Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૪૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઈતિહાસ અને સિદ્ધાંતો
પછી પણ તેના તે જ રહે છે.
પૂર્વજન્મ – ઉપર કહ્યું તેમ પૂર્વજન્મ આત્માની નિત્યતા સિદ્ધ કરે છે. નિત્ય એટલે પૂર્વકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં હોવાપણું. તો હવે પૂર્વજન્મ સંબંધે જૈન દર્શન શું કહે છે તે કહીએ : પૂર્વજન્મના સ્મરણને “જાતિસ્મરણ (જાતિ-જન્મ. તેની સ્મૃતિ) એ નામ આપેલ છે અને જેન દર્શનમાં કહ્યું કે જાતિસ્મરણ બ્રહ્મચર્ય, તપ, સશાસ્ત્રાધ્યયન, વિદ્યામંત્રાદિ, સત્તીર્થસેવન, માતાપિતાની સમ્યક્ સેવા, આતુરને ઔષધદાન, દેવપ્રાસાદાદિનો ઉદ્ધાર – એટલાંથી થાય છે.
જેમ એક સ્થાનથી બીજે સ્થાન જવાય છે તેમ પરલોકથી આ લોકમાં આવવું થાય છે. અહીં એમ શંકા કરવામાં આવે કે એક સ્થાનથી અન્ય સ્થાને જતાં સ્મૃતિ રહે છે તેમ પૂર્વજન્મની સ્મૃતિ રહેતી નથી, તો કહેવાનું કે ઉન્માદ એટલે મોહ તથા ગ્રહ એને ભૂતાદિ સંનિવેશને લીધે જેમ સમગ્ર અનુભવની સ્મૃતિ વિશેષરૂપે રહેતી નથી, તેમજ સર્વને એક સ્થાનથી અન્ય સ્થાને જતાં રહેતી નથી. તે જ રીતે પુનર્જન્મ સંબંધે થાય છે. બાકી સામાન્ય રૂપે પૂર્વજન્મની સ્મૃતિ રહે છે. વારંવાર એટલે જન્મોજન્મ તેનો તે અભ્યાસ થવાથી પ્રાણીમાત્ર જન્મતાં વાર જ સ્તનપાનાદિ પ્રતિ આકાંક્ષા રાખે છે ને તેમાં આપોઆપ પ્રવૃત્ત જ થઈ જાય છે – એ પૂર્વજન્મના અનુભવની સ્મૃતિનું પ્રત્યક્ષ પ્રમાણ છે. આ હેતુ અસિદ્ધ પણ નથી, કારણકે દૂધ પાવાથી બાળક રોતું બંધ થાય છે. આકાંક્ષા જે પદાર્થનો પહેલો અનુભવ કર્યો હોય તેની જ થાય છે.
વળી કોઈ કહે કે સ્વપ્ન થયા પછી જાગ્રત અવસ્થામાં એમ સ્મરણ રહે છે કે અમુક સ્વપ્ન થયું હતું તેમ આ જન્મના અનુભવનું કારણ પૂર્વજન્મના અનુભવ છે એવું અનુસંધાન થતું નથી. તો તેનું સમાધાન એ છે કે જાગ્રતના અભ્યાસને લીધે સ્વપ્નમાં જે વૃત્તિ – જ્ઞાન થાય છે તે અમુક અનુભવની આ સ્મૃતિ છે એવી વિશિષ્ટ સ્મૃતિરૂપે સર્વદા જ્ઞાન રહેતું નથી. તેમ જાગ્રતમાં પણ સ્વપ્નાનુભવનું વિશિષ્ટ સ્મૃતિરૂપે સર્વદા જ્ઞાન થતું નથી, તો પુનર્જન્મના સંબંધમાં તેવું ક્યાંથી થાય ?
વળી અનેક મહાત્માઓને જાતિસ્મરણ જ્ઞાન થયેલ છે અને અદ્યાપિ પણ ક્વચિતુ. ક્વચિત્ થાય છે એવું સમાચારપત્રોથી આપણે જાણીએ છીએ. અથવા અનેક મનુષ્ય મરણ પામી ભૂતાદિક દેવયોનિમાં ઉત્પન્ન થાય છે અને તે પોતાને પૂર્વમનુષ્યભવમાંથી તે યોનિમાં ઉત્પન્ન થયેલ બતાવે છે. આ સંબંધે પણ અનેક લેખ સમાચારપત્રોમાં આવ્યા છે.
આ સર્વનું સમાધાન એ રીતે છે કે જીવ તેમજ અન્ય સર્વ દ્રવ્યોમાં અસ્તિત્વ નામનો એક સામાન્ય ગુણ છે. તે ગુણનું એ કાર્ય છે કે જે દ્રવ્ય છે તે હમેશાં છે છે ને છે અને હંમેશ રહેશે; અર્થાત્ સત્ (Existence)નો કદીપણ વિનાશ (nonexistence) થતો નથી. અને અસત્ (nonexistence) નો કદીપણ ઉત્પાદ (Existence) થતો નથી.
સંસારમાં જે પદાર્થોના ઉત્પાદ અને વિનાશ થતા જોવામાં આવે છે તે માત્ર અવસ્થાંતર છે અને તે જ દષ્ટિએ આત્મા પણ જુદાજુદા દેહધારી જુદાજુદા જીવ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org