Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૨૮
કર્મને ગ્રહવાના હેતુ વડે ગ્રહતો નથી.
જેમ વર્ષાઋતુમાં જળનો ભૂમિ સાથે સંયોગ થતાં તે નિમિત્ત મેળવી પુદ્ગલ દ્રવ્ય પોતાની શક્તિ વડે ખાસ અને અંકુર રૂપે પરિણમે છે, તેમ આત્માના વિભાવ પરિણામનું નિમિત્ત મળતાં તે પિરણામને અનુરૂપ કર્મ પ્રકૃતિરૂપે પુદ્ગલ દ્રવ્ય સ્વયં પરિણમે છે. પુદ્ગલસ્વભાવ જ કર્મની વિચિત્રતાનો હેતુ છે. આત્મા માત્ર પોતાના પરિણામનો જ કર્તા છે. નિશ્ચયથી આત્મા પુદ્ગલ કર્મનો કર્તા નથી. અલબત્ત તેના જ પરિણામવિશેષનું નિમિત્ત મેળવી એક ક્ષેત્રાવગાહ પ્રમાણે રહેલી જડ વર્ગણા તે આત્મપરિણામને અનુરૂપ જ્ઞાનાવરણીયાદિ કર્મ પ્રકૃતિ રૂપે રૂપાંતર પામે છે, પરંતુ તેમ થવામાં આત્મા તો માત્ર નિમિત્ત જ છે. જળવૃષ્ટિ એ ઘાસનો કર્તા નથી તે તો પોતાના પતનરૂપ કર્મને જ કરે છે, પણ ઘાસ વગેરે તે જળનું નિમિત્ત મેળવી પ્રકટી આવે છે. ત્યાં માત્ર ઉપચારથી અથવા ‘વ્યવહાર'થી તે વૃષ્ટિ ઘાસ આદિનો કર્યાં કહેવાય. વસ્તુતઃ દ્રવ્યકર્મનો કર્તા પુદ્ગલ પોતે જ છે, કારણકે કોઈ દ્રવ્યના પરિણમનમાં કોઈ બીજું દ્રવ્ય હાથ નાંખતું નથી, માત્ર નિમિત્ત આપે છે.
આ ‘નિશ્ચયદૃષ્ટિ’ અને ‘વ્યવહારદૃષ્ટિ’ પોતપોતાના પ્રદેશમાં અને પોતાના જુદા દૃષ્ટિબિંદુથી સાચી છે, પરંતુ પરમાર્થદૃષ્ટિ – દ્રવ્યાશ્રિત પરિણમન દૃષ્ટિ – કાર્યકર અને મોક્ષના હેતુની સાધક છે. આત્મા જ્યાં સુધી પોતાના બંધના નિયામક તરીકે અન્ય દ્રવ્યને સ્વીકારે છે. (મિથ્યાત્વ’માં છે) ત્યાં સુધી તેના સ્વયં પુરુષાર્થનો અવકાશ રહેતો નથી, પરંતુ જ્યારે તે પોતાના પિરણામ વડે જ પોતે બંધાયાનું સ્વીકારે છે – અને વાસ્તવમાં છે પણ તેમજ – ત્યારે તે ‘સમ્યક્ત્વ' પામે છે ત્યારે જે પરિણામોથી તે બંધાયો હોય છે તેના વિરોધી પરિણામનો આશ્રય લઈ બંધક પરિણામની સત્તાને વિખેરી નાંખે છે એમ કરતાં, સર્વ કર્મથી મુક્ત થતાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે.
સમ્યગ્દર્શન
—
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
જૈનશાસ્ત્રમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણ હોય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ જણાવેલું છે. આમાં સમ્યગ્દર્શનની વ્યાખ્યા આપતાં ઉમાસ્વાતિ પોતાના તત્ત્વાર્થસૂત્રમાં જણાવે છે કે ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્પર્શનમ્’ તત્ત્વાર્થમાં શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન.
આ સંસારમાં સર્વ પ્રકારનાં દુઃખના બીજભૂત મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, અને મિથ્યાચારિત્ર છે, જ્યારે તે સર્વને બાળી સુખ આપનાર – સુખના ઉચ્ચતમ સ્થાને લઈ જના૨ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર છે. મિથ્યાદર્શન ટળી જતાં જ્ઞાન અને ચારિત્રનું મિથ્યાપણું નાશ થઈ જવું જ જોઈએ એ નિયમ છે, તેથી સમ્યગ્દર્શનને પ્રથમ સ્થાન આપવામાં આવેલું છે. સમ્યગ્દર્શન એ મોક્ષનું બીજ છે; તે વગર જ્ઞાન અને ચારિત્રરૂપી જળનું ગમે તેટલું સિંચન કરવામાં આવે તે નકામું છે. એક સમય માત્રનો સમ્યગ્દર્શનનો સ્પર્શ આપણી ઇચ્છા હોય કે અનિચ્છા હોય તોપણ વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં મોક્ષમાં લઈ જાય છે એવું જૈનશાસ્ત્રમાં જણાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org