Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૯૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
દષ્ટિએ આત્માને તેમનો સ્પર્શ ન હોવાથી તે મિથ્યા છે અને તેમના પ્રત્યે કર્તુત્વભાવના ન રાખવાથી તે બંધનકારક રહેતાં નથી. પાપના જેટલું જ પુણ્ય પણ બંધનકારક છે એમ જેનોમાં પણ મનાય છે. કુંદકુંદાચાર્યે પોતાના સમયસાર આદિ ગ્રંથોમાં આ વાત ભારપૂર્વક કહી છે.] ૫. આસ્રવ તત્ત્વ
જેનાથી કર્મ આસ્રવ – આવે એટલે જેના વડે જીવોને કર્મોની પ્રાપ્તિ થાય એવા કર્મના દ્વાર રૂપ તે આસ્રવ છે. આ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધહેતુ એટલે જ્ઞાનાવરણીયાદિ કર્મબંધના હેતુ છે.
મિથ્યાત્વ – અસત્ દેવ, અસત્ ગુરુ અને અસદ્ ધર્મમાં સત્ દેવ, સત્ ગુરુ અને સત્ ધર્મરૂપ માનવાની જે બુદ્ધિ તે.
અવિરતિ – હિંસા, ચોરી આદિથી ન વિરમવું તે. પ્રમાદ – મઘ વિષયાદિ. કષાય – ક્રોધ, માન, માયા અને લોભ. યોગ – મન-વચન-કાયાનો વ્યાપાર.
બંધ અને આસવને સંબંધ એ છે કે પૂર્વબંધને લઈને (કારણ) આસ્રવ (કાય) થાય છે. અને આસ્રવથી (કારણ) ઉત્તર બંધ (કાય) થાય છે. એ જ પ્રમાણે પૂર્વ આસ્રવથી (કારણ) બંધ (કાર્ય થાય છે અને બંધથી (કારણ) ઉત્તર આસ્રવ (કાર્ય) થાય છે. આ પ્રમાણે બંધ અને આસ્રવ વચ્ચે બીજાંકુર જેવો પરસ્પર કાર્યકારણનો સંબંધ છે. આમાં અન્યોન્યાશ્રય દોષ થતો નથી, કારણ કે પ્રવાહની અપેક્ષાથી બંને અનાદિ છે. આ આસ્રવ પુણ્ય અને પાપનો હેતુ છે, તેમજ મિથ્યાત્વાદિની ન્યૂનતાથી ન્યૂન અને અધિકતાથી અધિક થાય છે.
બીજી રીતે આમ્રવના ૪૨ ભેદ કહ્યા છે. ૫ ઇંદ્રિય – સ્પર્શ ઈદ્રિય, રસ ઈદ્રિય, ઘાણ ઈદ્રિય, નેત્રંદ્રિય, શ્રોત્રેઢિય.
ચાર કષાય – ૧. ક્રોધ – સચેતન અચેતન વસ્તુઓ ઉપર જેથી પ્રાણી સનિમિત્ત કે નિનિમિત્ત કોપ કરે છે. આ મોહનીય કર્મને લઈને છે. ૨. મા તે મૃદુતાનો અભાવ. આના બે પ્રકાર છે – અપ્રાપ્ત વસ્તુ છતા અહંકારવૃત્તિ તે માન, અને પ્રાપ્ત થયેલી વસ્તુઓ વડે જે અહંકાર થાય તે મદ. તે મદ આઠ રીતે છે જાતિમદ, કુલમદ, બલમદ, રૂપમદ, જ્ઞાનમદ, લાભમદ, તપમદ અને ઐશ્વર્યમ.
- પાંચ અવ્રત – પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન (અબ્રહ્મસેવન), પરિગ્રહ.
ત્રણ યોગ – મનનો વ્યાપાર તે મનોયોગ, વચનનો વ્યાપાર તે વચનયોગ અને શરીરનો વ્યાપાર તે કાયયોગ.
પચીસ ક્રિયા – ૧. કાયિકી ક્રિયા – શરીરથી ક્રિયા થયાં કરે છે. ૨. અધિકરણ ક્રિયા - કસાઈ પ્રમુખશસ્ત્રથી પરજીવોને ઉપઘાત કરે છે તે, ૩. પ્રદ્ધષિની ક્રિયા –
જીવ તથા અજીવ પર દ્વેષની ચિંતવના કરવી તે, ૪. પારિતાપનિકી ક્રિયા – પોતાને Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org