________________
આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક)
૧૩૭
સંયોગથી જે નૂતન પદાર્થ બને તે પણ સજાતિ જ થાય, પણ વિજાતિ કદીપણ બને જ નહીં, તેમ સજાતિ એટલે જડ જાતિ એવાં જે પંચભૂતો તેમના અસરપરસ સંમેલનથી નૂતન પદાર્થ બને તે જડ જ બને, પણ ચૈતન્ય તો ત્રિકાલમાં પણ બની શકે નહિ, બની શક્યું નથી અને બની શકશે નહીં : અર્થાત્ જડદેહથી તેનો દ્રા જે આત્મા તે કેવલ ભિન્ન છે. શારીરિક અને માનસિક પ્રવૃત્તિ થઈ શકે છે તે ચૈતન્ય છે – તે જ આત્મા છે. એ આત્મા સૌ સૌની પાસે એટલે સૌ સૌ રૂપ જ છે એ સમજાવવા માટે ભૂલ બુદ્ધિને ઉપદેશવા શ્રી નાનકે કહ્યું છે કે :
કહત ગુરુ નાનક ગુરુ પ્રતાપસે, બોલી રહ્યો સો દુજો નહિ.” - એટલે જે શક્તિ વડે બોલી શકાય છે તે શક્તિ તે જ સ્વયં આત્મા છે.
આત્માનું બીજું નામ “ચૈતન્ય – ચેતનવાળો – જાણનાર છે. દેહ શું છે ? – દેહ છે તે જીવને માત્ર સંયોગસંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું કંઈ તે કારણ નથી, અથવા દેહ છે તે માત્ર સંયોગથી ઉત્પન્ન થયેલો એવો પદાર્થ છે. વળી તે જડ છે એટલે અચેતન છે – કોઈને જાણતો નથી, પોતાને જાણતો નથી તો પછી બીજાને શું જાણે ? વળી દેહ રૂપી છે, શૂલાદિ સ્વભાવવાળો છે, અને ચક્ષુનો વિષય છે, એ પ્રકારે દેહનું સ્વરૂપ છે. તો તે ચેતનનાં ઉત્પત્તિ અને લયને શી રીતે જાણે ? અર્થાત્ તે પોતાને જાણતો નથી તો ‘મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે' એમ શી રીતે જાણે ? અને “મારા છૂટી જવા પછી – નાશ થવા પછી આ ચેતન છૂટી જશે – નાશ પામશે’ એમ જડ એવો દેહ શી રીતે જાણે ? કેમકે જાણનારો પદાર્થ તો જાણનાર જ રહે છે, દેહ જાણનાર થઈ શકતો નથી, તો પણ ચેતનનાં ઉત્પત્તિ-લયનો અનુભવ કેને વશ છે એમ કહેવું ? દેહને વશ છે એમ કહેવાય એવું છે જ નહિ, કેમકે તે પ્રત્યક્ષ જડ છે, અને તેનું જડપણું જાણનારો એવો તેથી ભિન્ન બીજો પદાર્થ પણ સમજાય છે. જો કદી એમ કહીએ કે ચેતનનાં ઉત્પત્તિ, લય ચેતન જાણે છે તો તે વાત બોલતાં જ ચેતનનો સ્વીકાર થઈ ગયો.
દેહ રૂપી છે, જ્યારે આત્મા તેથી ભિન્ન સ્વભાવવાળો અરૂપી છે. શ્રી મહાવીરે કવિ પત્તા – અરૂપી એટલે નિરાકાર કહે છે અને તેથી જ તેને અમુકના જેવો છે એમ ઉપમા આપી શકાય તેમ નથી અર્થાત્ તે અનુપમ છે. ઉપમા એ તર્ક તથા વાણીનો વિષય છે તેથી તર્કો જ્યાં જતા નથી અને મતિ તેને ગ્રહણ કરી શકતી નથી એમ મહાવીરે જણાવેલ છે. આત્મા તેના શુદ્ધ સ્વરૂપમાં પરમાત્મા છે. તે વિભુ એટલે પિંડરૂપ બ્રહ્માંડમાં વ્યાપક, સત્ ચિદાનંદ, અરૂપ અને અદ્ભુત છે. એ આત્મસ્વરૂપ અનાદિ અનંત હોઈ શ્રત કહે છે કે તે આદિ મધ્ય અને અંતરહિત એક જ છે. તે આત્મા સકલ સુખનિધાન છે. સંક્ષેપમાં તે આત્મા સકલસુખનિધાન છે.
સકલ જ્ઞાન અને સકલક્રિયા એ જો આત્મા શું છે આ વિચાર માટે કરવામાં ૧. તદ નW T વિજ્ઞતિ મતિ તા હતા – આની સાથે સરખાવો ત્યમવ્યવતમનંતi - આત્મા અચિંત્ય, અવ્યક્ત અને અનંતરૂપ છે.
- અથર્વવેદ કૈવલ્યોપનિષદ્રની યુતિ. વાવ્ય વિમુત્યમસંઘનાઘેં – ભક્તામર સ્તોત્ર.
5
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org