Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
નવ તત્ત્વ
૧૬૯
ગીતામાં કર્મયોગ' કહેવામાં આવે છે, અને આવો કર્મયોગ સિદ્ધ કરવા માટે ત્રણ પગથિયાં અનુક્રમે દર્શાવે છે. (૧) ફલની ઇચ્છા છોડી દેવી. ઋષ્યવાધિક્કારસ્તે || હજુ જીવન | (૨) કર્તાપણાનું અભિમાન છોડી દેવું. (૩) ઈશ્વરાર્પણ – બધાં કર્મ ઈશ્વરને અર્પણ કરવાં. કર્મ જાળરૂપ થઈને જીવને બંધન કરે છે તેનું મુખ્ય કારણ જીવની અહંકારબુદ્ધિ છે. આપણે જે કર્મ કરીએ છીએ તેની સાથે આત્માનો યોગ કરી દઈએ છીએ તેથી કર્મ આત્માને બંધરૂપ થાય છે અને તેનું ફળ જીવને ભોગવવું પડે છે. તેથી ગીતામાં કહ્યું છે કે :
ना मुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि ।
अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ।। - ભોગવ્યા સિવાય તો કોટિકલ્પ પણ કર્મનો નાશ થતો નથી. કરેલાં કર્મનાં શુભાશુભ ફળ અવશ્ય ભોગવવાં પડે છે. આ ભોગનું કારણ કર્તુત્વાભિમાન, હું કરું છું એવું અભિમાન – માન્યતા છે. પણ ગીતા કહે છે કે જીવ વાસ્તવિક રીતે અકર્તા છે. તો કસ્તૃત્વ અભિમાન કાઢી નાંખી ફલની નિરપેક્ષાએ સર્વ કર્મનું ફળ ઈશ્વરમાં સમર્પણ કરવું કે જેથી અભિમાન ચાલ્યું જાય – આ ત્રણ પગથિયાંમાંના ઉપદેશને જૈનના સાદૂવાદમય અનેક દૃષ્ટિવાળા સિદ્ધાંતોને સરખાવવા ઘટે છે. જેને પણ નિશ્ચય આત્માને કર્મનો કર્તા માનતું નથી – જ્યાં સુધી સંસારી છે – કર્મયુક્ત છે ત્યાં સુધી માને છે અને તે વ્યવહારથી. ૮. નિર્જરા તત્ત્વ
જીવ સાથે બંધાયેલા જ્ઞાનાવરણીયાદિ કર્મનું દેશથી નિર્જરવું – છૂટા પડી જવું તે નિર્જરા તત્ત્વ. સંપૂર્ણ નિર્જરા થતાં મોક્ષ પ્રાપ્ત થાય છે.
નિર્જરા જે સાધનથી થાય છે તે તપ છે. તે તપના ૧૨ પ્રકાર છે કે જેનું સ્વરૂપ ગુરુતત્ત્વમાં આપેલ છે. આ ૧૨ પ્રકારના તપથી નિર્જરાના બાર ભેદ ગણાય છે.
નિર્જરા બે પ્રકારે છે. ૧. સકામાં નિર્જરા અને ૨. અકામાં નિર્જરા. સકામા એટલે કામ - ઈચ્છા સહિત - ઇચ્છાના આત્યંતિક નાશ વગર. તે અતિ દુષ્કર તપશ્ચર્યા, કાયોત્સર્ગ, ૨૨ પરીષહ આદિ આચરનારા, મસ્તકનો કેશલોચ આદિ કાયક્લેશ કરનારા, અઢાર હજાર સીલાંગ ધારનારા, બાહ્ય-આંતર સર્વ પરિગ્રહ પરિહરનારા એવા ચારિત્રીઓને હોય છે, અને જ્યારે તે અંત્ય શરીરી – ચરમશરીરી (બૌદ્ધ પરિભાષામાં “અનાગામી') થાય છે ત્યારે તેને અકામાં નિર્જરા પ્રાપ્ત થાય છે – ત્યાં જે ક્રિયા થાય છે તે કોઈપણ જાતના કામ – ઇચ્છા વગર થાય છે. ૯. મોક્ષતત્ત્વ
આ સંબંધમાં – મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એ વિષયોમાં આત્મવાદના પ્રકરણમાં કહેવાઈ ગયું છે, તોપણ ટૂંકમાં એક તત્ત્વ તરીકે થોડુંક જણાવીએ :
જીવનો બંધાયેલાં કર્મોથી આત્યંતિક વિયોગ તે દેહાદિનો મોક્ષ કહેવાય છે. સંદેહ – દેહી જીવને દેહ સાથે ઈદ્રિય, આયુષુ, ત્રણ વેદ (સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદ-જાતિ), કષાયાદિ સંગ, અજ્ઞાન, પુણ્ય-અપુણ્ય, વર્ણ-ગંધ-રસ-સ્પર્શ, પુનર્જન્મગ્રહણ આદિ છે તો તે સમેત દેહાદિનો આત્યંતિક એટલે સર્વ પ્રકારે સ્થાયી વિયોગ તે જ મોક્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org