Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
પ્રથમના જેવો છિદ્ર રહિત થતો નથી તે રીતે ગ્રંથિભેદ થવાથી તેને અગાઉનો જે રાગદ્વેષ પરિણામ અત્યંત સંક્લેશરૂપે હોય છે તે તેટલા પ્રમાણમાં થતો નથી, કારણ કે ફરીથી તે ગ્રંથિનું બંધન થતું નથી. આને સ્પષ્ટપણે સમજાવીએ તો ગ્રંથિભેદ વખતે આયુઃકર્મ સિવાયનાં બાકીનાં સાત કર્મની દેશે ઓછા એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિ રહે છે, અને તેટલી જ સ્થિતિ ગ્રંથિભેદ પછી કદાચ સમ્યક્ત્વ જાય એટલે મિથ્યાત્વ ભાવ પમાય ત્યારે બંધાય છે – એટલે પૂર્વે સમ્યક્ત્વ પામવાને અવસરે જેટલી કર્મની સ્થિતિ રાખી હોય છે તેટલો જ નવીન કર્મબંધ થાય છે. વળી ગ્રંથિભેદ થતાં સમ્યક્ત્વનો નાશ ન થતાં દુર્ગંત એટલે કુદેવ, કુમાનુષ, તિર્યંચ, નરકગતિ, ગ્રંથિભેદ કર્યા પહેલાં તે ગતિનું આયુષ્ય બાંધ્યું ન હોય તો થતી નથી.
૧૮૦
ત્રીજું કરણ અનિવૃત્તિકરણ
આમ ગ્રંથિભેદ થતાં અનંતાનુબંધી ક્રોધ આદિ ચાર કષાયના ઉદય અને બંધરૂપ પાપકર્મનો વિનાશ થતાં મિથ્યાત્વનો ઉદય મંદરસવાળો થઈ જાય છે અને તેથી તે ભવ્ય, માર્ગાનુસારી, સમ્યક્ત્વયોગ્ય જીવને ગ્રંથિભેદ થયા પછી એક અંતર્મુહૂર્તમાં ‘અનિવૃત્તિકરણ' નામનો પરિણામવિશેષ પ્રાપ્ત થાય છે. જે અધ્યવસાય ફળપ્રાપ્તિ વગર નિવર્ષે નહિ પાછો જાય નહિ એટલે પૂર્વે થયેલ અપૂર્વકરણરૂપ પરિણામ પાછો જાય નહિ તે અનિવૃત્તિકરણ. આ કરણથી આત્મા મિથ્યાત્વ મોહનીયનામનું કર્મ કે જેની મોટી સ્થિતિ હોય છે તેનાં જે દળ પ્રદેશ હોય છે તેમાંથી અંતર્મુહૂર્તવેઘ એટલે એક અંતર્મુહૂર્તમાં ખપી જાય એટલી સ્થિતિનાં મિથ્યાત્વ મોહનીય કર્મનાં દલ નજીક ખેંચી લે – એટલે મિથ્યાત્વ મોહનીય કર્મના પુંજની સ્થિતિ બે કરે – એક મોટી સ્થિતિ અને બીજી નાની સ્થિતિ. આ બે સ્થિતિમાં જે અંતર રહે તેને ‘અંતરકરણ’ કહેવામાં આવે છે. હવે તે નાની સ્થિતિનો = અંતર્મુહૂર્તવેદ્ય દલ છે. તેનો એક અંતર્મુહૂર્તમાં ક્ષય કરી નાંખે અને જીવ મોટી સ્થિતિમાંથી ઉદય પામતાં દલને ઉપશમાવે એટલે એક અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં લાવવા ન આવે (નિષ્કંભિત ઉદય કરે). આમ દીર્ઘકાળ સુધી ઉદયપણે વર્તવા યોગ્ય મિથ્યાત્વ મોહનીય કર્મની મોટી સ્થિતિ
–
‘સત્તા’ જે જીવને છે તેનો ઉદય, આ પરિણામવિશેષથી – અનિવૃત્તિકરણના સામર્થ્યથી સર્વથા રૂંધાઈ જવાથી એક અંતમૂહુર્ત સુધી મિથ્યાત્વનો સર્વથા અનુદય થાય, તે અવસરે અંતઃકરણના પ્રથમ સમયે જીવને શુદ્ધ ધર્મમૂળ ‘ઔપમિક’ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. આનું નામ પ્રથમ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ.
-
Jain Education International
ઔપશમિક સમ્યક્ત્વ
આ ‘ઔપમિક’ એટલે જ્યાં મિથ્યાત્વનો ઉપશમ છે તે – ઉપશમજન્ય. ઉપશમ એટલે મિથ્યાત્વના ઉદયનો નાશ અને અનુદયનો રોધ. આથી ઉત્પન્ન થયેલી સર્વ તત્ત્વોની યથાર્થપણે સ્યાદ્વાદ મર્યાદાએ પ્રતીતિ – સ્વરૂપ શ્રદ્ધારુચિનો જનક આત્મભાવ પ્રગટે છે, તેથી જીવને જીવાદિ તત્ત્વોના સ્વરૂપનું શ્રવણ કરવાથી આત્માદિ પદાર્થના સ્વરૂપની ઝલક ભાસમાન થાય છે; માર્ગાનુસારીપણામાં જે દેવગુરુ પૂજાદિ ‘તદ્વેતુ અનુષ્ઠાન’ હતા તે ‘અમૃતાનુષ્ઠાન' થઈ જાય છે. (જૈન યોગના વિષયમાં આ અનુષ્ઠાન પાંચ અનુષ્ઠાન પૈકીના એક તરીકે આપેલ છે તે જુઓ.) અને લોકદૃષ્ટિએ કરાતા
—
For Private & Personal Use Only
www.jainelibrary.org