Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૬૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
૧૨ ભાવના, ૨૨ પરિષહ, અને ૫ ચારિત્ર, આમાંના ૨૨ પરિષહ અને પ ચારિત્ર સિવાયના બધાનું વર્ણન ગુરુતત્ત્વમાં આવેલું છે. તેથી અહીં પરિષહ, ચારિત્ર સંબંધી જણાવીશું.
૨૨ પરિષહ – પરિષહ એટલે વેઠવું, સહન કરવું. એવા ૨૨ પ્રકાર કહ્યા છે કે જે સહન કરવાથી કર્મ આવતાં અટકે છે અને તે આ છે : ૧. સુધા પરિષહ – ક્ષુધા વેઠવી તે અને તે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કર્યા વગર (એટલે નિરવદ્ય – નિર્દોષ આહાર ન મળે તો સાવદ્ય ન લાવવો), આર્ત ધ્યાન કર્યા વગર અને સમ્યફ પરિણામે વેઠવી. તેવી જ રીતે ૨. પિપાસા પરિષહ, ૩. શીતપરિષહ. આ વેઠતાં અકથ્ય વસ્ત્રોની વાંછા ન કરની જોઈએ, તાપની વાંછા પણ નહીં, ૪. ઉષ્ણપરિસહ – તડકામાં ચાલતાં જોડા વગેરેની, તેમજ પંખા વગેરેની વાંછા ન રાખે. પ. દેશમશક પરિષહ – ડાંસ, મચ્છર માંકડ વગેરેને વેદના થતી હોય તો ઈજા વગર તેનું નિવારણ કરવું યા સમ્યક પરિણામે વેદના સહન કરવી, ૬. અચેલ પરિષહ – વસ્ત્રાદિ પર મૂચ્છ ન રાખતાં તે વિશષ મળે યા ન મળે તેની દરકાર ન કરતાં જે કલ્ય વસ્ત્ર મળે તે જ રાખવાં, બીજાં નહિ, ૭. અરતિ પરિષહ – સંયમ પાળતા અરતિ ઉત્પન્ન થાય તો સહન કરવી, ૮. સ્ત્રી પરિષહ - સ્ત્રીઓનાં અંગોપાંગહાસ્યાદિ મનમાં ન ચિંતવવાં તેમ તે પ્રત્યે વિકારબુદ્ધિથી ન જોવું, ૯. ચર્યાપરિષહ – ચર્યા એટલે ચાલવું તેમાં ઘરરહિત - અનગારપણે ગ્રામ નગરાદિમાં અનિયત વાસ મમત્વરહિત કરવા તે. ૧૦. નિષદ્યા પરિષહ – નિષદ્યા એટલે રહેવાના સ્થાનમાં રહેતાં ઈષ્ટ અનિષ્ટ ઉપસર્ગ થાય તે સહન કરવા, ૧૧. શય્યા પરિષહ – શયા, આસન વગેરે ગમે તેવી મળે તેથી ચલાવી લેવું, ૧૨. આક્રોશ પરિષહ – કોઈ અનિષ્ટ વચન કહે ત્યારે ક્રોધ ન કરતાં સહી લેવું, ૧૩. વધ પરિષહ – હસ્તાદિથી કોઈ મારે તો શરીર પર મમત્વ ન રાખતાં સહવું, ૧૪. યાચના પરિષહ – માગવાથી સર્વ વસ્તુ મળે છે તો તેથી તેવી બુદ્ધિ રાખી સમ્યફ પરિણામથી સહન કરવું, ૧૫. અલાભ પરિષહ – ગૃહસ્થ પાસેથી ઇશ્કેલી વસ્તુ ન મળે તો ખેદ ન ધરવો, ૧૬. રોગ પરિષહ – સ્વરાદિ રોગ પર શાસ્ત્રોક્ત રીતે ઉપચાર કરવા ને સહવા, ૧૭. તૃણસ્પર્શ પરિષહ – દર્દાદિ કઠણ ઘાસનો સ્પર્શ સહવો, ૧૮. મલપરિષહ – શરીરે મેલ ચડે છે અને ઉનાળામાં ધૂળ પરસેવા સાથે મળતાં શરીર મલિન થાય છે તો શરીરની વિભૂષા ન કરતાં સહવું, ૧૯. સત્કાર પરિષહ – સત્કાર કોઈ કરે તો મનમાં અભિમાન ન કરતાં સહવો, ૨૦. પ્રજ્ઞાપરિષહ – અત્યંત બુદ્ધિ હોવા છતાં અભિમાન ન કરવું, ૨૧. અજ્ઞાન પરિષહ – પોતે મૂર્ખ, જડ હોય તે છતાં શોક ન લાવવો, ૨૨. દર્શન પરિગ્રહ - સમ્યગ્દર્શન થતાં ગયેલી ભ્રાંતિ પર વિચાર કરી તે ભ્રાંતિના વિષયોમાં ન જવું પણ સ્થિર રહેવું. વિકલતા કે તત્ત્વોમાં સંદેહ ન લાવવા.
૫ પ્રકારનાં ચારિત્ર – ૧ સામાયિક ચારિત્ર – સર્વ સાવદ્ય (પાપવાળા) કામનો ત્યાગ અને નિર્દોષ કાર્યનું સેવન કરવું તે કે જેથી શમતાનો લાભ થાય. ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર – પંચ મહાવ્રત બરાબર પાળવા તે, ૩. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર - [શુદ્ધ ચારિત્રના નિયમોનું જ્ઞાન અને તેમના પાલન માટેનું વીર્ય હોવું તેવું તપ.] ૪.
સૂક્ષ્મ સંપરા ચારિત્ર – સૂક્ષ્મ સંપરાય નામના ગુણસ્થાને પહોંચતા સાધુનું ચારિત્ર, Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org