________________
૧૫૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
કે કાનખજૂરા, માંકણ, જૂ. કીડી, ઊધઈ, મંકોડા, વગેરે, ચતુરિંદ્રિય જીવ જેવા કે વીંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, માંખી, ડાંસ, મચ્છર, કંસારી, પતંગિયાં વગેરે, અને પંચેદ્રિયમાં જે ચાર ભેદ છે નામે દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી, તે દરેકના પ્રકાર કહીએ.
(૧) દેવતા – ચાર પ્રકારે ૧. વૈમાનિક ૨. ભુવનપતિ, ૩. વ્યંતર ૪. જ્યોતિષી.
૧. વૈમાનિકના બે પ્રકાર છે : કલ્પોપપત્ર એટલે જેમાં કલા એટલે આચાર છે એટલે ઈદ્ર અને તેનું સેવકપણું આદિ આચાર જ્યાં વર્તે છે તે, અને કલ્પાતીત – કે જેમાં તેવો કલ્પ વર્તતો નથી. સૌ અહમેવઈદ્ર – પોતે જ ઈદ્ર છે એમ માની વર્તે છે - કોઈ કોઈનું આધિપત્ય નથી. કલ્પપપન્ન એવા ૧૨ દેવલોક છે નામે ૧. સૌધર્મ ૨. ઈશાન, ૩. સનકુમાર ૪. મહેન્દ્ર ૫. બ્રહ્મ, ૬. લાંતક, ૭. શુક, ૮. સહસ્ત્રાર, ૯. આનત, ૧૦. પ્રાણત, ૧૧. આરણ્ય અને ૧૨. અમ્યુ. કલ્પાતીતમાં નવગ્રેવેયિક દેવો, અને પાંચ અનુત્તર વિમાનના દેવો સમાય છે. આ સિવાય નીચ જાતિના એટલે હલકાં કામ દાસપણું આદિ કરનારા ત્રણ પ્રકારના કિલ્બિષીઆ દેવો તથા દેવલોકોની એકબીજાને આંતરે રહેનારા નવ પ્રકારના લોકાંતિક દેવ છે.
૨. ભુવનપતિ – ભુવનાધિપતિ દેવતા દશ છે. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્ધતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, વાયુકુમાર, તથા સ્વનિતકુમાર
૩. વ્યંતર દેવતા – આઠ છે. પિશાચ, ભૂત, યજ્ઞ, રાક્ષસ, કિન્નર, જિંપુરુષ, મહોરગ, અને ગંધર્વ. તથા બીજા બાણથંતર આઠ છે : અણપત્રી, પણપત્રી, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કોહંડ, પતંગ.
૪. જ્યોતિષી દેવતા – પાંચ છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તથા તારા. તે ફરી બે પ્રકારના છે. ચર અને અચર. ચર એટલે અસ્થિર, સદાકાલ ફરતા રહે તે મનુષ્યક્ષેત્રને વિષે છે, જ્યારે મનુષ્યક્ષેત્રથી બાહેર છે તે સ્થિર છે, તેમનાં વિમાન ફરતાં નથી.
(૨) મનુષ્ય – તે જે ભૂમિમાં રહે છે તે પરથી તેના ભેદ પાડવામાં આવ્યા છે. ૧. જ્યાં કૃષિ વાણિજ્ય આદિ કર્મ પ્રધાન છે તે કર્મભૂમિ કહેવાય છે અને ત્યાં રહેનારા મનુષ્ય કર્મભૂમિ જ કહેવાય છે, ૨. જ્યાં તેવાં કર્મ નથી તે અકર્મભૂમિમાં રહેનાર અકર્મભૂમિ કહેવાય છે, ૩. અંતરદ્વીપજ છપન અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા.
(૩) તિર્યંચ – એના પાંચ પ્રકાર છે. ૧. જળચર - માછલાં, મગર, કાચબા વગેરે, ૨. સ્થળચર – ગાય, ભેંસ, બળદ, ઊંટ, શ્વાન, બિલાડી વગેરે, ૩. ખેચર – આકાશમાં ફરનારા કાગડા, ચકલી, ગીધ, પોપટ, પારેવાં વગેરે. ૪. ઉપરિસર્પ – છાતીએ ચાલનારા સર્પ વગેરે. પ. ભુજપરિસર્પ - ભુજાથી ચાલનારા, નોળિયાં ખીસખોલી વગેરે. આ બધા બે પ્રકારના છે. જે માતપિતાની અપેક્ષા વિના ઉત્પન્ન થાય છે તે ‘સમૃદ્ઘિમ' કહેવાય છે, અને જે ગર્ભમાં ઉત્પન્ન થાય તે “ગર્ભજ છે.
| (૪) નારકી – નારકી જીવો સાત પ્રકારની નરકભૂમિમાં રહે છે. તેનાં નામ – ઘમાં, વંશા, સેલા, અંજણા, રિઠા, મઘા તથા માઘવતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org