Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આત્માને કર્મનો સંયોગ
નિમિત્ત આત્માને જે પ્રવૃત્તિવિશેષમાં જોડવા લલચાવે છે તેમાં યોજાવું કે નહિ તેનું સ્વાતંત્ર્ય આત્માને પોતાને હાથ છે. જો પોતાની સ્વાભાવિક સત્તા અધિકારનો ઉપયોગ આત્મા કરે અને તે નિમિત્તમાં ન જોડાય – તત્પ્રાયોગ્ય પ્રવૃત્તિમાં ન યોજાય તો કર્મની ઉદયમાન સત્તા તેને સ્પર્શી શકતી નથી.
-
જ્ઞાની અને અજ્ઞાની, સબળ અને નિર્બળમાં તફાવત એટલો જ છે કે જ્યારે જ્ઞાની જનો નિમિત્તથી રંગાવા કદી લલચાતા નથી, અને કદાચ પૂર્વે બાંધેલી કર્મપ્રકૃતિના અનુભાગના બાહુલ્યથી લલચાય તો પણ પોતાની ભૂલ તુરત જ સુધારી લે છે, ત્યારે અજ્ઞાની – નિર્બળ આત્માઓ પ્રત્યેક ક્ષુદ્ર નિમિત્તને વશ બની પોતાનું સ્વત્વ ગુમાવે છે, અને સંયોગોના બળમાં તૃણવત્ આમથી તેમ અથડાયાં કરે છે. પુરુષાર્થની સિદ્ધિ આ વખતે જ છે, આ વખતે ભાવકર્મ કે જેથી દ્રવ્યકર્મ થાય છે તે ન કરવાં નિમિત્તની આસક્તિમાં ન પડવું તે સંસારનું બંધન શિથિલ કરવા અને આખરે તોડી પાડવાનો એક જ અમોઘ ઉપાય છે.
૧૨૭
જુદાજુદા સમયે ઉપાર્જેલાં પરંતુ એક જ કાળે ઉદયમાં આવવા યોગ્ય કર્મો જ્યારે ઉદયમાન થાય છે ત્યારે એ સર્વકર્મના અનુભાગનું જે એકત્રિત પ્રમાણ થાય તેટલું સામટું ફળ તે આપે છે એટલે એ બધા અંશો એકસાથે નિષ્પન્ન થાય છે. ત્યારે તે અત્યંત તીવ્ર ફળ આપે છે. એક કાળે ઉપાર્જેલાં કર્મોનો અનેક સમયે, અને અનેક સમયે બાંધેલાં કર્મોનો એક સમયે પણ ઉદય આવે છે; આ કર્મો ૫૨ વિજય મેળવવો તે પર જ આત્મબળનો આધાર છે.
Jain Education International
-
ઉપસંહાર : આત્મા ને કર્મનો સંબંધ ત્રણ પ્રકારે
આત્મા ને કર્મનો સંબંધ ત્રણ જુદા પ્રકારનો છે ઃ (૧) આત્માના અશુદ્ધ ઉપયોગરૂપ પરિણમન થતો ‘ભાવબંધ’ આ બંધ અરૂપી સાથે અરૂપીનો છે અર્થાત્ પરિણામ અને પિરણામીનો છે; કે જેમાં કર્યાં પણ આત્મા, અને પરિણમન રૂપ કર્મ પણ આત્મા છે. (૨) પુદ્ગલની સાથે નૂતન કર્મપુદ્ગલ વર્ગણાનો સંબંધ. આ સંબંધ રૂપીની સાથે રૂપીનો છે. જીવના પ્રદેશમાં એક ક્ષેત્રાવગાહપણે જે પૂર્વબદ્ધ વર્ગણા છે તેમાં નવી વર્ગણાનું સ્નિગ્ધ રુક્ષભાવ વડે આકર્ષાવું તે ‘દ્રવ્યબંધ’ અને (૩) આત્માની સાથે કર્મવર્ગણાનો સંયોગસંબંધ – એ રૂપી અને અરૂપીનો સંબંધ છે. કારણકે આત્મા અરૂપી અને કર્મવર્ગણા રૂપી છે.
For Private & Personal Use Only
વાસ્તવમાં ‘નિશ્ચય’ નય વડે પારમાર્થિક દૃષ્ટિએ જે બંધ છે તે પ્રથમ વર્ગનો અશુદ્ધ અથવા વિભાવ પરિણમનરૂપ બંધ છે. પરિણામીપણું એ આત્માનો સ્વભાવ છે; જ્યારે તે નિજદ્રવ્યમાં પ્રવર્તન છોડી પરદ્રવ્યમાં પરિણમે છે ત્યારે પોતાનો સ્વભાવસિદ્ધ પરિણામ ત્યજી વિશેષતાસહિત પ્રવર્તે છે અને તે વિશેષ પરિણામ એ જ ભાવકર્મ છે, એ જ બંધનો હેતુ છે, એ જ સંસારનું બીજ છે. તે તજી પોતાના સ્વભાવને આત્મા ભજે છે ત્યારે સંસારબીજ ભસ્મીભૂત થતાં કર્મમળથી મુક્ત થાય છે. વસ્તુતઃ આત્મા કોઈ કર્મનો કર્તા હોય તો તે માત્ર આ વિભાવ પરિણામ રૂપ કર્મનો જ કર્યાં છે. તે અશુદ્ધ પરિણામનું નિમિત્ત મેળવી દ્રવ્યકર્મ સ્વયં તેમાં પ્રવેશે છે, પરંતુ ત્યાં કાંઈ આત્મા
www.jainelibrary.org