Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
નવ તત્ત્વ
૧પ૭
વચનબલ અને કાયબલરૂપ પ્રાણ છે. અનાદિ, અનંત તથા શુદ્ધ જે ચૈતન્ય (જ્ઞાન) પ્રાણ છે તેનાથી વિપરીત – વિલક્ષણ સાદિ (આદિસહિત) અને સાંત (અંતસહિત) એવું આયુપ્રાણ છે. શ્વાસોચ્છવાસના આવાગમનથી ઉત્પન્ન થતા ખેદથી રહિત એવું શુદ્ધ ચિત્ પ્રાણ છે તેનાથી વિપરીત આનપ્રાણ – શ્વાસોચ્છુવાસ પ્રાણ છે. આ દ્રવ્યપ્રાણ સંસારી જીવને છે. વ્યવહારનયથી તે સંસારી છે.
સંસારી અને સિદ્ધ એમ બે ભેદ પાડી સંસારી જીવના તેમની ઈદ્રિય આદિના વિકાસ પ્રમાણે બે ભાગ પાડી શકાય છે : ૧. સ્થાવર કે જે સ્થિત હોય છે અને ૨. ત્રસ કે જે હાલચાલે છે (ત્રસુeભયપામવો તે ધાતુ પરથી). સ્થાવરના પાંચ ભેદ છે : પૃથિવીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય. આ પાંચને એક જ ઈદ્રિય નામે સ્પર્શેન્દ્રિય હોવાથી એકેદ્રિય જીવ કહેવામાં આવે છે. ત્રસના ચાર ભેદ છે. દ્વિદ્રિય (સ્પર્શ અને રસન ઈદ્રિયવાળા), ત્રીદ્રિય, (સ્પર્શ, રસન, નાસિકા, એ ત્રણ ઈદ્રિયવાળા), ચતુરિંદ્રિય (પૂર્વોક્ત ત્રણ અને એક ચક્ષુ મળી ૪ ઇંદ્રિયવાળા), અને પંચેંદ્રિય પૂર્વોક્ત ચાર અને કાન એ પાંચ ઈદ્રિયવાળા). આમાં એકેદ્રિયથી તે ચતુરિંદ્રિય સુધી સર્વ જીવો અસંજ્ઞી એટલે મન વગરના છે. પંચેન્દ્રિય એ ચાર જાતના છે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. સ્થાવર જીવ બે પ્રકારના છે (૧) સૂક્ષ્મ – આંખેથી જોઈ ન શકાય તેવા (૨) બાદર – તે સ્થૂલ. પર્યાપ્તિ
વળી સ્થાવર અને ત્રસમાં જેજે આહાર વગેરેનાં પુદ્ગલગ્રહણનું પરિણમન કરનાર શક્તિવિશેષ – નામે પર્યાતિ છે તે બધી મળી છે છે. (૧) આહારપર્યાપ્તિ – આહાર ગ્રહણ કરવાની શક્તિ, (૨) શરીરપર્યાપ્તિ – શરીર રચવાની શક્તિ (૩) ઇંદ્રિયપર્યાતિ – ઈદ્રિય કરવાની શક્તિ. તેવી જ રીતે (૪) શ્વાસોચ્છવાસપર્યામિ, (૫) ભાષાપતિ, (૬) મન:પર્યાપ્તિ. જીવ જ્યારે ગર્ભ લે છે ત્યારે તે જેટલી પર્યાપ્તિવાળો જીવ હોય તેટલી પર્યાપ્તિ અનુક્રમે ઉપરના ક્રમમાં પ્રાપ્ત કરે છે. આ છ પર્યાતિમાંથી એકેદ્રિયને – સ્થાવરને પ્રથમની ૪ પર્યાપ્તિ છે અને બે, ત્રણ અને ચાર ઈદ્રિયવાળા જીવને મનપર્યામિ સિવાયની પાંચ પર્યાદ્ધિ છે. પંચેઢિયમાં છએ પતિ છે. આ છએ પર્યાપ્તિમાંથી જે જે જીવને જેટલી જેટલી પર્યામિ હોવી જોઈએ તે કરતાં ઓછી હોય તો તે જીવ અપર્યાપ્તા કહેવાય છે.
સ્થાવર એકેંદ્રિય જીવ પૃથ્વીકાય, જલકાય, તેજસ્કાય અને વાયુકાય એ ચારેમાં અસંખ્ય જીવ છે. અને વનસ્પતિકાયના બે પ્રકાર છે. (૧) પ્રત્યેક – આમાં એક શરીરમાં એક જીવ હોય છે. આંબો, લીમડો વગેરે (૨) સાધારણ વનસ્પતિકાય – તેમાં એક શરીર અનંત જીવો વચ્ચે હોય છે. સુરણ બટાટાદિ સર્વ કંદ, સર્વજાતના કૂળા અંકુરા, થેક વગેરે. જેની ગૂઢ શિરા હોય, જે છેલ્લા છતાં વાવવાથી ફરી ઊગે તે સર્વ સાધારણ વનસ્પતિ અથવા અનંતકાય કહેવાય છે. આથી કરી આવી વનસ્પતિનું ભક્ષણ કરવાનો જેન ગૃહસ્થને કે સાધુને નિષેધ કરેલ છે.
ત્રસમાં બે ઈદ્રિય જીવ જેવા કે અળસિયાં, કીડા, પુરા વગેરે, ત્રીદ્રિય. જીવ જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org