________________
૧૫૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
નવ તત્ત્વ જીવ અને અજીવ એ બે મુખ્ય દ્રવ્ય છે તેથી તે જ મુખ્ય બે તત્ત્વ છે એ આપણે કહી ગયા. હવે તે જીવ અને અજીવ (પુદ્ગલવિશેષ) બંનેના સંબંધથી તથા વિયોગથી જે આત્માનું સ્વરૂપ છે તે ૭ તત્ત્વમાં જૈન દર્શને વહેંચ્યું છે. તેનાં નામ જીવ, અજીવ, આવ, સંવર, નિર્જરા, બંધ, અને મોક્ષ છે અને તેમાં પુણ્ય અને પાપ કે જે પ્રકારમંતરે અજીવના ભાગ છે તે ઉમેરવાથી નવ તત્ત્વ થાય છે. ૧. જીવતત્ત્વ
જીવનું સ્વરૂપ આપણે આગળ કહી ગયા છીએ, પણ અહીંયાં તેથી કંઈક વિશેષ થોડું કહીશું. જે ત્રણે કાલમાં જીવે છે – પ્રાણને ધારે છે તે જીવ છે. વ્યવહારનયથી તે દશ પ્રાણોનો (પાંચ ઈદ્રિય, ત્રણ બલ નામે મનોબલ, વચનબલ અને કાયબલ, અને આયુ તથા શ્વાસોચ્છવાસ) ધારક છે. અને નિશ્ચય નયથી ભાવપ્રાણ (શુદ્ધ ચૈતન્ય – શુદ્ધજ્ઞાન, દર્શન, અને ચારિત્ર)નો ધારક છે. જીવ સર્વ કર્મથી મુક્ત થઈ મોશે પહોંચે છે ત્યારે તેને ભાવપ્રાણ જ હોય છે, પણ જ્યાં સુધી તે કર્મથી લેપાયેલ છે – સંસારી જીવ છે ત્યાં સુધી તેને દ્રવ્યપ્રાણ હોય છે. જેના સંયોગથી આ જીવ જીવનઅવસ્થાને પ્રાપ્ત થાય અને વિયોગથી મરણઅવસ્થાને પ્રાપ્ત થાય તેને પ્રાણ કહે છે. પ્રાણ એ. આત્મિક સત્તા છે. આ દશ પ્રાણમાંથી એક પણ પ્રાણની વિરાધના – તેનું હરણ – કે તેને દુઃખ થાય તે હિંસા છે. હિંસાનું સ્વરૂપ જ પ્રમાદથી પ્રાણવ્યપરોપણ છે. નિશ્ચયથી જીવ સિદ્ધસ્વરૂપ અને તેની ઇન્દ્રિયોથી અગોચર શુદ્ધ ચેતન્યપ્રાણ (ભાવપ્રાણી છે તેના પ્રતિપક્ષીભૂત ક્ષાયોપશામિક (યોપશમથી ઉત્પન્ન) પંચ ઈદ્રિયરૂપ પ્રાણ છે. અનંતવીર્યરૂપ જે બલપ્રાણ છે તેના અનંત ભાગોમાંના એક ભાગ જેટલા મનોબલ, ૧. જૈન દશ પ્રાણ કહે છે અને વેદાંત મુખ્યત્વે એકાદશ પ્રાણ કહીને તેથી જુદો એક મહાપ્રાણ ગણે છે. જેનના પ્રાણ સાથે વેદાંતમાંના પ્રાણ સરખાવતાં આ પ્રમાણે છે : જૈન
વેદાંત પાંચ જ્ઞાનેન્દ્રિયો (ચક્ષુ આદિ) તે જ પાંચ જ્ઞાનેંદ્રિય મનોબલપ્રાણ
મન – એકાદશમું વચનબલપ્રાણ
- પાંચ કર્મેકિય [વાકુ, પાણિ, પાદ, વાયુ, ઉપસ્થ] કાયબલપ્રાણ આયુષ પ્રાણ
- મુખ્ય-મહાપ્રાણ શ્વાસોચ્છુવાસ પ્રાણ !
વેદાંતમાં કોઈ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચ પ્રકારે પ્રાણ માને છે, કોઈ પાંચ જ્ઞાનેંદ્રિય, વાક અને મન એમ સાત, તો કોઈ બે શ્રોત્ર, બે ચક્ષુ, બે ધ્રાણ તથા એક વાકુ મળી સાત પ્રાણ માને છે. કોઈ હસ્ત ઉમેરી આઠ, તો કોઈ વાયુ ને ઉપસ્થ એમ બે ઉમેરી નવ માને છે. કોઈ સ્થળે પાંચ જ્ઞાનેન્દ્રિય ને પાંચ કર્મેન્દ્રિય મળી દશ પ્રાણ, કોઈ સ્થળે મન સહિત એકાદશ પ્રાણ, કોઈ સ્થળે બુદ્ધિ સહિત દ્વાદશ પ્રાણ, કોઈ સ્થળે અહંકાર સહિત ત્રયોદશ પ્રાણ કહેલ છે. પરંતુ મુખ્યત્વે ઉપર પ્રમાણે એકાદશ પ્રાણ – પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન માનવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org