Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૩૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
૫ લક્ષણ – ૧. શમ (ઉપશમ) – અપરાધી જીવનું પણ અહિત નહિ કરતાં બની શકે તો તેનું હિત જ કરવાનો પરિણામ. ૨. સંવેગ – મોક્ષસુખની જ અભિલાષા, ૩. નિર્વેદ - ભવવૈરાગ્ય, ૪. અનુકંપા – દુઃખીજનોને સહાય આપવાની – ઉદ્ધરવાની બુદ્ધિ, ૫. આસ્તિકતા – સર્વજ્ઞ કથિત તત્ત્વો પર પ્રતીતિ. આ સમ્યક્ત્વનાં લક્ષણ છે.
૬ યત્ના. (સંભ: 1) – કુદેવ કુગુરુને ૧. વંદન (હાથ જોડીને નમસ્કાર), ર. નમન (મસ્તક નમાડીને નમવું), ૩. ગૌરવભક્તિ (ઈષ્ટ અન્નાદિક આપી ભક્તિ દેખાડવી.), ૪. અનુપ્રદાન (વારંવાર તેવું દાન આપવું), અને તેની સાથે ૫. આલાપ (અણબોલાવ્યા વાતચીત કરવી), ૬. સંલાપ (વારંવાર વાતચીત કરવી) કરાય નહિ તે માટે સંભાળ રાખવી.
૬ આગાર (છૂટ) – સમ્યક્ત્વમાં હૃદયથી રહ્યા છતાં બાહ્યથી તેની વિરુદ્ધ આચરણ છ જાતનાં કારણ થાય તો કરવાની છૂટ આપેલી છે. ૧. રાજાભિયોગ - રાજાના હુકમથી ૨. ગણાભિયોગ – ઘણા લોકોના કહેવાથી ૩. બલાભિયોગ – ચોર પ્રમુખના ભયથી. ૪. દેવાભિયોગ – ક્ષેત્રપાલાદિ દેવોના કારણથી. ૫. ગુરુનિગ્રહ - માતપિતાદિ વડીલોના અતિ આગ્રહથી ૬. ભીષણ કાંતારવૃત્તિ – આજીવિકાનો અન્ય રસ્તો ન હોવાથી અન્યથા આચરવું પડે તો મિથ્યાત્વ ન લાગે.
૬ ભાવના ૧. સમ્યકત્વમૂલ ભાવના – સમ્યકત્વ એ ધર્મવૃક્ષનું મૂળ છે. ૨. સમ્યક્ત્વદ્વાર ભાવના – તે ધર્મનગરનું દ્વાર છે. ૩. સમ્યક્ત્વપીઠ ભાવના – તે ધર્મ મહેલનો પાયો છે. ૪. સમ્યક્ત્વ નિધાન ભાવના – તે સમસ્ત ગુણનું નિધાન છે. ૫. સમ્યત્વ આધાર ભાવના – તે સમસ્ત ગુણનો આધાર. ૬. સમ્યકત્વભાજન ભાવના - તે સમ્યકત્વ મૃત-શીલાદિક ધર્મનું ભાજન છે – આમ હૃદયમાં ભાવી સમ્યકત્વ ગુણનું માહામ્ય વિચારવું.
૬ સ્થાનક – ૧. આત્મા (ચેતના લક્ષણવંત) છે, ૨. આત્મા નિત્ય છે, ૩. આત્મા (કર્મનો) કર્તા છે, ૪. આત્મા (કર્મનો) ભોક્તા છે, ૫. મોક્ષ છે અને ૬. મોક્ષનો ઉપાય છે.
- આ છેલ્લાં છ સ્થાનકમાં આખો આત્મવાદ છે અને તે આ પછીના પ્રકરણમાં ઘણા વિસ્તારથી ચર્યો છે.
આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક)
[આ વિષયનું લેખકે કરેલું વિવરણ શ્રીમદ્ રાજચંદ્રના “આત્મસિદ્ધિશાસ્ત્રને આધારે કરવામાં આવ્યું છે.
આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ, છે ભોક્તા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.”
(કડી ૪૩) અને આગળ શ્રીમદ્ રાજચંદ્ર આ ક્રમે જ પદ્યબદ્ધ ચર્ચા કરી છે. શિષ્ય શંકા કરે છે અને ગુરુ એનું સમાધાન કરે છે.]
આત્માના અર્થને – સ્વરૂપને – પરમાર્થને સમજાવવા માટે શ્રમણ ભગવાન શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org