________________
નવ તત્ત્વ
૧૫૯
દેવતા
૮૪ લક્ષ જીવયોનિ
જેમ જૈનેતર મતોમાં ૮૪ લાખ યોનિ મનાય છે તેમ જૈનમાં પણ માનેલી છે, અને ૮૪ લાખ યોનિમાં સંસારી જીવો સ્વકર્મવશવર્તી પરિભ્રમણ કર્યા કરે છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જેના એકસરખા જ હોય તે એક ‘જીવયોનિ' ગણાય છે. આવી જીવયોનિઓ ૮૪ લાખ છે તે આ પ્રમાણે : પૃથ્વીકાય ૭ લક્ષ બેઇદ્રિય
૨ લક્ષ. અપૂકાય ૭ લક્ષ ત્રીદ્રિય
૨ લક્ષ. તેજસ્કાય
૭ લક્ષ ચતુરિંદ્રિય ૨ લક્ષ વાયુકાય ૭ લક્ષ
૪ લક્ષ, પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ લક્ષ નારેક
૪ લક્ષા સાધારણ વનસ્પતિકાય ૧૪ લક્ષ તિર્યંચ પંચેન્દ્રિય ૪ લક્ષ
મનુષ્ય
૧૪ લક્ષ
૮૪ લાખ લોકસ્વરૂપ
જૈનમતમાં છ દ્રવ્યથી પરિપૂર્ણ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ ત્રણે સ્વરૂપ સંયુક્ત એવો લોક કહ્યો છે. તે અનાદિ અનંત છે, કોઈનો રચેલ નથી. તેનો આકાર મનુષ્પાકારે છે. જેમ કોઈ પુરુષ જામો પહેરીને પોતાની કમરમાં બંને હાથ લગાડી પગ પહોળા કરી ઊભો હોય તેમ તેનો આકાર છે. તેના શિરના અગ્રસ્થળે સિદ્ધસ્થાન (સિદ્ધર લા) છે. અને તે ઊર્ધ્વલોક, અધોડોક અને મધ્યલોક – તિર્યક્લોક એમ ત્રણ વિભાગમાં સર્વ જીવપુદ્ગલ તેની અંદર પ્રવર્તે છે તેની બહાર જીવ કે પુદ્ગલ કાંઈપણ નથી; માત્ર આકાશ તત્ત્વ છે અને તેને “અલોકાકાશ' કહે છે. જે સિદ્ધગતિ પામે છે તે ઊર્ધ્વગમન કરી લોકના અગ્રે સ્થિત થાય છે પરંતુ તે ઉપર અલોકાકાશમાં જઈ શકતો નથી કારણ કે અલોકાકાશમાં ધર્માસ્તિકાય કે જેનો ગુણ ગતિ આપવાનો છે – ગતિસહાય ગુણ છે તે દ્રવ્ય નથી તેથી સિદ્ધ જીવને ગતિ મળી શકતી નથી. અલોકનું આકાશ અનંત છે.
લોકનો નીચેનો ભાગ – અધોલોક છે તેમાં જુદીજુદી નીચે ઉપર સાત પૃથ્વી છે અને તેમાં નરકવાસી જીવ રહે છે તેથી તેને સાત નરકભૂમિ કહેવામાં આવે છે અને ત્યાં કોઈ જગાએ ભુવનપતિ દેવતા તેમજ વ્યંતર દેવતા રહે છે. તિર્થો (તિર્યક) લોકમાં (મધ્યલોકમાં) મનુષ્ય, તિર્યંચ તેમજ વ્યંતર રહે છે. તેમજ જ્યોતિષી દેવતા રહે છે, તેથી ઉપર બીજા દેવતાઓ વસે છે. એટલે ત્યાં બાર દેવલોક, નવ ગ્રેવેયિક, અને પાંચ અનુત્તર વિમાન એક પછી એક આવેલા છે. અને તેની ઉપર સિદ્ધશિલા છે. આમાં ગ્રેવેયિક એ નામ પણ લોકને પરષ રૂપ હોવાથી તે પુરુષની ગ્રીવા એટલે ડોકનું જ્યાં સ્થાન આવે ત્યાં તે રહેલા હોવાથી પડેલ છે. (ગ્રીવા – ડોકના સ્થાને રહેનાર તે ગ્રેવેયિક.) લોકની આસપાસ વાયુનાં વલય એટલે પડ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org