Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આત્માને કર્મનો સંયોગ
૧૧૯
નથી તે કર્મ – દાનમાં અંતરાય-વિદનરૂપ તે દાનાંતરાય (૨) જેના ઉદયથી દેવાયોગ્ય વસ્તુ પણ છે, દાતાર પણ બહુ જ પ્રસિદ્ધ છે, માગનાર પણ માગવામાં અત્યંત કુશલ છે છતાંયે માગનારને કાંઈપણ મળે નહિ તે લાભાંતરાય. (૩) જેના ઉદયથી એકવાર ભોગવવા યોગ્ય – ભોગ્ય વસ્તુ – આહારાદિ વિદ્યમાન છે પણ જીવથી ભોગવાય નહિ તે ભોગાંતરાય (૪) જેના ઉદયથી વારંવાર ભોગવવા યોગ્ય – ઉપભોગ્ય વસ્તુઓ જેવી કે શય્યા, વસ્ત્રાદિ વિદ્યમાન હોવા છતાં ભોગવાય નહીં તે ઉપભોગવંતરાય અને (૫) જેના ઉદયથી યુવાન રોગરહિત, પુષ્ટાંગ તથા બલવાન પોતે હોવા છતાં પણ પોતાની શક્તિનો ઉપયોગ ન થઈ શકે તે વીઆંતરાય.
પ. નામકર્મની પ્રકૃતિઓ ઘણી છે. ઉત્કૃષ્ટ ૧૦૩ છે. તે સર્વ અહીં જણાવતાં વિશેષ વિસ્તાર થાય તેથી અત્ર ઉપયોગી જે છે તે જ જણાવીશું. જેના ઉદયથી નરકાદિ જાતિ, ઢીદ્રિયાદિ જાતિ, શરીર, અંગોપાંગ, સંહનન (શરીરનું બંધારણ), સંસ્થાન (શરીરના અંગોપાંગનું બંધારણ - આકૃતિવિશેષ), વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ જે પ્રાપ્ત થાય એ નામથી જુદીજુદી પ્રકૃતિઓ છે.
૬. ગોત્રકર્મની ૨ પ્રકૃતિ : ૧. ઉચ્ચ ગોત્ર કે જેથી ઉચ્ચ ગોત્ર પમાય, અને ૨. નીચ ગોત્ર કે જેથી નીચ ગોત્ર પમાય છે.
૭. આયુષની ૪ પ્રકૃતિ : ૪ ગતિ પ્રમાણે : ૧. નરકાયુ, ૨. તિર્યંચાયુ, ૩. દેવાયુ અને ૪. મનુષ્ય આયુ.
૮. વેદનીયની ૨ પ્રકૃતિ ઃ ૧. સાતા વેદનીય સિાતવેદનીય અથવા સંઘ જેથી જીવ સુખ ભોગવે છે, ૨. અશાતા વેદનીય – અસાતવેદનીય અથવા અસહ્ય જેના ઉદયથી જીવ દુઃખ ભોગવે છે. આત્માને કર્મનું આવરણ
જેમ સૂર્ય વાદળાંથી ઢંકાયેલો હોય છે તેમ આત્મા કર્મથી ઢંકાયેલો છે. આ દષ્ટાંત એકદેશીય છે, કારણકે સૂર્યનો માત્ર બાહ્ય પટ - સપાટી મેઘથી આચ્છાદિત હોય છે, પણ આત્માને તો પોતાના સર્વ પ્રદેશો કર્મવર્ગણાથી ગૂંથાયેલા છે. માત્ર નાભિ આગળના આઠ રૂચક પ્રદેશો જ નિલેપ છે. જો તેટલા પ્રદેશ નિરાવરણ ન હોત તો આત્માનું આત્મત્વ ટકી શકે નહીં. ગમે તેવી નિકૃષ્ટ દશા આત્માની હોય છતાં તેટલા પ્રદેશો ખુલ્લા રહે છે, અને તેટલા અનાવરિત પ્રદેશના બળથી પુનઃ ઊર્ધ્વ ગતિને તે પામે છે. સૂર્ય ઉપરથી જેટલે અંશે મેઘનું પટ ખસે છે, તેટલે અંશે તે વ્યક્ત થાય છે અને જેટલા અંશો આચ્છાદિત છે તેટલા અવ્યક્ત રહે છે. તેવી જ રીતે આત્માનો જ્ઞાન-દર્શન સ્વભાવ છે તે કર્મપટના ખસી જવાથી પ્રકટ થયેલો સ્વાભાવિક અંશ છે, ઔપાધિક અંશ નહીં. નવાં કર્મને આકર્ષનાર અને તેને બંધરૂપે પરિણમાવનાર આ વ્યક્ત થયેલ આત્માનો સ્વાભાવિક અંશ નથી. જો એકાંતે – નિશ્ચયે તેમજ મનાય તો આત્મામાં કર્મને ખેંચવાના સ્વભાવનું આરોપણ થાય અને તેમ થાય તો અર્થાત્ કર્મને ગ્રહવાનો આત્માનો સ્વભાવ જ હોય તો આત્મા કર્મથી કદી મુક્ત થઈ શકવાનો નહીં.
આથી (૧) આત્માનો જ્ઞાન-દર્શનનો વ્યક્ત થતો અને થયેલો એશ કર્મના બંધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org