________________
જૈન દષ્ટિએ જીવની ઉત્ક્રાન્તિ
૧૭૭
પલટાય છે, અને અભવ્યમાં મોક્ષે જવાની યોગ્યતા ન હોવાથી તેમની ભવપરિણતિ બદલાતી નથી – અનાદિથી જેવી છે તેવી ને તેવી જ રહે છે. ભવ્ય જીવોની ભવપરિણતિ બદલાય છે તેથી તેમના ભવના અનાગત પુદ્ગલ પરાવર્તન ઓછા ઓછા થતા જાય છે, તેમાં ભવ્યોની પણ અનાદિથી થયેલી કર્મબંધની યોગ્યતા, અતિશય સંક્લિષ્ટ પરિણામવાળી ઘોર ‘
મિથ્યાત્વ', “અવિરતિ', રાગદ્વેષાદિથી પરિણમેલી હોય અને તેથી તે ભવ્ય અતિ સંક્લેશકારી કર્મબંધ કરે તો તે અનંત સંસાર પામે. આમ થતાંથતાં અનંત કાળચક્રોપર્યત દુઃખ ભોગવતાંભોગવતાં જ્યારે અકસ્માતુ ઘુણાક્ષરન્યાયે અકામ નિર્જરા કાંઈક સારી રીતે થાય ત્યારે અનાદિ સહજ કર્મબંધ યોગ્યતા અતિ તીવ્ર પરિણામવાળી પૂર્વે હતી તે કાંઈક અંશે મંદ પરિણામવાળી થાય અને તેથી કર્મબંધ પણ ઓછો થાય. આમ થતાં થતાં અનાગત પુગલ પરાવર્તનમાં એક એક પુદ્ગલ પરાવર્તન ઓછું થતું જાય – કર્મબંધની યોગ્યતા પણ પ્રત્યેક પગલપરાવર્તને મંદમંદ થતી જાય. એવા એવા ક્રમથી અકામનિર્જરા વડે જીવ ઘણું કરીને ત્રણ કરણ કરી ચરમપુલ પરાવર્તનમાં આવે એટલે મોક્ષપ્રાપ્તિ કે જે પૂર્વે અનેક પુદ્ગલપરાવર્તન જેટલા કાલના અંતરાલે - અતિ દૂર હતી તે એક (છેલ્લા) પુદ્ગલપરાવર્તનના અંતરાલમાં – સમીપે આવે, તથાભવ્યતા પાકે, અને યથાર્થ ધર્મતત્ત્વાદિકને જાણવાની ઇચ્છા થાય – માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાય. (આ માર્ગાનુસારીપણું યથાપ્રવૃત્તિકરણ થયા પછી અને અપૂર્વકરણ થયા પહેલાં થાય છે અને ત્યારે જ ચરમ (છેલ્લા) પુદ્ગલાવર્તમાં જવાય છે. એ નીચે જોઈશું.) જ્યારે અભવ્યને જો કરણ થાય તો માત્ર એક જ અને તે પહેલું યથાપ્રવૃત્તિકરણ થાય છે, બીજા કદી થતાં નથી. સર્વકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના બંધને બાંધનાર જીવને સંક્લેશ ઘણો થાય, તેથી તેવા જીવ ફક્ત પહેલું યથાપ્રવૃત્તિકરણ પણ ન કરે.
આ જીવોમાં અભવ્ય મિથ્યાદષ્ટિ છે – નિર્વાણ પામવાની અયોગ્યતાવાળા છે, કદીપણ કર્મગ્રંથિ પ્રદેશ પાસે જઈ શકે નહિ અને તે “ગ્રંથિ' – દુર્ભેદ એવો રાગદ્વેષનો પરિણામ – ભેદાયા વગર સમ્યક્ત પમાય નહિ તેથી યથાપ્રવૃત્તિકરણ અભવ્યને જ માટે છે, જ્યારે ભવ્યને ત્રણે કરણ થાય છે. યથાપ્રવૃત્તિકરણ થયા પછી ગ્રંથિદેશની સમીપે ભવ્ય પ્રાણી આવે છે. ગ્રંથિદેશ સુધી આવેલા પ્રાણી પણ રાગદ્વેષથી પ્રેરાતાં કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતાં ચારે ગતિમાં ભ્રમણ કરનારા થાય છે.
આમાંથી કેટલાક જીવો ચરમ પુદ્ગલપરાવર્તમાં આવ્યા પહેલાં મનુષ્યભવ પામીને તપ, જપ, પૂજા, સંયમ પ્રમુખ ક્રિયા કરે છે અને તેના ફલ તરીકે રાજ્યભોગ સ્વર્ગાદિક પામે છે પરંતુ તત્ત્વભૂત ધર્મમાર્ગ જાણવાની ઈચ્છા – રચિને તેઓ પામેલા ન હોવાથી તેમને ધર્મસંબંધી સદનુષ્ઠાનની પ્રાપ્તિનો તેમજ સજ્ઞાન ક્રિયાના ફળભૂત મોક્ષની પ્રાપ્તિમાં હેતુભૂત જે ધર્મ તે પ્રાપ્ત થતી નથી, કારણ તેમને ‘તથાભવ્યતા' પાકેલ ન હોવાથી યથાર્થ તત્ત્વજિજ્ઞાસાનો અભાવ હોય છે, પરંતુ જ્યારે તથાભવ્યતાનો પરિપાક થાય છે ત્યારે તત્ત્વજિજ્ઞાસા થાય છે અને તેથી ચરમ પુદ્ગલપરાવર્તનમાં અવાય છે. આપણે ચરમ પુદ્ગલપરાવર્તનમાં આવ્યા છીએ કે નહિ તે સમજવા માટે જ્ઞાનદષ્ટિએ પોતાનું અંતઃકરણ તપાસવાની જરૂર છે કે આપણને મોક્ષ પામવાનો અભિલાષા (સંવેગધર્મ કરવાનો અભિલાષ અને તત્ત્વ જાણવાનો અભિલાષ) ‘તત્ત્વજિજ્ઞાસા'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org