________________
ઉપર
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
છે ત્યાં સુધી લોકની મર્યાદા છે. ત્યાં સુધી જ જીવપુદ્ગલ ગતિ કરે છે. આ રીતે જેમ પંથીજન રસ્તે થાકતાં વૃક્ષાદિની છાયા જોતાં ત્યાં બેસી જાય છે એટલે છાયા જે સ્થિતિનું કારણ છે તે જ રીતે અધર્મ જીવ અને પુદ્ગલની સ્થિતિ કરવામાં અપેક્ષાકારણ
૪. આકાશ – તે લોકાલોક વ્યાપક, અનંતપ્રદેશી, નિત્ય, અવસ્થિત, અરૂપી, દ્રવ્ય, અસ્તિકાય છે અને તે અવગાહોપકારક છે. ધર્મ અને અધર્મ લોકવ્યાપક અને અસંખ્યપ્રદેશી છે ત્યારે આ દ્રવ્ય લોક તથા અલોક બંનેમાં વ્યાપક અને અનંત પ્રદેશી છે; વળી આ જીવ અને પુદ્ગલને રહેવામાં અવકાશ આપે છે. આ ત્રણે દ્રવ્ય એક બીજામાં મળી ગયેલ છે અને જેમાં તે ત્રણે દ્રવ્ય છે ત્યાં સુધી લોક છે, જ્યાં કેવલ આકાશ છે ત્યાં અલોક છે.
૫. પુદ્ગલ – (જેનો પૂરણ અને ગલન સ્વભાવ છે તે પગલ.) સ્પર્શ, રસ, ગંધ વર્ણ જેને છે તે મુદ્દગલ. સ્પર્શ આઠ છે : મૃદુ (સુંવાળો), કઠિન, ગુરુ (ભારે), લઘુ (હલકો), શીત, ઉષ્ણ, સ્નિગ્ધ (ચીકણો), અને રુક્ષ (લૂખો). રસ પાંચ છે : તિક્ત (તીખો), કટુ (કડવો), કષાય (કષાયેલો), અમ્લ (ખાટો), અને મધુર (મીઠો). (લવણનો મધુરમાં અંતર્ભાવ છે એમ કેટલાક માને છે, ને કેટલાક કહે છે કે તે સંસર્ગજન્ય છે). ગંધ બે છે ઃ સુરભિ (સુગંધ), અસુરભિ (દુર્ગધ). વર્ણ પાંચ છે : કૃષ્ણ (કાળો), લીલો, રાતો, પીળો અને ધોળો. આ પ્રમાણે સ્પર્ધાદિ ધર્મવાળું પુદ્ગલ છે. તે ઉપરાંત અનેક સ્વભાવ છે.
શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન (આકૃતિ), ભેદ (કટકા થવાપણું), તમન્, છાયા, આતપ, ઉદ્યોત એ સર્વે પુદ્ગલના પર્યાય વિકાર) છે. ૧. (૧) ગતિનિયમ - Law of motion માં આ ધર્મદ્રવ્યની અગત્ય સૂક્ષ્મ વિચારકને કદાચ
સમજાશે. (૨) આ ગતિ અને સ્થિતિમાં સહાયક એવાં ધર્મ, અને અધર્મ એ બે દ્રવ્યો જૈનદર્શન સિવાય કોઈપણ દર્શને દર્શાવેલાં નથી અને તેથી જૈનદર્શનની તેમાં પ્રતિભા (originality) સમજી શકાય છે. (૩) ધર્મ એટલે પુણ્ય અને અધર્મ એટલે પાપ એ અર્થમાં અત્ર દ્રવ્યવિચારમાં ધર્મ અને અધર્મ શબ્દનો પ્રયોગ થયો નથી પણ ઉપરોક્ત પારિભાષિક અર્થમાં જ તેનો પ્રયોગ થયેલ છે. છતાં પ્રોફે. મણિલાલ નભુભાઈ તથા ડૉક્ટર હમન જેકૉબી [2] જેવા ધુરંધર વિદ્વાનોથી તેનું અંગ્રેજી ભાષાંતર તેના સામાન્ય પુણ્યપાપના અર્થમાં કરવામાં ભૂલ થઈ ગઈ છે : ઉદાહરણ તરીકે પ્રોફે. મણિલાલે આઠમી લંડન ઓરિએંટલ કોંગ્રેસ (૧૮૯૧ માં ભરાયેલ)માં Jain philosophy in its relation to Brahmanism એ નામના પોતે લખી મોકલાવેલ નિબંધમાં જણાવે છે કે : That which is not Jiva is of five Kinds : Dharmastikaya, Adharmāstikāya, Akash, Pudgalāstikaya and kāla. The word Astikaya means Substance - Thing. The first is that, which leads fo Moksha, The second that which binds the Jiva to the world....
આમાં “ધમસ્તિકાય એ છે કે જે મોક્ષે લઈ જાય છે. અને અધમસ્તિકાય જીવને જગતુ સાથે બાંધી રાખે છે – સંસારપરિભ્રમણ કરાવે છે એવું જણાવેલ છે તે ધર્મ, અધર્મનો અપ્રસ્તુત અર્થ કરવાથી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org