભ પરિણામ – ની પ્રાપ્તિ થાય. આ કરણથી માર્ગાનુસારી જીવ ‘ગ્રંથિ’નો ભેદ કરે. તે ગ્રંથિ એટલે અતિ નિબિડ, ઘન, કઠિન, દુર્ભેદ્ય, મોક્ષથી વિમુખ રાખનાર મિથ્યાત્વના અને મિથ્યાત્વના સહાયક અનંત જન્મની રચનાને રચનાર એવા ‘અનંતાનુબંધ' ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ‘કષાય’ના ઉદયથી ઊપજતા અતિ સંક્લિષ્ટ મહારાગદ્વેષ અને અજ્ઞાનરૂપ પરિણામ. તે ગ્રંથિનો ભેદ પ્રથમ કોઈ કાળે કર્યો નહોતો, તે હવે માર્ગાનુસારી જીવ અપૂર્વકરણરૂપ તીવ્ર પરિણામની ધારા વડે ભેદે છે – વીંધે છે ભેદ પાડે છે.
Jain Education International
૧૭૯
-
ગ્રંથિભેદ : ભેદ એટલે અપૂર્વકરણરૂપ વજની સોય વડે પ્રાપ્ત થયેલા શુદ્ધ તત્ત્વની શ્રદ્ધાના સામર્થ્યથી તે ગ્રંથિનું વિદારણ કરવું. ટૂંકમાં ગ્રંથિભેદ એટલે અહિંદ મિથ્યાત્વની ગાંઠનું છેદન. તે કરવાથી અત્યંત એટલે પૂર્વની જેમ અતિ નિબિડ – ઘાડો સંક્લેશ – રાગદ્વેષનો પરિણામ પ્રવર્તાતો નથી. જેને વેધરૂપ પરિણામ પ્રાપ્ત થયો હોય તેવો મણિ કદી તેના છિદ્રમાં મળ ભરાય તોપણ પૂર્વની અવસ્થાને પામતો નથી એટલે
For Private & Personal Use Only
www.jainelibrary.org