Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧રર
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
યોગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ - આ યોગ પ્રવૃત્તિના નિમિત્તથી દરેક સમયે આત્મા અનંત કર્મપરમાણુઓ આકર્ષે છે. ત્યાં જો યોગનું અલ્પપણું હોય તો તેના પ્રમાણમાં ન્યૂન કર્મ પરમાણુઓનું આગમ હોય છે એટલે કર્મના ઓછા પ્રદેશ બંધાય છે અને અતિપ્રમાણમાં હોય તો કર્મ અધિક બંધાય છે. આમ કર્મનો પ્રદેશબંધ યોગ પર આધાર રાખે છે.
એક સમયમાં આ રીતે બંધાયેલી કર્મવગંણા, આયુષ્યકર્મ સિવાયનાં બાકીનાં સાત કર્મ અને તેની ઉત્તરપ્રવૃતિઓમાં વહેંચાઈ જાય છે અર્થાત્ તે તે પ્રકૃતિમાં પરિણમી જાય છે. જેમ આહારરૂપે ગ્રહણ કરેલા પરમાણુઓ લોહી, માંસ, મજ્જા, હાડકાં, વીર્ય આદિ શરીરધાતુઓ રૂપે પરિણમી જાય છે, તેવી રીતે યોગ વડે આકર્ષાયેલી કર્મવર્ગણા મૂળ અને ઉત્તરપ્રકૃતિઓ રૂપે તે-તે વર્ગણાના સ્વભાવાનુસાર પરિણમી જાય છે. વળી જેમ કેટલાક પ્રકારના આહારમાં ખાસ કરી મોટે ભાગે લોહી, રૂપે પરિણમવાનો, કોઈનો વીર્યરૂપે પરિણમનનો ખાસ ગુણ હોય છે તેવી રીતે અહીં પણ ગ્રહેલી કર્મવર્ગણામાં કેટલીકનો સ્વભાવ કોઈ વિશિષ્ટ પ્રકૃતિરૂપે મોટા ભાગે પરિણમવાનો હોય છે, એટલે સમયમબદ્ધ વર્ગણાના સાત એક સરખા વિભાગ થઈ જાય છે એમ સમજવાનું નથી, પરંતુ તે વર્ગણામાં જે વિશિષ્ટ સ્વભાવ હોય તે રૂ૫ મોટા ભાગે પરિણમે છે, અને બાકીની પ્રવૃતિઓમાં ન્યૂન અંશ માત્ર ભળે છે. જેમ બદામના આહારમાં વૈદ્યક દષ્ટિએ મોટે ભાગે મગજને પોષણ આપવાનો ગુણ રહે છે જયારે માત્ર થોડો જ ભાગ રક્ત-માંસ આદિના પોષણમાં જાય છે, તેમ સમયપ્રબદ્ધ કર્મવર્ગણાનું સમજવું. એટલું વિશેષ જાણવાનું છે કે જે પ્રકૃતિઓનું એકબીજા સાથે વિરોધ હોવારૂપ ભૂગલપણું છે જેમકે હાસ્ય શોક, રતિ અતિ, તેમાં માત્ર તે બેમાંથી એકને જ હિસ્સો મળે છે. કોઈ કર્મ એકસાથે હાસ્ય અને શોક, રતિ અને અતિ એ બંનેમાં પરિણમતું નથી. તેમજ ત્રણ વેદ (જાતિ) અર્થાત્ સ્ત્રી, પુરપ અથવા નપુંસક એ ત્રણમાંથી માત્ર એક રૂપે જ પરિણમે છે. આયુષ્ય કર્મની જે પ્રકૃતિ છે તે આખા જીવનમાં એક જ વાર બંધાય છે; તેથી પ્રત્યેક સમયે ગ્રહતાં કર્મ પુદ્ગલમાંથી આયુષ્પ પ્રકૃતિને કશો ફાળો મળતો નથી.
આ પ્રમાણે યોગ વડે ગૃહીત કર્મમાંથી બે ઘટના ફલિત થાય છે. (૧) કમની પ્રકૃતિ (Nature) અને (૨) તેનો પ્રદેશ (Extent). યોગ એક આઝવ એટલે કે રસ્તેથી કર્મ આવે છે તે છે. આ યોગાસ્ત્રવની જવાબદારી કર્મની પ્રકૃતિ અને તેના પ્રદેશના નિયામક બન્યા પછી અટકે છે. તેનું કર્તવ્ય માત્ર કર્મવર્ગણાને ખેંચવાનું - તેનો જથ્થો ભેગો કરવાનું અને પછી તેની મૂળ અને ઉત્તર પ્રકૃતિ રૂપે વહેંચણી કરવાનું છે. પછી તે કર્મ કેટલા કાળ સુધી ઉદયમાન રહેવાનું છે તથા તેની ફળદાયી શક્તિનું તારતમ્ય કેટલું છે, તે સાથે યોગાસ્ત્રવને કશો સંબંધ નથી. તેનો આધાર કષાય. ઉપર
યોગના બે ભેદ
પ્રકૃતિબંધ સંબંધે યોગનું દ્વિવિધપણું છે. (૧) ભોપયોગ (૨) અડભોપયોગ. મન, વચન અને કાયાના શુભ વ્યાપાર અથાત્ ધર્મચિંતન, પરહિતકાર્ય આદિ ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org