Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક)
૧૩૯
કદાપિ કોઈ એમ કહે કે ગર્ભમાં વીર્ય અને રેતના ગુણના યોગથી તે-તે પ્રકારના ગુણો ઉત્પન્ન થાય છે, પણ તેમાં પૂર્વજન્મ કંઈ કારણભૂત નથી. આ કથન યથાર્થ નથી, કારણ કે જે માબાપો કામને વિશે વિશેષ પ્રીતિવાળાં હોય છે તેના પુત્રો પરમ વીતરાગ જેવા બાળપણથી જ જોવામાં આવે છે, અને વળી જે માબાપોમાં ક્રોધનું વિશેષણપણું જોવામાં આવે છે તેની સંતતિમાં સમતાનું વિશેષપણું દષ્ટિગોચર થાય છે તે શી રીતે થાય ? વળી તે વીર્યરતના તેવા ગુણો સંભવતા નથી, કેમકે તે વીર્યરત પોતે ચેતન નથી, પણ તેમાં સંચરે છે એટલે દેહ ધારણ કરે છે, એથી કરીને વીર્યરતને આશ્રયે ક્રોધાદિ ભાવ ગણી શકાય નહિ. ચેતન વિના કોઈપણ સ્થળે તેવા ભાવો અનુભવમાં આવતા નથી, માત્ર તે ચેતનાશ્રિત છે, એટલે તે વીર્યરતના ગુણો નથી. આમ હોવાથી તેના જૂનાધિક્યથી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું મુખ્યપણે થઈ શકવા યોગ્ય નથી. ચેતનના ઓછા અધિકા પ્રયોગથી ક્રોધાદિનું ચૂનાધિકપણું થાય છે. તેથી ક્રોધાદિક ગર્ભના વિયરતનો ગુણ નહિ પણ ચેતનનો તે ગુણને આશ્રય છે, અને તેનું જૂનાધિકપણું તે ચેતનના પૂર્વના અભ્યાસથી જ સંભવે છે, કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય, ચેતનનો પૂર્વપ્રયોગ તથા પ્રકારે હોય તો તે સંસ્કાર વર્તે. આથી આ દેહાદિ પ્રથમના સંસ્કારોનો અનુભવ થાય છે અને તે સંસ્કારો પૂર્વજન્મ સિદ્ધ કરે છે, અને પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહજે સિદ્ધ થાય છે.
જો આત્મા નિત્ય ન હોય તો બાલ, યુવાન અને વૃદ્ધ એવી શરીરની ત્રણ અવસ્થા બદલાય છે, પરંતુ આત્મા તો તેનો તે જ રહે છે તેમ ન બને. આત્મા એનો એ જ રહે છે તેનું એ પ્રમાણ છે કે બાળવયમાં થયેલો અનુભવ, યુવાવયમાં સ્મૃતિમાં રહેલો જોવામાં આવે છે, અને યુવાવસ્થામાં થયેલો અનુભવ વૃદ્ધાવસ્થામાં સ્મૃતિમાં રહેલો અનુભવાય છે. જો આત્મા એક નિત્ય વસ્તુ ન હોય તો તેમ ન બને. એટલે જેમ બૌદ્ધો માને છે તેમ આત્મા ક્ષણેક્ષણે બદલાતો હોય તો એક અવસ્થામાં થયેલો અનુભવ બીજી અવસ્થામાં સ્મરણમાં ન રહેવો જોઈએ. આ કારણથી આત્મા “ક્ષણિક નહિ, પણ ‘નિત્ય' છે એમ સ્પષ્ટ જણાય છે.
એક વચન બોલવા પહેલાં તેનો વિચાર કરવો પડે છે. જે ક્ષણે વિચાર કરવો પડે છે તે જ ક્ષણે તે વિચાર બોલાતો નથી; અર્થાતુ પહેલું વિચારવું અને પછી બોલવું થાય છે. જો બોલનાર, વિચાર કરતી વેળા એનો એ જ ન હોય, તો તેણે જે વિચાર કર્યો હોય છે તે રૂપ અનુભવ બોલતી વખતે તે વિચાર દર્શાવી કેમ શકે ?
આ ઉપરાંત એક એવો સિદ્ધાંત છે કે કોઈપણ વસ્તુનો કોઈપણ કાલે (નિશ્ચયથી) સર્વથા નાશ થાય નહિ, કે કોઈપણ વસ્તુની કોઈપણ કાલે ઉત્પત્તિ થાય નહિ, માત્ર અવસ્થાંતર થાય. જેમકે માટીનો ઘડો ફૂટતાં તેના સૂક્ષ્મમાં સૂક્ષ્મ કટકા કરી રજ કરવામાં આવે તો પણ માટીના પરમાણુ જે મૂલ સમૂહમાં હતા તે છૂટા છૂટા થયા ૧. અહીં Law of Heredity (વંશપરંપરા ગુણદોષ ઉત્તરોત્તર ઊતરે છે) એવો પાશ્ચાત્ય
ફિલસૂફીનો એક સિદ્ધાંત સૂચવવામાં આવેલ છે. ૨. પાશ્ચાત્ય વિજ્ઞાનવિદ્યાનો એવો જ એક સિદ્ધાંત છે કે "Nothing is produced and
nothing is destroyed” – કોઈપણ ઉત્પન્ન થતું નથી. અને કાંઈપણ નાશ પામતું નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org