Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આત્માને કર્મનો સંયોગ
પરમાણુઓના સ્પર્શ, વર્ણ, રસ, ગંધ પુદ્ગલનો સ્વભાવગુણ પર્યાય છે અને સમૂહાત્મક પરમાણુઓના સ્કંધમાં વર્તતા સ્પર્શ, વર્ણ, ગંધ, રસને વિભાવગુણપર્યાય કહેલ છે.
આત્મા તેની વિભાવદશામાં કર્મનું ગ્રહણ કરે તો તેમ કરવામાં તેનો નિત્ય સ્વભાવ છે એમ ઠરતું નથી. કર્મ ગ્રહણીય દ્રવ્ય છે, આત્મા ગ્રહનાર છે. ઉભય ભિન્ન છે તેથી આત્માનું કર્યગ્રહણ તે તેનો સ્વભાવ થઈ શકે નહીં. આત્મા સાથે કર્મના બંધનું નિયામક ધનકુટુંબાદિક બાહ્ય સામગ્રી નથી, પરંતુ તે-તે સામગ્રીમાં રહેલી મમત્વ ભાવના જ છે આ રાગદ્વેષરૂપ પરિણતિથી આત્મા કર્મવર્ગણાને ખેંચે છે.
૧૨૧
સ્ત્રી આદિ સામગ્રીને તજવાનું જે કહેલ છે તેમાં તે સામગ્રી તજવાથી લાભ નથી, પણ તેથી એમ માનવાનું છે કે તેમાં મમત્વભાવના આસક્તિ તજવાની છે.
કર્મના ત્રણ ભેદ
ભાવક, દ્રવ્યકર્મ અને નોકર્મ. ભાવકર્મ એ આત્માના રાગદ્વેષરૂપ પરિણામ છે, દ્રવ્યકર્મ એ પુદ્ગલનો વિકાર છે અને તે રાગદ્વેષરૂપ ભાવ વડે આકર્ષાઈ આત્મા સાથે એક ક્ષેત્રાવગાહ બની જાય છે, અને નોકર્મ તે ઉક્ત બંને કર્મની આધારભૂમિ છે. જૈનકિવ બનારસીદાસજી કહે છે કે :
જ્ઞાનરૂપ ભગવાન શિવ, ભાવકર્મ ચિત્તભર્મ દ્રવ્ય કર્મ તન કારમણ, યહ શરી૨ નોકર્મ.
જ્ઞાનથી અભિન્નભાવે વર્તતું એવું શ્રી પ્રભુનું સ્વરૂપ છે. ચિત્તનો ભ્રમ વિભાવદા એ ભાવકર્મ છે. કાર્યણશરીર – કર્મના પરમાણુઓનો સમૂહ એ દ્રવ્ય કર્મ છે અને આ શરીર એ નોકર્મ છે. નોકર્મમાં નોનો અર્થ ઇષત્ – સહાયકારી અર્થ થાય છે. જે દ્રવ્ય ભાવકર્મના પરિણમનમાં ઉપકારક થાય છે તે નોકર્મ. જેમ ઈંદ્રિયોના પ્રવર્તનમાં મન ઉપકારક હોવાથી મનને નોઈદ્રિય - છઠી ઇંદ્રિય' તરીકે સ્વીકારાય છે તેમજ શરીરને કર્મપ્રવર્તનમાં ઉપકારક સમજી તેને નોકર્મ સ્વીકારેલું છે. શરીર અને મન એ, નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું છે અને તેની ચેષ્ટાના નિમિત્તથી આત્મપ્રદેશમાં ચાંચલ્ય ઉપસ્થિત થાય છે.
યોગ
શરીર અને મન એ એક ક્ષેત્રત્યાપી હોવાથી તે બેમાંથી એકમાં ચાંચલ્ય પ્રકટ થતાં આત્મામાં તે પ્રતિધ્વનિત થાય છે. અને તે પ્રકંપ અથવા આંદોલન વડે કર્મપુદ્ગલો (?) આત્મા પ્રતિ આકર્ષાય છે. આ વ્યતિકરને મનવચન કાયાના
વ્યાપારને જૈન પરિભાષામાં ‘યોગપ્રવૃત્તિ’ કહેવામાં આવે છે.
કોઈપણ કપાય રહિત મન અને શરીરના ચાંચલ્ય વડે આત્મામાં ઉપસ્થિત સ્ફુરણ એ સામાન્યતઃ યોગ છે.
Jain Education International
૧. બૌદ્ધો પડાયતનમાં પાંચ ઇંદ્રિય અને છઠ્ઠું મન માને છે.
૨. યોગનો અથ બીજાઓ આત્માને પરમાત્મા સાથે અનુસંધાન રૂપ સમાધિ કરે છે તે જૈનોની યોગપ્રવૃત્તિ’નો નથી; જૈનોએ તે સમાધિનો અથ પણ (પછીથી ?) સ્વીકારી તે પર ‘ધોગબિંદુ’ આદિ અનેક ગ્રંથો લખાયા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org