Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સમ્યગ્દર્શન
૧૨૯
વ્યાખ્યા
સમ્યગ્દર્શનનો પ્રતિપક્ષી શબ્દ મિથ્યાદર્શન છે. આ જીવને અનાદિ કાળથી જે કર્મસંબંધ છે તે કર્મ પૈકીના દર્શનમોહ નામના કર્મના ઉદયથી જે અતત્ત્વશ્રદ્ધાન થાય છે તેને “મિથ્યાદર્શન' કહેવામાં આવે છે. પદાર્થ જેવા રૂપે અવસ્થિત છે તેવા રૂપે તેનો નિશ્ચય થવો એ “સમ્યગ્દર્શન' છે. અને જેવા રૂપે પદાર્થ અવસ્થિત નથી તેવા રૂપે તેનું દર્શન થવું – શ્રદ્ધાન થવું - વિપરીત અભિનિવેશ થવો – તેને મિથ્યાદર્શન - અતત્ત્વશ્રદ્ધાન કહેવામાં આવે છે. દર્શન’ શબ્દનો અર્થ સામાન્ય રીતે અવલોકન થાય છે, પરંતુ આ સ્થળે તેનો અર્થ શ્રદ્ધાન એવો થઈ શકે, કારણકે સામાન્ય અવલોકનરૂપ ક્રિયા કાંઈ સંસારના મોક્ષ જેવા મહત્ત્વના વિષયમાં કારણરૂપ હોવી ઘટતી નથી. તત્ત્વાર્થ શ્રદ્ધાનમાં ‘તત્ત્વનો અર્થ, જે અવસ્થામાં પદાર્થ અવસ્થિત છે તેવા પ્રકારે હોવાપણું છે અને તેનો જે નિશ્ચય કરવામાં આવે તે “અર્થ અને તે બંનેની સંજ્ઞા જણાવવા તત્ત્વાર્થ કહેવામાં આવે છે. [તત્ત્વાર્થ=Reality એવો અર્થ થાય.] શ્રદ્ધાન એ માનીનતા નહિ.
તત્ત્વાર્થ શ્રદ્ધાન ઉપર જૈન દર્શને અત્યંત ભાર મૂક્યો છે. ખ્રિસ્તી ધર્મમાં તેને faith, બૌદ્ધમાં તેને “બોધિ' કહે છે. બિૌદ્ધમાં “સમ્મા દિઢિ છે. (બોધિ નહી)] તેમજ અન્ય સર્વ શાસ્ત્રોએ પ્રકારાંતરે તેનું મહત્ત્વ બતાવ્યું છે. તેના ઉપર જ મોક્ષમાર્ગનો આધાર છે એમ જૈન દર્શન કહે છે. આ કાળે શ્રદ્ધાનનો અર્થ માનીનતા (belief) એવો થતો જોવામાં આવે છે પરંતુ તેમ નથી. શ્રદ્ધા અને માનીનતા એ જોકે એક જ વસ્તુની કળાઓ છે, તથાપિ પ્રથમ ઉત્કૃષ્ટ અને બીજી નિકટ પંક્તિની છે. શ્રદ્ધાન એ માનીનતાનો પરિપાક છે, તે મનુષ્યમાંથી દેવત્વ અને દેવત્વમાંથી ઈશ્વરત્વ પ્રકટ કરી શકે છે, જ્યારે માનીનતા ફક્ત મનુષ્યના મનનો અમુક પ્રકારનો ભાવ જ (attitude of mind) સૂચવે છે, અને કોઈપણ પ્રકારના સ્પષ્ટ ફળને પ્રકટ કરી શકતી નથી. માનીનતા પ્રાયઃ સર્વકાળ એક સરખી જ રહે છે જ્યારે શ્રદ્ધાનું રૂપાંતર અને અનુરૂપ કાર્ય વહેલુંમોડું થાય જ છે. વસ્તુ સ્વરૂપ જે પ્રકારે શાસ્ત્રકારે કહ્યું છે તે પ્રમાણે શ્રદ્ધવામાં અને માનવામાં વિશાળ અંતર છે. શ્રદ્ધાન થતાંની સાથે જ પર્યાયજ્ઞપ્તિ નાશ પામી સ્વરૂપજ્ઞપ્તિમાં સ્થિતિ થાય છે, અર્થાત્ હું શરીર નહિ, પણ આત્મા છું' એવું અંતરના મર્મ ભાગમાં પ્રતીત થાય છે. મન, બુદ્ધિ, ઈદ્રિયો વગેરેમાંથી મમત્વબુદ્ધિનો વિલય, શ્રદ્ધાનના ઉદયની સાથે થવો જ જોઈએ.
હું આત્મા છું, જડથી અસંગ છું, મારું અને પુગલનું સ્વરૂપ એકબીજાથી અત્યંત ભિન્ન છે' એમ આપણને શાસ્ત્રકાર શ્રદ્ધાન કરાવે છે અને એ વાતનું જો આપણને શ્રદ્ધાન થાય તો આપણા જીવનનો ક્રમ આ ક્ષણથી જ તદ્દન ફરી જઈ નવજીવનમાં પ્રવેશ થવો જોઈએ. જે મમત્વબુદ્ધિ શરીર, મન, બુદ્ધિ, ઈકિયાદિકમાં હોય તે ઊઠી જાય અને આત્માના સ્વરૂપમાં અવાય. પરંતુ જો ઉપર્યુક્ત વાતની માન્યતા જ બંધાય તો તેથી આપણા જીવનમાં કશો મહત્ત્વનો ફેરફાર થતો નથી. મનુષ્યોનો મોટો ભાગ વસ્તુસ્વરૂપને પોતાની બુદ્ધિના ધોરણ ઉપર કલ્પી તેનો તે પ્રકારે નિશ્ચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org