Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
નવ તત્વ
૧૬૫
૫. યથાખ્યાત ચારિત્ર – સર્વ કષાયનો સર્વથા નાશ થતાં સાધુઓનું જે ચારિત્ર થાય તે. તે કેવલી (સર્વજ્ઞ)ને હોય છે.
આમાંનાં છેલ્લાં ત્રણ ચારિત્ર વિચ્છિન્ન થયેલ છે એટલે આ કાળમાં ભાગ્યે જ જોવામાં આવી શકે.
૭. બંધતત્ત્વ
સંસારમાં છ દ્રવ્ય છે, તેમાંના જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોનું શુદ્ધ અને અશુદ્ધ એમ બે પરિણમન થાય છે; અન્ય ચાર દ્રવ્યોનું તો શુદ્ધ પરિણમન થાય છે. અન્ય દ્રવ્યથી લિપ્ત થયા વગર કોઈ દ્રવ્યનું પોતામાં અને પોતામાં જ જે પિરણમન થાય તેને ‘શુદ્ધ પરિણમન’ કહેવામાં આવે છે, જ્યારે એક દ્રવ્ય બીજા કોઈ દ્રવ્ય સાથે મળી એકીભાવ પ્રાપ્ત કરી બંધ પર્યાયરૂપ પરિણમે તેના તે પરિણમનને ‘અશુદ્ધ પરિણમન – વિભાવ' કહેવામાં આવે છે. જેમ હળદર અને ચૂનાનો પરસ્પર સંગમ થવાથી પીતભાવ અને શ્વેતભાવનો ત્યાગ થઈ રક્તભાવરૂપ એકત્વ પ્રાપ્ત કરી ‘અશુદ્ધ પરિણમન’ બંને કરે છે. જીવ અને પુદ્ગલમાં એક ગુણ એવો છે કે જેને વૈભાવિકી શક્તિ' કહેવામાં આવે છે, તેનાથી બંનેનું અશુદ્ધ પરિણમન થાય છે, પરંતુ બાકીનાં ચાર દ્રવ્યોમાં આ ગુણ ન હોવાથી તે ચા૨ દ્રવ્યોનું અશુદ્ધ પરિણમન થતું નથી. આ અશુદ્ધ પરિણમનને ‘બંધ' કહેવામાં આવે છે. ‘બંધ' એટલે બંધન, પરસ્પર મળવું.
:
બંધ બે પ્રકારનો છે ઃ એક સજાતીય બંધ, અને બીજો વિજાતીય બંધ. પુદ્ગલની સાથે પુદ્ગલનો બંધ તે સજાતીય બંધ છે અને જીવની સાથે પુદ્ગલનો બંધ તે વિજાતીય બંધ છે. એક જીવનો બીજા જીવ સાથે બંધ થતો નથી, તેથી જીવમાં કેવલ વિજાતીય બંધ હોય છે, જ્યારે પુદ્ગલમાં સજાતીય અને વિજાતીય એમ બંને પ્રકારના બંધ થાય છે. કાર્યની સિદ્ધિ અનેક કારણો મળવાથી થાય છે. આથી જીવ અને પુદ્ગલમાં કેવલ વૈભાવિક શક્તિ હોવાથી જ બંધ થઈ જતો નથી, પરંતુ બંધ થવામાં બીજાં સહકારી કારણોની પણ જરૂ૨ રહે છે. પુદ્દગલ દ્રવ્યમાં એક સ્પર્શ ગુણ છે. એ સ્પર્શ ગુણના સ્નિગ્ધ અને રૂક્ષ એવા બે પર્યાય પણ છે. આ સ્નિગ્ધ અને રૂક્ષનું પરિણમન અરસપરસ મળતાં થાય છે. આ બે પર્યાય પુદ્ગલનો પુદ્ગલ સાથે બંધ થવામાં સહકારી કારણ છે. આ સજાતીય બંધ સંબંધે સમજવું.
એક દ્રવ્ય જ્યારે બીજા દ્રવ્યની સાથે બંધ પામે છે ત્યારે તેનું અશુદ્ધ પરિણમન થાય છે. આ અશુદ્ધ પરિણમનમાં બે દ્રવ્યોના ગુણ પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ વિકૃત ભાવને ભજે છે. જીવ દ્રવ્યનો ગુણ પણ અશુદ્ધ અવસ્થામાં તે જ રીતે વિકાર પામતો રહે છે. તેનું મુખ્ય કારણ વૈભાવિકી શક્તિ છે અને સહાયકારી નિમિત્ત જીવના ગુણોનું વિકૃત પરિણમન છે. આથી જીવનો પુદ્ગલ સાથેનો બંધ અશુદ્ધ અવસ્થામાં થાય છે, શુદ્ધ અવસ્થા થયે વિકૃત પરિણમન થતું નથી. વિકૃત પરિણમન જ બંધનું નિમિત્ત છે અને શુદ્ધ અવસ્થામાં તેનો અભાવ છે તેથી એક વાર શુદ્ધ થયા પછી કારણના અભાવથી પુનઃ કદાપિ બંધ થતો નથી. સંસારમાં જે અનેક જીવ જોવામાં આવે છે તે સર્વ અશુદ્ધ છે. જો તેને શુદ્ધ માનવામાં આવે તો ક્રોધાદિ પરિણામ જીવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org