Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
એકાંત હેતુરૂપ નથી, તેમજ (૨) આત્માનો અવ્યક્ત કર્માવિરત અંશ છે તે પણ કર્મને આકર્ષવા અશક્ત છે, કારણકે જેનું જ્ઞાન-દર્શન-વીર્ય કર્મના પ્રાબલ્યથી અભાવરૂપે છે તે અભાવસ્વરૂપ દ્રવ્ય અન્યના કારણભૂત કેમ સંભવી શકે ? (૩) વળી કર્મને ખેંચનાર કર્મ પણ નથી કારણકે કર્મ એ પૌદ્ગલિક દ્રવ્ય છે અને પુદ્ગલ વડે આકર્ષાયેલું કર્મ જો આત્માના સુખદુઃખાદિના હેતુરૂપ હોય એમ માનીએ તો અકૃતાગમનો દોષ આવે. ત્યારે હવે –
કર્મને આકર્ષનાર કોણ ?
૧૨૦
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય એ જે ચાર ઘાતીકર્મ કહ્યાં તેના નિમિત્તથી ઉપસ્થિત થતા ભાવ વડે જીવ દ્રવ્યકર્મને આકર્ષે છે. મોહનીય કર્મના નિમિત્ત વડે થતાં મિથ્યાત્વ, કષાય ભાવ એ જીવના અસ્તિત્વથી ભિન્ન નથી પણ જીવના જ પરિણામવિશેષ છે એટલે જીવ પોતે જ તે પરિણામનો કર્તા છે. કર્તા (Efficient Cause) અને કર્મ (Effect) એ ઉભય જીવમાં જ સમાયેલાં છે, પરંતુ તે વિભાવપરિણમન જીવનો સ્વભાવ નથી. કર્મગ્રહણ તો ઔપાધિક ભાવે છે. જ્યારે જીવ પરભાવમાં વર્તે છે ત્યારે તે કર્મનો કર્તા છે.
વેદાંતાદિ દર્શન આત્માને શુદ્ધ-બુદ્ધ-અકર્તા-અભોક્તા માને છે તેનું સર્વ અંશે ગ્રહણ જૈન સિદ્ધાંત કરતું નથી, કારણકે તેમ કરતાં વિરોધ આવે. સર્વ શાસ્ત્રોની પ્રવૃત્તિ દુઃખના આત્યંતિક ક્ષય અર્થે છે અને જ્યાં સુધી જ્ઞાન થાય નહીં ત્યાં સુધી તે દુઃખનો સર્વથા ક્ષય થાય નહીં એવો સર્વ દર્શનોનો એક મત છે. હવે જો દુઃખ જ ન હોય તો પછી તેની નિવૃત્તિના ઉપાયો કયા હેતુઓ અર્થે હોય ? આત્મા કર્મનો કર્તા છે અને દુઃખ એ કર્મનું ફળ છે એ માન્યા સિવાય ચાલે તેમ નથી, પરંતુ તેથી આત્માનો કર્મકર્તૃત્વ સ્વભાવ ઠરતો નથી. આત્માનું કર્મકર્તૃત્વ ઔપાધિક ભાવે છે – સ્વાભાવિક ભાવે નહિ. જ્વરપીડિત ઓસડ ગ્રહણ કરે તે માટે તેનો સ્વભાવ ઓસડ ગ્રહવાનો છે એમ ઠરતું નથી. તે તેનો ત્યાગ પણ ઇચ્છા થતાં કરી શકે છે. આત્માનું કર્મગ્રહણ મોહનીયાદિ કર્મના રાગદ્વેષરૂપ પરિણતિથી નિમિત્તથી છે, તે નિમિત્ત દૂર થતાં અથવા તો તે નિમિત્તની સત્તાનો પરાજય કરવાથી તે કર્મગ્રહણનો અભાવ થઈ જાય છે. સ્વભાવ અને વિભાવ
જીવ અને પુદ્ગલ એ બંને દ્રવ્ય અને તેના ગુણોની જૈન શાસ્ત્રકારે બે પ્રકારે ઘટના કરી છે : ૧. સ્વભાવ પર્યાય ૨. વિભાવ પર્યાય. પર્યાયનો અર્થ આકાર અથવા એક સ્થિતિવિશેષ થાય છે. દ્રવ્ય જે રૂપે હોય છે તેમાં બીજું દ્રવ્ય નિમિત્તભૂત ન હોય તો તે દ્રવ્યનો ‘સ્વભાવપર્યાય' ગણાય છે; અન્ય દ્રવ્યની સહાય અથવા નિમિત્ત હોય તો તે ‘વિભાવપર્યાય’ લેખાય છે. કૈવલ્ય-જ્ઞાન (સંપૂર્ણ જ્ઞાન) એ આત્માનો સ્વભાવગુણ
પર્યાય છે, અને તેથી ઊતરતાં મતિ-શ્રુત-અવધિ આદિ નૈમિત્તિક જ્ઞાન આત્માનો વિભાવગુણ-પર્યાય છે. તેવી જ રીતે જડ પદાર્થોમાં પુદ્ગલના અંતિમ - અવિભાજ્ય
૧. અકૃતાગમદોષ જેણે જે કર્યું નથી તેનું ફળ તેને આવે તે. કમનું ખેંચેલું કર્મ આત્માને ફળ આપી શકે તો તે દોષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org