________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
સ્થાન સુધી છે અને ત્યાં સુધી અશુભ યોગ વડે પાપાસવ' હોવાનું જૈન શાસ્ત્રમાં કહ્યું છે. આ કષાય વડે આત્મા પ્રત્યેક સમયે આયુષ્યકર્મ સિવાયનાં સાતે કર્મોનું ગ્રહણ કરે છે. આયુષ્નો બંધ આખા ભવમાં એક જ વાર થાય છે, અને જ્યારે તે થાય છે ત્યારે તે આખી જિંદગીના સેવેલા શુભાશુભ ભાવોના તારતમ્ય અનુસાર બંધાય છે. કષાયના બહુત્વથી પાપપ્રકૃતિની સ્થિતિનો બંધ ઘણો થાય છે તેથી દેવ તથા મનુષ્ય સંબંધી આયુની સ્થિતિ અલ્પ બંધાય છે, જ્યારે તેના અલ્પત્વથી લાંબી બંધાય છે. ઘાતી કર્મની સર્વપ્રકૃતિમાં અને અઘાતી કર્મની પાપપ્રકૃતિમાં કષાયના અલ્પત્વથી અનુભાગબંધ અલ્પ અને બહુત્વથી ઘણો થાય છે; તે જ પ્રમાણે પુણ્ય પ્રકૃતિનો અનુભાગબંધ કષાયની મંદતાથી વધે અને બહુત્વથી ન્યૂન થાય છે. આ પ્રકારે કષાયથી સ્થિતિ અને અનુભાગબંધનું સ્વરૂપ નિયમાય છે.
યોગ અને કષાય અને તે બંનેથી કર્મ પર નિયામકતા
યોગનું અતિ ચાંચલ્ય અને કષાયનું અલ્પત્વ જ્યાં હોય ત્યાં સ્થિતિ અને અનુભાગબંધ ન્યૂન હોય છે, પણ યોગ વડે ઉપાર્જન થયેલી કર્મપ્રકૃતિનો પ્રદેશ ઘણો વિસ્તારવાળો હોય છે, કેમકે પ્રદેશનો નિયામક યોગ છે. જેવી રીતે ભયાનક રીતે તૂટી પડવાની અણી પર દેખાતાં જળભર વાદળાંઓ ઘણા પ્રસંગે થોડીવાર ઝરમર ઝરમર છાંટા નાંખી વીખરાઈ જાય છે; ત્યાં પ્રદેશ વિસ્તારવાળો છતાં ફળ અલ્પ જોવામાં આવે છે; શરીર સંબંધી વેદનીય પ્રસંગોમાં અનેક વખતે એવું બને છે કે શીળીનાં ચાઠાં આખા શરીરે ઊઠી નીકળે છે એટલે વેદનીય પ્રકૃતિનો પ્રદેશ-વિસ્તાર આખા શરીર ઉપર બહોળો જોવામાં આવે છે પણ તેની સ્થિતિ અલ્પ હોય છે અને વેદનીયની અતિ મંદતા અર્થાત્ અનુભાગબંધ અલ્પ હોય છે. આવા પ્રસંગે એમ સમજવાનું છે કે તે પ્રકારનું કર્મ ઉપાર્જતી વખતે માત્ર અશુભ યોગના ચાંચલ્યનું બહુત્વ અને કષાયનું અલ્પત્વ હોવું જોઈએ.
૧૨૪
અને જ્યાં કષાયનું બહુલપણું અને યોગનું અલ્પત્વ હોય છે ત્યાં ફળદાનશક્તિ અને સ્થિતિનું તારતમ્ય અધિક હોય છે. એક નાની સરખી ફોલ્લી ઘણીવાર આખા શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન કરે છે અને અનૈક ઉપચાર કરવા છતાં મટતી નથી. અહીં પ્રદેશબંધનું અલ્પત્વ છતાં કપાયની અધિકતાના બળે અનુભાગ અને સ્થિતિ વિશેષ હોય છે.
આ વાત વિશેષ સ્પષ્ટ કરવા બીજાં દૃષ્ટાંત લઈએ. ઘણા મનુષ્યો રાતદિન મનમાં ને મનમાં તર્કવિતર્કના તાંતણા વણતા અને વિખેરતા હોય છે અને સહેજસાજ પ્રસંગમાં બહુ બોલી બાળવાની ટેવવાળા હોય છે, તેમજ બેચેનીને લીધે તથા ગમ્મત ખાતર ઘડીવાર જંપીને ન બેસતાં અહીંથી તહીં ભટક્યાં કરે છે. આવા મનુષ્યોમાં મન, વચન અને શરીરના યોગનું ચાંચલ્ય ઘણું જોવામાં આવે છે, પણ તે યોગમાં કપાયનું બહુત્વ હોતું નથી. તેઓ બિચારા ભોળાભાવે અહોનિશ યોગપ્રવૃત્તિ કર્યા કરતા હોય છે, છતાં ત્યાં તેમનો બહુ રાગભાવ હોતો નથી. માત્ર પ્રમાદ, અનુપયોગ અને અસંયમીપણાને લીધે તેમનું મન જૂના ચીલાઓમાં ચાલે છે. આવામાં કર્મપ્રકૃતિ ઉપાર્જવાની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org