Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૬૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
સ્વાભાવિક ગુણો ઠરશે. સ્વાભાવિક ગુણ નિત્ય હોય છે. પરંતુ ક્રોધાદિ અનિત્ય છે, તેથી ક્રોધાદિ ગુણોના અભાવથી ગુણી જે જીવ - તેના અભાવનો પ્રસંગ આવશે. આથી જીવ બંધસહિત છે. અથવા અનુમાન પ્રમાણથી જીવ બંધસહિત અશુદ્ધ જ સિદ્ધ થશે. તે આ રીતે ?
સંસારી જીવ બંધવાનું છે, કારણકે પરતંત્ર છે. જે જે પરતંત્ર છે તે તે બંધવાનું છે, જેમકે બેડીએ બાંધેલ હાથી. - આમાં હેતુ અસિદ્ધ નથી કારણકે તેની સત્તાનું સાધક આ અનુમાન છે. આ સંસારી પરતંત્ર છે, કારણકે તેણે હીન સ્થાનનું ગ્રહણ કર્યું છે. જે જે હીનસ્થાનનું ગ્રહણ કરે છે, તે તે પરતંત્ર છે, જેમકે કેદી.
- આમાં પણ હેતુ અસિદ્ધ નથી, કારણ કે તેણે શરીરને ગ્રહણ કરી રાખ્યું છે. અને તે શરીરાદિનું ગ્રહણ પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ છે, અને શરીરનું હીનસ્થાનપણું આ અનુમાન પ્રમાણથી સિદ્ધ છે :
શરીર હીનસ્થાન છે, કારણકે તે દુઃખનું કારણ છે. જે જે દુઃખનું કારણ છે તેને હીનસ્થાન છે જેમકે કેદખાનું.
આ હેતુ દેવશરીરમાં પણ અવ્યભિચારી છે, કારણકે મરણનું દુઃખ ત્યાં પણ વિદ્યમાન છે. આ રીતે અનુમાન પ્રમાણથી આ સંસારી જીવ બંધ સહિત અશુદ્ધ સિદ્ધ થાય છે.
અહીં શંકા ઊઠે છે કે સંસારી જીવ અનાદિકાલથી અશુદ્ધ છે કે પૂર્વે શુદ્ધ હતો અને પછીથી અશુદ્ધ થયો ?
- ઉત્તરમાં નિવેદન કરવાનું કે આ જીવ સંતાનક્રમથી બીજવૃક્ષવતુ અનાદિકાલથી અશુદ્ધ છે. જો પહેલાં શુદ્ધ હતો તો વિના કારણ પછીથી કેમ અશુદ્ધ થઈ શકે ? જો વિના કારણ અશુદ્ધ થઈ ગયો, તો પછી તે અશુદ્ધ થયા પહેલાં અશુદ્ધ કેમ ન થઈ ગયો ? – અને એમ માનીશું તો મુક્ત જીવને પણ પુનઃબંધનો પ્રસંગ આવશે. વિના કારણ કાર્ય થવાથી કાર્યકારણ ભાવના ભંગનો પ્રસંગ પ્રાપ્ત થશે. જો એમ કોઈ કહે કે અનાદિકાલની અશુદ્ધતા અનંતકાલ સુધી રહેવી જોઈએ તો તે પણ ઠીક નથી, કારણ કે ડાંગરનો બીજવૃક્ષ સંબંધ અનાદિકાલથી ચાલ્યો આવ્યો છે, પરંતુ જ્યારે ડાંગર પરથી ફોતરાં ઉખેડી નાંખવામાં આવે તો તે ભાત અનેક પ્રયત્ન કર્યા છતાં પણ ઊગતા નથી. તે જ રીતે જીવને પણ અનાદિ સંતાનક્રમથી વિકૃત ભાવો વડે કર્મબંધ અગર કર્મના ઉદયથી વિકૃતભાવ થતો ચાલ્યો છે, પરંતુ જ્યારે ફોતરાં રૂપી વિકૃતભાવ જુદો થઈ જાય છે તો પછી ચોખારૂપી શુદ્ધ જીવને અંકુરોત્પત્તિરૂપી કર્મબંધ થતો નથી. જે રીતે લોહચુંબકમાં લોઢાને આકર્ષણ કરવાની શક્તિ છે, અને લોઢામાં આકર્ષિત થવાની શક્તિ છે, અને બીજા પદાર્થોમાં તેવી શક્તિના અભાવથી તે બીજા પદાર્થ લોઢાને ખેંચતા નથી, તેમ તે લોહચુંબક તે લોઢા સિવાય બીજા પદાર્થને ખેંચતું નથી, તે જ રીત પુદ્ગલના ૨૨ પ્રકારના સ્કંધોમાંથી કેવલ પાંચ નામે આહારવર્ગણા તૈજસવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા અને કાશ્મણ વર્ગણા જીવની આકર્ષણશક્તિથી
ખેંચાય છે અને જીવ તેને પોતાની આકર્ષણ શક્તિથી ખેંચે છે. જીવ અને આ પાંચ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org