________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
કારણથી મુક્તને પણ તે અમુક્તજનોની પેઠે જ બંધ માનવામાં શો બાધ છે ? આથી જોકે આત્મા અનાદિ છે તોપણ તેનામાં કર્મસંબંધયોગ્યતા પણ અવશ્ય અનાદિથી સ્વભાવસિદ્ધ માનવી જોઈએ. એમ બંધ પણ પ્રવાહરૂપે અનાદિ થયો. આ પર વિશેષ સમર્થન કરતાં કહેવાનું કે અન્ય મુક્તિમાર્ગાવલંબી મતવાળા નામે સાંખ્યયોગાદિના પ્રણેતા પુરુષ અને પ્રકૃતિના યોગથી સંસારનો સંભવ માને છે. તેમના મતમાં પણ પુરુષને જે ‘દિદક્ષા’ નામ જોવાની ઇચ્છા અર્થાત્ પ્રકૃતિમાં વિલાસ અનુભવવાની ઇચ્છા તે જ ‘ભવબીજ’ – સંસારનું કારણ છે, અને તે જૈને કહેલી કર્મસંબંધયોગ્યતા જ છે. આમ અન્ય મતોમાં પણ તેનો સ્વીકાર છે - અર્થાત્ એને સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી.
૧૧૨
નિમિત્તનૈમિત્તિક સંબંધ
કર્મ અને આત્માનો સંબંધ નિમિત્તનૈમિત્તિક છે. જે કાળે કર્મરૂપી નિમિત્ત ઉદયમાન થાય તે કાળે આત્મા સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે એટલે વિભાવ પરિણામને ભજે છે. આમ થવામાં કર્મનો આત્મા ૫૨ બળાત્કાર થાય છે એમ સમજવાનું નથી. કર્મ તો માત્ર વિભાવનું નિમિત્ત પૂરું પાડે છે, અને આત્મા તે નિમિત્તની સત્તાથી પરાભવ પામી વિભાવમાં પરિણમે છે તે પોતાની નિર્બળતા છે. જેવી રીતે સૂર્યના ઉદયકાળે ચક્રવાક અને ચક્રવાકી પક્ષીઓ મૈથુનભાવમાં યોજાય છે, અને તેમ થવામાં સૂર્યનો ઉદય માત્ર નિમિત્તક છે, તેવી જ રીતે આત્માનું પરભાવમાં અનુરંજિત થવામાં ઉદયમાન કર્મે ફક્ત નિમિત્ત જ છે. મોહનીય કર્મના ઉદયકાળે તે મોહનીય કર્મ કષાયનું નિમિત્ત રજૂ કરે છે, પણ તેમાં બળાત્કારે કોઈપણ કષાયમાં આત્માને યોજવાની સત્તા નથી. જેવી રીતે નાટ્યગૃહો, હોટેલ, મીઠાઈની દુકાનો વગેરે રસ્તે ચાલ્યા જનારને નાટક જોવાનું, ચા-કૉફી પીવાનું, અને મિષ્ટ આહાર લેવાનું માત્ર નિમિત્ત જ પૂરું પાડે છે, પરંતુ બળાત્કારથી તે નિમિત્તો તત્પ્રાયોગ્ય કાર્યમાં તેને યોજતા નથી, તેવી જ રીતે ઉદયમાન કર્મ પણ તેવાં નિમિત્ત પૂરાં પાડે છે, પણ બળાત્કારે એક્કે કાર્ય કે ભાવમાં યોજતાં નથી.
કર્મનો ભોગ અને બંધ
જૂનાં કર્મ ભોગ દ્વારા નીરસ થઈ ખરી પડે છે અને નવાં કર્મ રાગાદિક ભાવ વડે કર્મરૂપે પરિણમે છે. જે રાગાદિક ભાવ વડે આત્મા નવીન કર્મવર્ગણાને આકર્ષે છે તે પરિણામવિશેષ એ ભાવકર્મ છે, અને તે વડે ખેંચાયેલ કાર્યણવર્ગણા એ દ્રવ્યકર્મ છે. કૃત્યકર્મ અને ભાવકર્મ એકબીજાનાં કારણભૂત છે, અર્થાત્ રાગાદિક કષાયની ઉત્પત્તિમાં (ભાવકર્મની ઉત્પત્તિમાં) પૂર્વે ઉપાર્જેલું દ્રવ્યકર્મ નિમિત્તભૂત છે. તે દ્રવ્યકર્મ જ્યારે ફલ આપવાને ઉદયમાન થાય છે ત્યારે આત્મા રાગાદિકમાં પ્રવર્તે છે. તે પ્રવર્તનમાં દ્રવ્યકર્મ નિમિત્ત છે. વળી તે રાગાદિકમાં પરિણમનથી ફરી દ્રવ્યકર્મ બંધાય છે. રાગાદિકમાં પરિણમન એ પુનઃ ભાવકર્મ છે, અને તે વડે નવીન કર્મને આત્મા આકર્ષે છે. આ પ્રમાણે દ્રવ્યકર્મના ઉદયકાળે ભાવકર્મમાં પરિણમન અને તે પણિમનથી નવીન દ્રવ્યકર્મનું ઉપાર્જન, પુનઃ તે દ્રવ્યકર્મનું ઉદયપણું, અને તે નિમિત્તે વિભાવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org