________________
૧૭૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
નિર્ચાજપણે પારમાર્થિક ભાવથી ઉત્પન્ન થયો છે કે ઉપરચોટિયો છળ પરિણામવાળો અભિલાષ છે ? – આમ સત્યપણે આત્મસાક્ષીએ પોતાના હૃદયને વારંવાર તપાસતાં એ ત્રણે અભિલાષ પરમાર્થરૂપે છે એમ ભાસે તો જાણવું કે આપણે પરમપુદ્ગલ પરાવર્તનમાં વર્તીએ છીએ. તથાભવ્યતા એટલે શું ?
જીવ જ્યારે પોતાના ચરમ પુદ્ગલપરાવર્તન કાળમાં આવે ત્યારે કોઈ જીવની તથાભવ્યતા સ્વભાવે -- સ્વતઃ પાકે છે અને ઘણા જીવોની ઉપાયના સેવનથી પાકે છે. આ ઉપાયો પર આવીએ તે પહેલાં તથાભવ્યતા એટલે શું તે સમજીએ. ‘તથાભવ્યતા' એ અનાદિનો જીવોને મોક્ષગમનની યોગ્યતારૂપ પારિણામિક ભાવ છે. તે મોક્ષની યોગ્યતા સર્વ ભવ્યોને સ્વરૂપમાત્રે તો સરખી છે, પણ તે સર્વ જીવની સમકાળે પરિપક્વ થતી નથી કારણકે તેમ થતી હોય તો મોક્ષપ્રાપ્તિ પણ સર્વ ભવ્ય જીવોને સમકાળે થાય; પણ તેમ ન થતાં તે જુદે જુદે કાળે પરિપાક પામે છે તેથી તે ‘તથાભવ્યતા' એ નામ આપેલ છે (તથા = તે તે પોતપોતાના પાકવા યોગ્ય ક્રમાગત કાળને પામીને પાકવાના સ્વભાવવાળી + ભવ્યતા = મોક્ષગમનયોગ્યતા). આ તથાભવ્યતા જ્યારે પાકે ત્યારે તેના જોરથી મિથ્યાત્વાદિ પાપકર્મનું તથા અનાદિ કર્મબંધની યોગ્યતાનું બળ ઘટી જવાથી જીવ શુદ્ધ ધર્મ પામી શકે છે. તથાભવ્યતા પાકવાને માટે ઉપાયો
હવે તે કોઈકને સ્વભાવે પાકે અને ઘણાને ઉપાયના સેવનથી પાકે છે તો તે ઉપાય જોઈએ : (૧) ચતુઃશરણ ભાવના – પ્રથમ તો પોતાના હૃદયમાં એવો નિર્ધાર કરવો કે “મારો આત્મા નિરાધાર છે, અશરણ છે, અનાથ છે, કેમકે આ જન્મમાં પણ રોગાદિક કે રાજદિકની આપદામાંથી ધન, સ્ત્રી, પુત્ર વગેરે કોઈ મારું રક્ષણ કરી શકે તેમ નથી તો પછી પરભવમાં તે કેમ શરણભૂત થઈ શકે ? માટે જેના રાગદ્વેષનો નિતાંત નાશ થયો છે એવા વીતરાગ પ્રભુનું (અરિહંતનું), નિરંજન સિદ્ધનું, શુદ્ધ નિરારંભી તત્ત્વજ્ઞાની મુનિઓનું અને સર્વજ્ઞભાષિત યથાસ્થિત વસ્તુસ્વરૂપને દર્શાવનાર આગમ ધર્મનું – ધ્યાન સ્મરણરૂપે મારું શરણ હો.” આ ચાર શરણની અહોનિશ રટણા કરવાથી તથા ભવ્યતા પાકે. (૨) આ ભવમાં કરેલા અને પૂર્વજન્મમાં અજ્ઞાનપણે કરેલાં પોતાનાં દુષ્કૃત – પાપોને સત્યભાવે સદા નિંદવાથી ભવ્યતા પાકે. અને (૩) યથાશક્તિ વૈરાગ્ય ભાવથી મોક્ષની અભિલાષા સહિત તપ, સંયમ, દાનાદિ સુકૃત કરવાથી, દેવગુરુની પૂજાભક્તિ કરવાથી, સદ્ધર્મનું શ્રવણ કરવાથી અને ન્યાયમાર્ગના સેવનથી તેમજ સ્વપરની કરેલી સુકૃતકરણીના અનુમોદનથી ભવ્યતા પાકે. તથાભવ્યતા પાકવાથી થતા લાભો - માર્ગાનુસારિતા
આ ઉપાયોના સેવનથી તથાભવ્યતા પાકતાં મિથ્યાત્મપરિણામ દુર્બળ થાય, ભવ્યતાશક્તિ પ્રબલ થાય, મિથ્યાત્વાદિકનો પરાભવ આત્માને ઓછો થાય, તત્ત્વજિજ્ઞાસા પુષ્ટ થાય એટલે જીવ “માર્ગાનુસારી’ થાય. આનો અનુક્રમ હરિભદ્રસૂરિ આ પ્રમાણે જણાવે છે ?
જે ભવ્ય જીવ છે તેને ભવ્યતાના ઉદયથી અકામ નિર્જરાએ કર્મનો ક્ષય થતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org