Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૪૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
સંસારમાં ભ્રમણ કરે છે, બંધાય છે ને મુકાય છે.
જૈનમાં એ મંતવ્ય છે કે આત્મા બંધાય છે, મુકાય છે. જો પ્રકૃતિને બંધમોક્ષ સાંખ્ય પ્રમાણે માનીએ તો તેથી સંસારાવસ્થા તથા મોક્ષાવસ્થામાં આત્માના અભિન્ન - એક સ્વભાવને લીધે યોગી પુરુષો માટે જે યોગશાસ્ત્રમાં યમનિયમાદિ અનુષ્ઠાન સાંખ્યના જ શાસ્ત્રમાં મુક્તિ ફલ આપનારું કહ્યું છે તે વ્યર્થ જવાનું. હિમચંદ્ર આ જ વસ્તુ તેમના યોગશાસ્ત્રમાં કહી છે. સરખાવો –
अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः ।
तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ।। ] બૌદ્ધમાં એમ કહેલ છે કે :
चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम्
तदेव तैर्विनिर्मक्तं भवांत इति कथ्यते । - રાગાદિ ક્લેશોથી સંસ્કાર પામેલું ‘ચિત્ત જ સંસાર છે. જ્યારે ચિત્ત તે રાગાદિ ક્લેશોથી મુક્ત થયું ત્યારે ભવ – સંસારનો અંત – મોક્ષ થયો એમ જાણવું.
જ્યારે જૈનો એમ સ્વીકારે છે કે આત્મા બંધન પામનાર છે અને તે બંધન વસ્તુ એટલે પરમાર્થથી વિદ્યમાન એવું કર્મ' છે. બૌદ્ધ પ્રમાણે ચિત્તથી કર્મ જુદું નથી એમ માનીએ તો કર્મનું વસ્તુપણું રહેતું નથી – તે અવસ્તુ ગણાય. કારણકે જે વસ્તુ જેનાથી જુદી નથી તે વસ્તુ તે રૂપ જ કહેવાય છે અને તેથી લોકમાં જે નથી તે વસ્તુ જરૂરી નથી એટલે આત્મા, તેનાથી – તે પોતે અવસ્તુ – કર્મથી બંધાય છે એવી પ્રતીતિ થતી નથી. જેમ પુરુષ અને બેડી તે જુદાજુદા સ્વભાવનાં છે તેમાં પુરુષ બધ્યમાન અને બેડી બંધન છે તે છતાં લોકમાં પુરુષ બેડીમાં પડ્યો' એવા વ્યવહારથી બોલાય છે – તેમ અહીં આત્માએ કર્મ બાંધ્યાં એમ કહેવાય – કર્મરૂપ આત્માએ કરી આત્મા બંધાયો એમ કહેવાતું નથી, તો બૌદ્ધમત પ્રમાણે કર્મ અને ચિત્ત એ બે જુદાં નથી એમ માનીએ તો સંસાર અને મોક્ષનો ભેદ પણ નહિ થાય, કારણકે માત્ર ચિત્તનું બંને ઠેકાણે વિશેષપણું નથી અર્થાત્ સરખાપણું છે, તેથી ચિત્ત ને કર્મ બે જુદી જ વસ્તુ છે. ૪. આત્મા કર્મનો ભોક્તા છે.
કોઈ એમ કહે કે જીવને કર્મનો કર્તા કહીએ તોપણ તે કર્મનો ભોક્તા જીવ નહિ ઠરે, કેમકે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય ?–ફળદાતા થાય ?
- જો ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોક્તાપણું સાધી શકીએ અર્થાત્ જીવને ઈશ્વર કર્મ ભોગવાવે તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય. પણ પરને ફળ દેવા રૂપ ઈશ્વર માનીએ તો તેનું ઈશ્વરપણું જ રહેતું નથી અને આવો ઈશ્વર જ્યારે સિદ્ધ ઠરતો નથી ત્યારે જગનો નિયમ પણ કોઈ સંભવે નહિ; અને જો તેવો નિયમ ન હોય તો પછી શુભ અથવા અશુભ કર્મનાં ભોગવવાનાં સ્થાનક પણ રહેતાં નથી. આ કારણે આત્માને કમેનું ભોસ્તૃત્વ રહેતું નથી.
આના ઉત્તરમાં જણાવવાનું કે જણાવી ગયા પ્રમાણે કર્મ બે પ્રકારનાં છે (૧) ભાવકર્મ (૨) દ્રવ્યકર્મ. આત્માને પોતાના સ્વરૂપની ભ્રાંતિ તે ભાવકર્મ છે અને તેથી આ ભાવકર્મ ચેતનરૂપ છે. આ ચેતના ભાવકર્મને અનુસરી જીવનું વીર્ય મ્હાયમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org