________________
આત્માનું સ્વરૂપ (સમ્યક્ત્વનાં ૬ સ્થાનક)
આ
જેવું છે. જેમ પ્રકાશ થતાં અંધકાર નાશ પામી જાય છે, તેમ જ્ઞાનરૂપી પ્રકાશ થતાં અર્થાત્ આત્મા અને કર્મનું સમ્યક્ જ્ઞાન થતાં અજ્ઞાન નાશ પામે છે. જે જે કારણોથી કર્મ બંધાય છે, તે તે કારણોનો સર્વથા છેદ કરવામાં આવે તો કર્મ સર્વથા છેદાઈ મોક્ષ પ્રકટે છે. કર્મ બાંધવા રૂપી માર્ગ તે કર્મબંધનો માર્ગ છે, અને કર્મ છેદવારૂપી માર્ગ તે મોક્ષનો માર્ગ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન (મોહ) એ મુખ્ય કર્મની ગ્રંથીઓ છે, અર્થાત્ એનાથી કર્મ બંધાય છે; એની સર્વથા નિવૃત્તિ તે મોક્ષમાર્ગ છે. આત્મા અવિનાશી અને સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય હોઈ સર્વ વિભાવ (૫૨ભાવ –– આત્માના સ્વભાવથી અન્ય ભાવ) અને દેહાદિ સંયોગના આભાસથી રહિત છે જે કેવળ શુદ્ધાત્મનું પદ તે પામવું એ મોક્ષમાર્ગ છે. કર્મ અનંત પ્રકારનાં છે અને તેનો મુખ્ય આઠ પ્રકા૨ નામે જ્ઞાનાવરણીયાદિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ આઠ કર્મોમાં મુખ્ય મોહનીય કર્મ કહ્યું છે. મોહનીય કર્મના મુખ્ય બે ભેદ છે ઃ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. ‘દર્શન મોહનીય’એટલે પરમાર્થને વિશે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થબુદ્ધિ; અને ચારિત્રમોહનીય એટલે તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને સ્વભાવમાં સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કારરૂપ કષાય અને નોકષાય તે. દર્શનમોહનીય આત્માનું ખરું ભાન થવા દેતું નથી, અને ચારિત્રમોહનીય વીતરાગપણું પામવા દેતું નથી. જો દર્શનમોહનીય જાય તો સમ્યગ્દર્શન થતાં આત્મસ્વરૂપ સમજાય; અને ચારિત્રમોહનીય જાય તો – (દર્શનમોહનીય જતાં ચારિત્રમોહનીય અવશ્યમેવ થાય છે) - વીતરાગતા આવે છે. દર્શનમોહનીય એટલે મિથ્યાત્વ. મિથ્યાત્વનો પ્રતિપક્ષ તે આત્માનો સત્યબોધ. ચારિત્રમોહનીય એટલે રાગાદિ પરિણામ. આ રાગાદિક પરિણામનો પ્રતિપક્ષ તે વીતરાગભાવ. જેમ અંધકારનો પ્રતિપક્ષ જે પ્રકાશ તે ઉત્પન્ન થતાં અંધકાર નાશ પામે છે, તેમ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના પ્રતિપક્ષો સમ્યગ્દર્શન અને વીતરાગતા ઉત્પન્ન થયે એટલે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય જતાં મોક્ષસ્વભાવ પ્રકટે છે. ક્રોધ ક્ષમાથી હણાય છે, સરલતાથી માયા રોકાય છે; એમ રાગદ્વેષના જે જે ઉત્તમ પ્રતિપક્ષીઓ તે તે ઉત્પન્ન કરતાં રાગદ્વેષ જઈ વીતરાગતા ઉત્પન્ન થાય છે અને સંપૂર્ણ વીતરાગતા તે સંપૂર્ણ મોક્ષ છે. ક્રોધાદિનો વિરોધ કરનાર ક્ષમાદિ છે એવો આપણને સર્વને પ્રત્યક્ષ અનુભવ અત્ર જ છે એટલે મોક્ષના ઉપાયનો સંદેહ કરવાનો અવકાશ રહેતો નથી.
આત્મવાદ
–
આ મારો મત છે માટે મારે તેને વળગી જ રહેવું – મતાગ્રહ રાખવો, આ મારું દર્શન છે માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ કે એવા વિકલ્પને છોડીને આ મોક્ષમાર્ગ કહ્યો છે. તે સાધનાર અલ્પજન્મ પામે છે. સમ્યગ્દર્શન થાય પછી તે જો ચાલ્યું ન જાય વમાય નહિ તો તેને ઘણામાં ઘણો પંદર ભવ થાય એમ જિને
કહ્યું છે અને જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય.
→
Jain Education International
૧૪૭
ઉપર્યુક્ત છયે પદની સર્વાંગતામાં જિનકથિત મોક્ષમાર્ગ છે. એમાંનું કોઈપણ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. તે માર્ગ ગમે તે જાતિ કે વેશથી પમાય છે. એમાં કંઈ ભેદ નથી. જે સાધે તે મુક્તિપદ પામે. તેમાં બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org