________________
૧૭૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
અપક્રાંતિમાં નરક અને દેવલોકમાં દુઃખસુખ પણ અનેક પ્રકારનાં અનુભવે છે. શુદ્ધ માર્ગનો આશ્રય લેતાં કોઈવાર તેની નિબિડ કર્મગ્રંથિનો ભેદ થાય છે અને આવો ભેદ થયા પછી તેને “સમ્યગ્દર્શન' પ્રાપ્ત થાય છે. તે થયે ભવમર્યાદા અર્ધપુલાવર્તન કાલ જેટલી બંધાય છે. ત્રણ કરણ : ૧, યથાપ્નાતકરણ
- હવે સમ્યગ્દર્શન થયા પહેલાં કર્મગ્રંથિનો ભેદ કેમ થાય છે તે સમજીએ : સમ્યગ્દર્શન બે પ્રકારે થાય છે – ૧. સ્વાભાવિક રીતે (એટલે ગુર આદિના ઉપદેશ વગર) – નિસર્ગજ, ૨. ગુરઆદિના બોધથી – અધિગમજ. સ્વાભાવિક સમ્યક દર્શન - શ્રદ્ધા જે રીતે ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે : સંજ્ઞી પંચેદ્રિય જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા પહેલાં ત્રણ ‘કરણ કરે છે. તેનાં નામ યથાખ્યાત, અપૂર્વ, અને અનિવૃત્તિ – કરણ. કરણ એટલે કર્તાને જે ફલ લાવી આપવામાં ઉત્તમોત્તમ સાધન – જેનાથી ક્રિયા થાય છે તે, અને તે મનનો પરિણામ – અધ્યવસાયવિશેષ છે. આ ક્યારે થાય છે તે જોઈએ. ઉપરોક્ત ૮ કર્મો પૈકી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય તથા અંતરાય એ દરેક કર્મની વધારેમાં વધારે – ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોટાકોટી સાગરોપમની છે; તથા નામ અને ગોત્ર એ દરેક કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોટાકોટી સાગરોપમની છે, અને મોહનીય કર્મની ઉત્કૃષ્ટ ૭૦ કોટાકોટી સાગરોપમની જૈન શાસ્ત્રકારે કહેલી છે. અનાદિ અનંત સંસારમાં ભ્રમણ કરતાં કરતાં પ્રાણીઓ ગોલપાષાણ જાયે – પર્વત પરથી પડતી નદીમાં રહેલો પથર ઘંચના ઘોલના રૂપ ચાલવે કરી રહ્ય સુંવાળો પ્રાયઃ થાય અને કંઈક આકાર મેળવે તે ન્યાયે ઉક્ત સાત કર્મની સ્થિતિમાંથી પોતાની મેળે - અકામનિર્જરાથી – અનાભોગથી (અસાવધાનતાથી) સંસારની અસારતા જાણે, સંસારદુઃખરૂપ કરી જાણે એટલે અનાભોગ નવવૈરાગ્યથી દરેક કર્મની પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન એવા એક કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ રાખે છે અને બાકીની સ્થિતિનો નાશ કરે છે ત્યારે જે ઉદાસીન પરિણામ થાય છે તે યથાપ્રવૃત્તિકરણ” કહેવાય છે. આ જીવ પરિણામથી અનાદિ સંસિદ્ધ થતા કર્મનો અમુક અંશે નાશ થાય છે. અહીં જીવના કર્મપરિણામજનિત ધનરાગદ્વેષ પરિણામ કર્કશ નિબિડ ચિરપ્રરૂઢ કર્મગ્રંથિ દુર્ભેદ રહે છે એટલે જીવ “અભિન્નગ્રંથિ હોય છે. યથાપ્રવૃત્તિકરણનો વ્યુત્પત્તિ અર્થ કરીએ તો (નતિક્રખ્ય વકરોતિ તિ) એટલે જેમ અનાદિની ચાલ છે તેમની તેમ પ્રવૃત્તિ અને તેનું કરણ એટલે જીવના પરિણામનું પ્રવર્તન – એટલે અનાદિનું જે ચાલુ પ્રવર્તન છે તે ફર્યું નથી પણ જેમાં કારણ પરિપાકથી મિથ્યાત્વની મંદતા થાય તેમાં આયુકર્મ સિવાયનાં ઉપર્યુક્ત સાતે કર્મની ઉપર પ્રમાણે સ્થિતિ થાય છે. આ કરણ આત્મા અનંતીવાર કરે છે. હવે જીવો બે પ્રકારના છે : ભવ્ય અને અભિવ્ય. ભવ્ય અને અભિવ્ય જીવ
અનાદિ સહજ પરિણામથી જીવ બે પ્રકારના સ્વભાવવાળા હોવાથી બે જાતિના છે. એક ભવ્ય ને બીજા અભવ્ય. ભવ્ય (ભ=થવું પરથી યોગ્યતાવાળા)માં મોક્ષે જવાની યોગ્યતારૂપ સ્વભાવની સત્તા અનાદિથી રહેલી છે, તેથી તેમની ભવપરિણતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org