Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ચૌદ ગુણસ્થાનક (મોક્ષપદસોપાન)
ચૌદ ગુણસ્થાનક (મોક્ષપદસોપાન)
મોક્ષે
જૈન દર્શનમાં જીવની સિદ્ધપદ સુધીની ઉત્ક્રાંતિનાં ૧૪ ‘ગુણસ્થાન’ જવાનાં પગથિયાં (મોક્ષપદસોપાન) કહેલ છે તેમાં સમ્યકત્વપ્રાપ્તિને ૪થું સમ્યક્ત્વ ગુણસ્થાન કહેવામાં આવે છે. તે પહેલાંનાં જે ત્રણ ગુણસ્થાન છે તેનાં નામ (૧) મિથ્યાત્વ ગુણસ્થાન (૨) સાસ્વાદન ગુણસ્થાન (૩) મિશ્ર ગુણસ્થાન. આ પછી (૪) સમ્યક્ત્વ. ત્યાર પછી વ્રત પચ્ચખાણ (પ્રત્યાખ્યાન), ત્યાગ, વૈરાગ્ય, યોગાદિ કાર્યથી વિરતિભાવને પમું અને છઠ્ઠું ગુણસ્થાન નામે દેશિવરતિ અને સર્વવરિત (બંને પ્રમત્તગુણસ્થાન) કહેવામાં આવે છે, તે વિશેષ રૂપમાં પામી જીવ ઉચ્ચ આચરણ કરી અપ્રમાદીપણે (૭મું અપ્રમત્ત ગુણસ્થાન) શુદ્ધ ચારિત્ર પાળતાં ૮-૯-૧૦-૧૧-૧૨મા ગુણસ્થાન નામે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સં૫રાય, ઉપશાંત-મોહ, ક્ષીણમોહમાં કર્મનો ભાર જીવને જેમ જેમ ઓછો થાય છે તેમ તેમ અનુક્રમ જઈને છેવટે શુદ્ધ કૈવલ્ય જ્ઞાન (૧૩મું સયોગી કેવલી ગુણસ્થાન પામતાં) પ્રાપ્ત થાય છે, ત્યારે તે સચરાચર જગત્ના ત્રિકાળભાવો પ્રત્યેક સમયે જાણે દેખે છે અને તેની અંતે શેષ અલ્પ કર્મમળ હોય છે તેનો પણ ક્ષય કરી અજરામરપદ (૧૪મું અયોગી કેવલી ગુણસ્થાન) પ્રાપ્ત કરે છે – સિદ્ધ - મુક્ત થાય છે.
૧૮૩
[૧૪ ગુણસ્થાન : (૧) મિથ્યાષ્ટિ (૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ (૩) સમ્યગ્-મિથ્યાર્દષ્ટિ (૪) અવિરત સમ્યગ્દષ્ટિ (પ) દેશવિરત સમ્યગ્દષ્ટિ (૬) પ્રમત્તસંયત (૭) અપ્રમત્ત-સંયત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિ – બાદર સંપરાય (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશાન્ત-કષાય-વીતરાગ-છદ્મસ્થ (૧૨) ક્ષીણ કષાય (૧૩) સયોગ-કેવલિ-ગુણસ્થાન (૧૪) અયોગ-કેવિલ ગુણસ્થાન.
જુઓ ‘Studies in Jaina Philosophy', (P. 268-280), Nathmal Tatia] આ ૧૪ ગુણસ્થાન બરાબર સમજવા માટે તે દરેકમાં આવતા જીવનો કોઠો પાડીએ (જુઓ પૃષ્ઠ ૧૮૪ ૫૨)
:
ભવ્ય, અભવ્ય, ગ્રંથિભેદી એટલે ગ્રંથિભેદ કરનાર, વગેરે સંબંધી આપણે આગળ જોઈ આવ્યા છીએ. હવે ગુણસ્થાન અથવા ગુણસ્થાનક ચૌદ છે તેનું સ્વરૂપ ટૂંકમાં જોઈએ ઃ
૧. મિથ્યાત્વ ગુણસ્થાન – વસ્તુસ્થિતિના યથાર્થ જ્ઞાનના અભાવે જે અયથાર્થ શ્રદ્ધાન તેને ‘મિથ્યાત્વ' કહે છે, કેમકે યથાર્થપણાની શ્રદ્ધા તથા જ્ઞાન એ જ આત્માનો ગુણ છે, પણ તે ગુણ મિથ્યાત્વ મોહ ૫ નામે કર્મના આચ્છાદનથી વિભાવ દશાને પામી ગયેલો, જેથી અયથાર્થતાને ભજે છે, પણ તે વિભાવિક પણ આત્મિક ગુણ છે તેથી મિથ્યાત્વ એનું ગુણસ્થાનક કહેવામાં આવે છે.
આત્મા સાથે વળગેલાં કર્મપરમાણુનો સમૂહ ઉદયમાં હોય છે તેને ‘ઉદિયક ભાવ’ કહેવામાં આવે છે, અને તે જ કર્મપુદ્ગલો ઉદયમાં હોય તેટલાં ક્ષય થઈ જાય, ખરી જાય અને સત્તામાં રહેલાં કર્મપુદ્ગલો ઉદયમાં ન આવે તેવી સ્થિતિને ઔપશિમક ભાવ' કહેવામાં આવે છે; અને ઉદયમાં આવેલાં કર્મપરમાણુઓના રસનો ક્ષય થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org