________________
૧૧૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
દર્શનાવરણીય. નિદ્રા ચૈતન્યને સર્વપ્રકારે અતિકુત્સિત કરે, સામાન્ય ગ્રહણરૂપ દર્શન ઉપયોગમાં વિદન કરે તે. નિદ્રા પાંચ પ્રકારની છે. અને કર્મપ્રકૃતિનાં નામ પણ તે જ છે. (૧) નિદ્રા – જેમાં ચપટી બજાવતાં નિદ્રા લેનાર જાગી ઊઠે એવી સુખપ્રતિબોધ તે. (૨) નિદ્રાનિદ્રા – જેમાં બહુ જ હલાવવાથી, કપડાં ખેંચવાથી નિદ્રા લેનાર જાગે - જેથી અતિશય નિદ્રા આવે તે, (૩) પ્રચલા – બેઠાંબેઠાં તથા ઊભાં ઊભાં જીવને જે નિદ્રા આવે તે. (૪) પ્રચલા પ્રચલા – ચાલતાં ચાલતાં જીવને નિદ્રા આવે તે. (૫)
ત્યાદ્ધિ – જેનાથી ઋદ્ધિ એટલે આત્મશક્તિ ત્યાના એટલે પિંડીભૂત થઈ છે તે. આ નિદ્રામાં જીવ કેટલાંક કાર્ય પણ કરે છે, પરંતુ કાર્યનું તેને ભાન રહેતું નથી. આ પાંચ નિદ્રા જે કર્મના ઉદયથી આવે તેને પણ તે જ નામ આપેલાં છે.
૩. મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ : તત્ત્વાર્થ શ્રદ્ધાનને જે વિપરીત કરે, આત્માને જે મોહમાં નાંખે – મૂંઝવે તે મોહનીય કર્મ છે. તેના મુખ્ય બે ભેદ છે. (૧) મિથ્યાત્વ મોહનીય અને (૨) ચારિત્ર મોહનીય. ૧-૩. (૧) મિથ્યાત્વ મોહનીયના ત્રણ પ્રકાર છે. સમ્યત્વ મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીય. ૪-૨૮. (૨) ચારિત્ર મોહનીયના ૫ પ્રકાર છે. તેમાં ૧૬ કષાય મોહનીય પ્રકૃતિ છે અને ૯ નોકષાય છે. એ કષાયમોહનીય ૧૬ જાતના આ પ્રકારે છે : ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે, એટલે (કધુ સંસાર અને આય-લાભ) જેથી સંસારનો લાભ થાય છે તે. તે દરેક ચાર જાતનાં છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાતી, પ્રત્યાખ્યાતી અને સંજ્વલન એ રીતે ૧૬ ભેદ થયા. જે ક્રોધાદિ અનંત સંસારનાં મૂળ કારણ છે તથા જેનો અનંતભવાનુબંધી સ્વભાવ છે. જેનો સ્વભાવ પથ્થરની રેખા સમાન છે એટલે જેની સાથે ક્લેશ થાય તેની સાથે તે જ્યાં સુધી જીવે ત્યાં સુધી રોષ છોડે નહીં – તે અનંતાનુબંધી ક્રોધ. તેવી જ રીતે પથ્થરી થંભની પેઠે જે માન નમે નહિ, તથા જે માયા વાંસની જડ સમાન કદાપિ સરલ ન હોય, તથા જે લોભ કૃમિના રંગ સમાન કદાપિ દૂર ન થાય એવા જે ક્રોધ, માન, માયા અને લોભયુક્ત પરિણામ તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ છે. જેના ઉદયથી થોડું પણ પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) થતું નથી તે અપ્રત્યાખ્યાની; જેના ઉદયથી સર્વવિરતિપણું – સાધુવ્રતનું પ્રત્યાખ્યાન લેવાય નહીં તે પ્રત્યાખ્યાની, અને જેના ઉદયથી કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાય તે સંજવલન.
૯ નોકષાય – નો એટલે સહકારી. કષાયને જે સહકારી છે તે નોકષાય – ૧. સ્ત્રીવેદ – જેથી પુરષ ભોગવવાની પ્રબળ ઈચ્છા થાય ૨. પુરુષવેદ – જેથી સ્ત્રી ભોગવવાની ઈચ્છા થાય, ૩. નપુંસક વેદ – જેથી પુરુષ અને સ્ત્રી બંનેને ભોગવવાની ઈચ્છા થાય. ૪. હાસ્ય - જેથી હસવું આવે, ૫. રતિ – જેથી રમણીય વસ્તુઓમાં જીવ રમે – ખુશી થાય. ૬. અરતિ – જેનાથી રતિથી વિપરીતપણું થાય, ૭. શોક – જેથી પ્રિયવિયોગાદિથી વિકલ મન, ગ્લાનિ, કંદન, શોક થાય. ૮. જ્ય – જેથી બીક લાગે. ૯ જુગુપ્સા – દુર્ગછા – જેથી મલિનાદિ વસ્તુ દેખવાથી નાક ચઢે તે.
૪. અંતરાય કર્મની ૫ પ્રકૃતિ : (૧) જેના ઉદયથી આપવાની વસ્તુ પણ છે, ગુણવાન પાત્ર પણ છે, દાનનું ફલ પણ આપનાર જાણે છે, છતાં દાન કરી શકતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org