Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આત્માને કર્મનો સંયોગ
પ્રવૃત્તિ એ શુભોપયોગ છે, અને તેથી વિરુદ્ધ ઉપયોગ તે અશુભોપયોગ છે. આત્મા-અનાત્માનો વિવેક થયા વિનાની ગમે તેવી શુભાશુભ યોગ પ્રવૃત્તિ એ ઘાતી કર્મના બંધરૂપ જ હોય છે, અને અઘાતી કર્મમાં શુભોપયોગ વડે શાતાવેદનીય આદિ પુણ્ય પ્રકૃતિ, અને અશુભોપયોગ વડે અશાતાવેદનીય આદિ પાપપ્રકૃતિનું ઉપાર્જન થાય છે. શુભ અને અશુભની જ્યાં મિશ્ર યોગપ્રવૃત્તિ હોય છે ત્યાં કેટલાક પુદ્ગલ અંશ પુણ્ય પ્રકૃતિરૂપ અને કેટલાક પાપપ્રકૃતિ રૂપ પરિણમે છે. જે મહાભાગ પુરુષોને આત્મા-અનાત્માની ખ્યાતિ અર્થાત્ વિવેક – ‘આત્મખ્યાતિ’ વર્તે છે તેમને ઘાતીકર્મનું ઉપાર્જન બહુ ન્યૂન હોવું સંભવે છે.
કષાય : તેથી સ્થિતિબંધ અને અનુભાગબંધ
હવે કર્મની ફળદાયી શક્તિના સંબંધે કયા હેતુ પ્રવર્તે છે તે જોઈએ. કર્મો કેટલા કાળ સુધી ટકશે એટલે સ્થિતિબંધ અને કેવું તીવ્ર અથવા મંદ ફળ આપશે એટલે અનુભાગબંધ – તેનો આધાર આત્માના કષાયભાવ ઉપર રહેલો છે.
૧૨૩
‘કષાય’ એટલે મોહના ઉદયથી ક્રોધાદિક મિથ્યાત્વભાવ ઉપસ્થિત થવો તે; અથવા આત્માના સ્વરૂપજ્ઞાન રૂપ સમ્યક્ત્વનો અને સ્વરૂપાચરણરૂપ દેશચારિત્ર, સકલ ચારિત્ર અને યથાખ્યાત ચારિત્રનો રોધ કરે તે. ટૂંકામાં એવી વ્યાખ્યા તેની થઈ શકે કે ક્રોધ, માન, માયા અને લોભરૂપ આત્માના વિભાવ પરિણામો.
હવે પ્રકૃતિબંધ અને અનુભાગબંધમાં સૂક્ષ્મ ફેર જોઈએ. પ્રકૃતિબંધનો કાર્યપ્રદેશ માત્ર કર્મવર્ગણાને આત્માની સાથે યોજવાનો છે, જ્યારે અનુભાગબંધનું કાર્ય એ કાર્યણ સ્કંધોમાં રહેલી ફળદાનશક્તિને વિસ્તારવાનું અને તે મુજબ આત્માને શુભાશુભ રસાસ્વાદ કરાવવાનું છે. જ્યારે આત્મા કષાયરહિતપણે માત્ર યોગથી જ કોઈ કાર્યનું સેવન કરે છે ત્યારે સ્થિતિ અને અનુભાગબંધને ત્યાં અવકાશ રહેતો નથી તેથી યોગમાત્રથી ઉપાર્જન કરેલી પ્રકૃતિ અને પ્રદેશબંધ માત્ર શાતાવેદનીય કર્મ ગ્રહણ કરે છે. પણ જ્યારે તે યોગ કષાય વડે અનુરંજિત થયેલા હોય ત્યારે અનેક પ્રકૃતિઓનો બંધ વિવિધ અનુભાગ રસ અને સ્થિતિ સહિત થયા વિના રહેતો નથી.
આત્મા સાથે બંધાયેલી કર્મપ્રકૃતિ જ્યાં સુધી ફળ આપવાને તત્પર થતી નથી ત્યાં સુધીના કાળને ‘આબાધા કાળ’ કહે છે; અને તે અનુદય કાળમાં તે કર્મપ્રકૃતિમાં આત્મા પોતાની સ્વસત્તા વડે ‘અપકર્ષણ’ (ન્યૂનતા), ‘ઉત્કર્ષણ’ (આધિક્ય), ‘સંક્રમણ’ (સજાતીય એક ભેદ મટી અન્ય ભેદરૂપ થવું) કે ‘ઉદયાભાવી ક્ષય' (ફળ આપ્યા વિના કર્મનું છૂટી જવું) કરી શકે છે; પણ એકવાર જ્યારે તે કર્મ ફળ આપવાને ઉદયમાન થાય છે ત્યારે તે પોતાનું સંપૂર્ણ ફળ તેની નિયત ‘સ્થિતિ’ અને ‘અનુભાગ સહિત આપ્યા વિના રહેતું નથી; અને તે સ્થિતિ પૂરી થતાં સુધી પ્રતિસમય તેને પ્રકૃતિનો ઉદય આવ્યા જ કરે છે.
રસ’
આત્મા તેની સાંપ્રત સ્થિતિમાં કષાયભાવ વિના એક સમય પણ રહી શકતો નથી - તે ‘કષાયાત્મા' છે; જો એક સમય પણ તે જો તદ્દન અકષાયી થાય તો તે જ ક્ષણે, કૈવલ્ય' પ્રાપ્ત થાય. વ્યક્ત કે અવ્યક્ત કષાયભાવ દશમા ‘ઉપશાંત’ ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org