Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
નવ તત્ત્વ
૧૬૭
સ્કંધો સિવાયનાં બીજાં દ્રવ્ય તથા સ્કંધોમાં આકર્ષક-આકર્ષ શક્તિનો અભાવ હોવાથી આકર્મ-આકર્ષક ભાવ હોતો નથી. જીવની આ આકર્ષક શક્તિ અર્થાત્ એક ગુણના વિકૃત પરિણામને “યોગ” કહેવામાં આવે છે. “યોગ” એટલે મનોવાક્કાય વ્યાપાર. આ યોગશક્તિના નિમિત્તથી અનુકૂલ ક્ષેત્રમાં અવસ્થિત પંચ સ્કંધ ખેંચાઈ આકર્ષણ કરનાર જીવની સાથે બંધ પર્યાય પ્રાપ્ત કરી એક ક્ષેત્રાવગાહરૂપ અવસ્થિત રહે છે. જીવ અને પુદ્ગલના આ રીતના એક ક્ષેત્રાવગાહરૂપ અવસ્થાનને બંનેનો બંધ કહેવામાં આવે છે; અને આ એક ક્ષેત્રાવસ્થાનને લીધે પંચ કંધોના આગમનને દ્રવ્યાઅવ' કહેવામાં આવે છે. ઉભય બંધના કારણભૂત જીવની યોગશક્તિને ‘ભાવબંધ' કહે છે; તથા દ્રવ્યાસ્ત્રવના કારણભૂત જીવની યોગશક્તિને ભાવાત્રંવ' કહે છે, અને પંચસ્કંધોની આકષ્યશક્તિને ‘દ્રવ્યબંધ” કહે છે.
આ પાંચ કંધો અને જીવનો સંબંધ કેવો છે કે જેવો ક્ષીર અને નીરનો સંબંધ છે તેમ. અગ્નિ અને લોહનો સંબંધ છે તેમ પરસ્પર અનુપ્રવેશાત્મક સંબંધ છે, પણ કંચુકિક કંચુક સંબંધ જેવો નહિ.) આ અનુપ્રવેશાત્મક સંબંધને બંધ' કહેવામાં આવે
છે.
અહીં કોઈ શંકા કરે કે અમૂર્ત એવો જીવ તેને હસ્તાદિ તો છે નહિ એટલે લેવા મૂકવાની શક્તિ પણ નથી, તો તેને “કર્યગ્રહણ” કેમ સંભવે ? આનો ઉત્તર એ કે જીવને એકાંતે અમૂર્ત તરીકે જૈનદર્શનમાં માન્યો નથી. જીવ ને કર્મનો સંબંધ અનાદિ છે એટલે ઉભય ક્ષીરનીરની પેઠે એક હોય તેમ પરિણામ પામે છે અને એ જ રીતે મૂર્ત હોય તે પેઠે કર્યગ્રહણ કરે છે. કર્મને કાંઈ હાથે કરીને પકડવું કે લેવું પડે તેવું નથી, તે પૌગલિક છે. છતાં રાગદ્વેષમોહરૂપી પરિણામ – સદ્ અસદ્ અધ્યવસાયવિશેષથી જીવા તેલમાં પડેલ શરીર જેવો થાય છે, તેલવાળા શરીર પર જેમ રજ ચોટે છે તે પ્રમાણે જીવનું કર્મયોગ્ય પુદ્ગલ સાથે સંમિશ્રણ છે. જીવના પ્રતિ પ્રદેશ અનંત પરમાણુનો સંશ્લેષ થવાથી જીવને કર્મ સાથે જે માર્ગે જવાપણું થાય છે તેથી જીવનું સંસારાવસ્થામાં મનુષ્ય, તિર્યંચ આદિ રૂપ મૂર્તિત્વ પણ સ્થાવાદીઓ (જેનો) સ્વીકારે છે.
ઉક્ત પંચ સ્કંધોમાંની પહેલી કામણ વર્ગણાના સ્કંધના બંધનું સ્વરૂપ જણાવીએ. કામણ સ્કંધનો બંધ ચાર પ્રકારે છે : (૧) પ્રકૃતિબંધ (૨) પ્રદેશબંધ (૩) સ્થિતિબંધ (૪) અનુભાગબંધ.
(૧) પ્રકૃતિબંધ – કાશ્મણસ્કંધ અનેક ભેદ સ્વરૂપ છે અને તે સ્કંધોમાં જીવના ગુણોને હણવાનો તેમજ દાબી દેવાનો સ્વભાવ અર્થાત્ પ્રકૃતિ (nature) છે. પ્રકૃતિ અને પ્રકૃતિવાનમાં કથંચિત્ અભેદ છે, તે માટે પ્રકૃતિ શબ્દથી જીવના ગુણોને હણવાના કે દાબી દેવાના સ્વભાવવાળા કામણ કંધોનું ગ્રહણ છે. ભાવાર્થમાં જીવના અનેક શુભાશુભ પરિણામવાળા યોગથી જીવના ગુણોના ઘાતક સ્વભાવવાળા કામણ સ્કંધોનો જીવ સાથે સંબંધ – બંધ તેને પ્રકૃતિબંધ' કહે છે. મૂલ પ્રકૃતિ જ્ઞાનાવરણ આદિ આઠ
છે.
૨) પ્રદેશબંધ – બધ્યમાન – બંધ થવાવાળા કામણ સ્કંધોમાં પરમાણુઓની સંખ્યા (extent)ને – કર્મની સંખ્યાને પ્રદેશબંધ' કહે છે. પરમાણુનો સમૂહ પ્રદેશ. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org