Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૪૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
પદ્રવ્ય દ્રવ્ય એટલે પદાર્થ. જે પોતાના સદ્ભાવ પર્યાયને–ગુણને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે તે દ્રવ્ય. જુદાંજુદાં દર્શનોએ દ્રવ્યના ભાગ જુદી જુદી રીતે પાડેલ છે, જ્યારે જૈનદર્શને તેના ૬ વિભાગ પાડેલ છે. તે કહીએ તે પહેલાં જૈન દર્શનમાં દ્રવ્યનાં લક્ષણ શું છે તે જોઈએ :
તેનાં લક્ષણો ત્રણ રીતે કથનમાત્ર ભેદે કહ્યાં છે : (૧) સત્ પદાર્થ (૨) ગુણ અને પર્યાય જેને છે તે પદાર્થ (૩) ગુણ સમૂહાત્મક – તે દ્રવ્ય. વસ્તુતઃ આ ત્રણે લક્ષણો એક જ અર્થને સૂચવે છે તે આ રીતે ?
સની વ્યાખ્યા એ છે કે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ જેને છે તે સતુ. પદાર્થની ઉત્પત્તિ, નાશ અને નિયત્વ હોવાના કારણે તે કથંચિત્ નિત્ય અનિત્ય છે. જેવી રીતે એક માટીનો ઘડો તૂટી જતાં જે ઠીકરાં રહે છે તેની ઉત્પત્તિ તે વખતે છે, અને તેની સાથે જ તે ઘડાનો નાશ છે, આ ઉત્પત્તિ અને નાશની બંને અવસ્થામાં તેનું ઉપાદાન કારણ જે માટી તે ધ્રૌવ્ય – નિત્યરૂપે રહે છે, તેવી જ રીતે સરૂપ વસ્તુ એટલે દ્રવ્યની ઉત્તરાવસ્થાની ઉત્પત્તિ તથા પૂર્વાવસ્થાનો નાશ થાય છે, તેની જ સાથે તે વસ્તુ સતુરૂપ હોવાથી સદૈવ નિત્ય રહ્યા કરે છે.
આમ એક અવસ્થાને છોડી બીજી અવસ્થાને પ્રાપ્ત થાય છે, પરંતુ અમુક મૂલ - વસ્તુગત અવસ્થા સદાકાલ નિત્ય રહે છે. હવે આ દ્રવ્યની બે અવસ્થા કરીએ : ૧. સહભાવી અને ૨. ક્રમભાવી. સહભાવી અવસ્થાને “ગુણ' કહેવામાં આવે છે, ક્રમભાવીને પર્યાય' (= ફેરફાર) કહેવામાં આવે છે. આથી ગુણપર્યાયવાપણું એ પણ દ્રવ્યનું લક્ષણ છે. જેવી રીતે ઘડો અને ઠીંકરાં એ બંને માટીના પર્યાય છે અને વસ્તુતઃ માટી જ છે – માટી સિવાયના જુદા પદાર્થ નથી, તેવી રીતે દ્રવ્યના પર્યાયો પણ તે દ્રવ્યના ગુણોના વિકાર જ છે – દ્રવ્યથી ભિન્ન પદાર્થ નથી, આ જ કારણને લઈને દ્રવ્યને ગુણોના સમુદાયવાળું પણ કહેલ છે.
સત્ પદાર્થને જ દ્રવ્ય કહેવામાં આવે છે, અને પદાર્થ સર્વથા નિત્ય નથી તેમજ સર્વથા અનિત્ય પણ નથી, કારણકે જો પદાર્થને સર્વથા નિત્ય માનીએ તો વસ્તુનો વિકાર થાય છે – એટલે તેની બીજી અવસ્થા થાય છે એ કારણથી તેમાં પ્રત્યક્ષ વિરોધ આવે છે. એટલે ‘પદાર્થને નિત્ય રૂપ જ માનીએ તો વિકાર – બીજી અવસ્થા ઉત્પન્ન ન થવી જોઈએ અને તેની ક્રિયા અવસ્થાના અભાવથી પ્રમાણ રહેશે નહીં તેમજ તેનું ફલ પણ નથી."
તેમજ વસ્તુને સર્વથા અનિત્ય માનવાથી શશશૃંગવત્ તે વસ્તુના અભાવનો પ્રસંગ આવશે – “નિશ્ચયે પદાર્થને ક્ષણિક-અનિત્ય જ માનવાથી પ્રત્યભાવક્રમ આદિનો અસંભવ છે અને ક્રમાદિ રહેશે નહિ, અને તે દ્રવ્યનું પ્રત્યભિજ્ઞાન (આ પદાર્થ કે જે પહેલો હતો તે એવું જ્ઞાન)નો અભાવ આવશે તેમ થયે કોઈ પણ કાર્યનો આરંભ ને તેનું ફલ થશે નહિ.” १. नित्यत्वैकांतपक्षेऽपि विक्रियानोपपद्यते । प्रागेव कारकाभावा : [कारकाभावात् (?)] क्व प्रमाणं
વર તનમ્ | [અહીં પ્રમાણ અને ફળની વાત છે.] ૨. ક્ષણિકાંતપક્ષેડપિ પ્રેત્યમવી સંમવ: પ્રત્યfમજ્ઞાનીમાવીત્ર કાર્યારંભ: ભૂત: બ્રમ્ ||
242242 al 241 2412 asults Plaid het Indestructibility of matter - (ડ) વસ્તુનું અવિનાશિત્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org