Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
નવ તત્ત્વ
૧૬૩
તથા પરને પરિતાપ ઉપજાવવો, ૫. પ્રાણાતિપાતિકી ક્રિયા - એકેંદ્રિય આદિ જીવોને હણવા હણાવવાની ક્રિયા, ૬. આરંભિકી ક્રિયા – પૃથ્વીકાયાદિ જીવના ઉપઘાત કરવા કરાવવા સારુ કર્ષણ પ્રમુખ કરવું કરાવવું. ૭. પારિગ્રહિક ક્રિયા – ધનધાન્યાદિ પરિગ્રહ મેળવતાં અને તેના રક્ષણ સારુ તે પરની મૂચ્છના પરિણામે જે ક્રિયા કરવી પડે તે. ૮. માયા પ્રત્યયિકી ક્રિયા – બીજાને ઠગવા સારુ કપટયુક્ત ક્રિયા, ૯. મિથ્યાદર્શન પ્રત્યયિકી – અસપ્રરૂપણા કરવા રૂપ ક્રિયા, ૧૦. અપ્રત્યાખ્યાતિકી – સંયમને વિઘાતકારક કષાયોના ઉદયથી પચ્ચખાણ લીધા વિના જે સર્વ વસ્તુની ક્રિયા લાગે છે, ૧૧. દષ્ટિકી – કૌતુકથી અશ્વાદિ જોવા તેમ જ રાગાદિથી કલુષિત ચિત્તથી જીવ અજીવ જોવા તે, ૧૨. સ્મૃષ્ટિકી – રાગદ્વેષમોહથી સંયુક્ત ચિત્રથી સ્ત્રી આદિના શરીરને સ્પર્શ કરવો તે, ૧૩. પ્રાતિત્યકી – બીજાઓના જીવ અજીવાદિ જોઈ દ્વેષ થાય અને તેઓ પાસે તે ક્યાંથી એવી અસતુ ચિંતવના કરવી તે, ૧૪. સામંતોપનિપાતિકી – પોતાની સંપદાની પ્રશંસામાં હર્ષ લેવા રૂપ અને ઉઘાડાં વીતેલ આદિનાં પાત્ર રાખવાથી ત્રસ જીવ તેમાં આવે તે રૂપ ક્રિયા, ૧૫. નૈસૃષ્ટિકી – પરોપદેશિત પાપમાં લાંબા વખત સુધી પ્રવર્તવું અને પાપભાવની અનુમોદના કરવી. ૧૬. સ્વસ્તિકી – બીજા પાસે જે કાર્ય કરાવવાનું હોય તે આરંભાદિ વગેરે પોતે કાર્ય કરવું તે, ૧૭. આજ્ઞાપનિકી – જીવાજીવાદિ સૂક્ષ્મ પદાર્થોની જિનાજ્ઞા વિરુદ્ધ પ્રરૂપણા કરવા રૂપ, ૧૮. વૈદારણિકી – બીજાનાં અછતાં ખોટાં આચરણો પ્રગટ કરવાં, તેમની પૂજાનો નાશ કરવો તે. ૧૯. અનાભોગ – જે ઉપયોગથી વિપરીત તે અનાભોગ – તેથી અસાવધાનીથી ઉપલક્ષિત ક્રિયા, ૨૦. અનવકાંક્ષા પ્રત્યયિકી – પોતાની તેમ જ પરની અપેક્ષાથી વિપરીત તે અનવકાંક્ષા, અને તેને લીધે થયેલ ક્રિયા, ૨૧. પ્રયોગ – ચાલવું દોડવું વગેરે કાયાના વ્યાપાર, હિંસામય જૂઠ વગેરે બોલવાના વચનના વ્યાપાર, અને પરદ્રોહ ઈર્ષા અભિમાનાદિ મનોવ્યાપાર – એ ત્રણેનું કરવું તે. ૨૨. સમુદાન – જેનાથી વિષય ગ્રહણ થાય તે સમુદાન ઈદ્રિય – તેની ઉપઘાતરૂપ કિયા તે, કે જેથી આઠે કર્મનું સમુદાયપણે ગ્રહણ થાય છે. ૨૩. પ્રેમપ્રત્યયિકી – માયા તેમજ લોભથી થતી ક્રિયા. ૨૪. દ્વેષ પ્રત્યવિકી – ક્રોધ અને માનથી થતી ક્રિયા, ૨૫. ઈપથિકી – ચાલવાથી જે ક્રિયા લાગે છે.
ત્રણ યોગ - મન વચન કાયાના વ્યાપાર. (કષાય અને યોગથી કેવા પ્રકારે કર્મ બંધાય છે તેનું સ્વરૂપ “આત્માને કર્મનો સંયોગ’ એ મથાળા નીચે આપેલું છે)
આમ સર્વ મળી ૪ર ભેદ આસ્રવના આ પ્રકારે થયા.
૬. સંવર તત્ત્વ
- મિથ્યાત્વાદિ બંધનો હેતુ તે આસ્રવ. પણ તે આસવનો નિરોધ તે સંવર એટલે કે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગરૂપ આમ્રવનો (૧) સમ્યગ્દર્શન, (૨) વિરતિ વ્રત, (૩) પ્રમાદપરિહાર (૪) ક્ષમાદિ, (૫) ગુણિત્રય એ વગેરે ધર્મના આચરણથી નિરોધ એટલે નિવારણ, ઢાંકવાપણું, રૂંધન તે સંવર છે (સંવૃ=ઢાંકવું તે
પરથી ). બીજી રીતે સંવર પ૭ પ્રકારે છે. પ સમિતિ, ૩ ગુમિ, ૧૦ યતિધર્મ, Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org