________________
આત્માને કર્મનો સંયોગ
કષાયના અલ્પત્વને લીધે પ્રદેશના પ્રમાણમાં સ્થિતિ અને રસબંધ હોતો નથી.
કેટલાક ઊલટા એવા મનુષ્યો હોય છે કે યુક્તિથી આડંબર શમી આંતિરક લાલસાઓ ક્રોધ, માન, માયા અને લોભથી મિશ્રિત રાખી વ્યવહાર ચલાવે છે કે તેના અંતરની ખબર પડતી નથી અને તક આવ્યે ભયંકર નીવડે છે – શાણા બગલાની માફક ઉપરથી સંયમવાળા ભાવિક લાગે છે. આવામાં યોગવૃત્તિનું અલ્પત્વ હોય છે. ને તેથી બીજાનું – લોકનું માન મેળવે છે, પરંતુ કષાયનું બાહુલ્ય હોય છે. કર્મ જડ હોવાથી આત્માને કેમ ફળ આપી શકે ?
કર્મને કેવું ફળ આપવું એનું જ્ઞાન તે જડ હોવાથી તેને હોતું નથી. તો તે તેની યથાયોગ્ય પ્રકૃતિ પ્રમાણે કેવી રીતે પરિણમી શકે ?
આ શંકાનો ઉત્તર આ રીતે છે ઃ જડ કર્મને તેવા પ્રકારનું કશું જ જ્ઞાન હોતું નથી, પરંતુ કર્મની ફળગર્ભિતા આત્માની શક્તિ વડે જ બની આવે છે. આત્માના કષાયભાવ વડે જ તે શક્તિ જડ કર્મપરમાણુમાં ઊપજેલી હોય છે. વાસ્તવમાં કર્મોની ફળશક્તિ એ આત્માની પોતાની જ શક્તિ છે. સર્પનું વિષ જેને રોમેરોમ ચડેલું છે તે મનુષ્ય પર કોઈ મંત્રસિદ્ધ મંત્રેલી કાંકરીથી વિષને ઉતારી નાંખે ત્યાં જેમ કાંકરીમાં કશું જ બળ નથી, પણ તે કાંકરીમાં આરોપાયેલા મંત્રીના આત્માના સામર્થ્યનો જ પ્રભાવ છે, તેમ અહીં પણ કર્મમાં વસ્તુતઃ કશું બળ નથી, પણ તેમાં આરોપાયેલા આત્માના રાગદ્વેષનું જ બળ છે. રાગદ્વેષ એ આત્મામાંથી પ્રકટેલું એક સામર્થ્યવિશેષ છે અને તેથી ગર્ભિત થયેલ કર્મવર્ગણા ફળ આપવા સમર્થ થાય છે. જ્યારે કર્મપ્રકૃતિ તેનું વિશિષ્ટ ફળ આપી રહે છે ત્યારે તે જડપિંડ કાર્યણ શરીરની સાથે ઘણીવાર અગાઉના જેવું જ જોડાયેલું રહે છે, છતાં તે કશી હાનિ કે લાભ કરી શકતું નથી કારણકે ફળ આપ્યા પછી તેનું પાણી બળ ઊતરી ગયું હોય છે.
૧૨૫
કર્મને પરિણમાવનાર પણ કોઈ જરૂરી શક્તિ હોતી નથી, પણ જે વખતે તે કર્મ આત્મા સાથે બંધાય છે તે કાળે જ ક્યારે, કેવી રીતે, કેવું અને કેટલું ફળ આપવું તે બધા નિયમોનો નિશ્ચય થયેલો જ હોય છે. શરીરમાં અન્નનો જથ્થો મોકલ્યા પછી તેમાંથી પોષક દ્રવ્ય છૂટું પાડવા માટે બીજી શક્તિ મોકલવાની જરૂર રહેતી નથી, પણ બધું નિયમાનુસાર સ્વયં જ બની આવે છે. જેમ કેટલાંએક ઔષધોમાં પોતે જડ હોવા છતાં તેની અસર ઘણીવાર જિંદગી સુધી ચાલે છે; વળી જેમ કેટલાંકમાં લોહી સુધારવાનો, જ્ઞાનતંતુ બળવાન કરવાનો વગેરે વિવિધ પ્રકૃતિઓના ગુણો હોય છે, તેમ કેટલાંક કર્મોનો ઉદય આખી જિંદગી સુધી નભનાર હોય છે અને તેની વિવિધ પ્રકૃતિ અનુસાર ફળ આવ્યે જાય છે.
કર્મની ફલોદય પહેલાંની સ્થિતિ
આત્માના યોગ અને કષાયભાવથી આકર્ષાયેલો દ્રવ્યકર્મનો સમૂહ તેના ઉદયકાળપર્યંત – ફલાભિમુખ થયા પહેલાં એટલે અનુદયાવસ્થામાં આત્માની સાથે એક ક્ષેત્રાવગાહપણે રહે છે. તે અનુદયાવસ્થામાં કર્મ ‘સત્તામાં (in potential state) રહે છે – અર્થાત્ તેટલો કાળ તે ફળ આપવાને તત્પર થયાં હોતાં નથી – તેની ‘શક્તિ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org