Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આત્માનું સ્વરૂપ (સમ્યક્ત્વનાં ૬ સ્થાનક)
થાય છે અને સ્ફુરાયમાન થતાં દ્રવ્યકર્મ કે જે જડ છે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો અને તેની પ્રકૃતિઓ તેની વર્ગણા ગ્રહણ કરે છે. ઝેર કે અમૃત પોતાના સ્વભાવને જાણતાં નથી; પરંતુ જે તેનો ઉપયોગ કરે છે તેને તથાપ્રકારે ફલ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે શુભ અને અશુભ કર્મ પોતાના ફલને જાણતાં નથી છતાં તે કરનારને તે-તે પ્રકારનું ફલ આપનાર થાય છે. રાજા અને રંક એવા ઉચ્ચનીચના જે ભેદ જોવામાં આવે છે તેનું કોઈપણ કારણ હોવું જોઈએ અને વિચારતાં શુભ અને અશુભ કર્મ સિવાય એવું બીજું કોઈ કારણ જોવામાં આવતું નથી કે જે આવા ભેદ નિપજાવના૨ હોય. ઈશ્વર ફલ આપનાર હોવો જોઈએ એવી પણ કશી જરૂર નથી, જો કર્મનાં ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ, તો ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, કેમકે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્ત્તતાં ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય એટલે પરભાવાદિનો કર્તા નથી, જો પરભાવાદિનો કર્તા થાય તો તો સંસારની પ્રાપ્તિ થાય છે, તેમજ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે છે અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ ઠરે છે; તેથી તો તેનું ઈશ્વ૨૫ણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે. વળી જીવ અને ઈશ્વરનો સ્વભાવભેદ માનતાં પણ અનેક દોષ સંભવે છે. બંનેને જો ચૈતન્ય સ્વભાવ માનીએ, તો બંને સમાન ધર્મના કર્તા થયા; તેમાં ઈશ્વર જગાદિ રચે, અથવા કર્મનું ફળ આપવા રૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એક માત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમજ બંધમાં ગણાય, એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય ? વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તો પણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ ન પડવો જોઈએ અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય ન થવું જોઈએ; અને ઈશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો તો સંસારી જીવો જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણનો સંભવ ક્યાંથી થાય ? અથવા દેહધારી સર્વજ્ઞની પેઠે તેને ‘દેહધારી સર્વજ્ઞ ઈશ્વર' માનીએ તો પણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ ‘વિશેષ સ્વભાવ’ ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યોગ્ય થાય ? અને દેહ તો નાશ પામવા યોગ્ય છે તેથી ઈશ્વરનો પણ દેહ નાશ પામે અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ આરોપતાં દોષ આવે છે, અને ઈશ્વરને તેવે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. ઝેર અને અમૃતની પેઠે શુભ અને અશુભ કર્મ પોતપોતાના ધર્મો પ્રમાણે ફળ આપે છે ત્યાં ઈશ્વરની જરૂ૨ ક્યાં રહી ? શુભ અને અશુભ કર્મો પોતાના સ્વભાવ પ્રમાણે પરિણામી રહી નિઃસત્ત્વ થઈ નિવૃત્ત થાય છે. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયથી ઉત્કૃષ્ટ શુભ ગતિ, અત્યંત અશુભ અધ્યવસાય તે અત્યંત અશુભ ગતિ અને શુભાશુભ અધ્યવસાય તે મિશ્ર ગતિ છે; કારણકે રામેન ર્મવંધઃ જેવા મનના પરિણામ તેવા કર્મનો બંધ; અને વસ્તુતઃ જીવના જે જે પ્રકારના પરિણામવિશેષ તે તે પ્રકારની ગતિ છે; અને આ જે ગતિઓ
આત્મવાદ
Jain Education International
-
For Private & Personal Use Only
૧૪૫
www.jainelibrary.org