________________
આત્માને કર્મનો સંયોગ
૧૧૫
ફલથી જીવ ઉચ્ચ તથા નીચ ગોત્રમાં – કુલમાં જન્મ લે છે તે ગોત્ર કર્મ છે. જીવોનું અવસ્થાન નરક, પશુ, મનુષ્ય કે દેવના શરીરમાં જે કર્મ કરાવે - જીવને રોકી રાખે - જેના ઉદયથી જીવ તે ગતિમાં જીવે છે તે “આયુ' કર્મ છે, અને શુભ અશુભ શરીરાદિક સામગ્રી જે કર્મના ફલથી પમાય તેને તથા જે કર્મ જીવને ગતિ વગેરે અનેક પ્રકારનાં રૂપ પરિણમાવે તે “નામ” કર્મ છે.
જીવોનાં શરીર બે પ્રકારનાં છે : સ્કૂલ અને સૂક્ષ્મ. સૂક્ષ્મ શરીર વળી બે પ્રકારનું છે : તેજસ અને કાર્મણ. સ્થૂલ શરીરને કાંતિ આપનાર શરીરને તૈજસ' શરીર કહે છે, અને આઠ કર્મોના સમૂહને “કામ” શરીર કહે છે. સ્કૂલ શરીર ત્રણ પ્રકારનાં છે ? ઔદારિક - મનુષ્ય તિર્યંચનાં સ્થૂલ શરીર તે, વૈક્રિયક (વિક્રિયાથી ઉત્પન્ન થયેલ) – જે નાના, મોટા, એક અનેકે વગેરે જુદાજુદા પ્રકારની ક્રિયાઓને કરે એવા દેવ અને નારક જીવનું શરીર તે, આહારક શરીર છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને તત્ત્વોમાં કોઈ શંકા ઉત્પન્ન થવાથી કેવલી અથવા શ્રુતકેવલીની સમીપ તેનો ખુલાસો લેવા જવા માટે મસ્તકમાંથી ને એક હાથના પૂતળા જેવું શરીર તે કરીને જાય છે તે. આમ કુલ પાંચ શરીર થયાં. તેમાંથી સામાન્યપણે મનુષ્ય અને તિર્યંચ (પશુ આદિ)ને ત્રણ શરીર હોય છે : ઔદારિક, તેજસ અને કાર્મણ. આ શરીરોમાં આહાર વર્ગણાથી સ્થૂલ શરીર, તેજસ વર્ગણાથી તૈજસ શરીર, અને કાર્મણ વર્ગણાથી કામણ શરીર થાય છે. અને મનોવર્ગણાથી મન, અને ભાષાવર્ગણાથી વચન બને છે. (વર્ગણા એટલે પ્રત્યેક કર્મપરમાણુને ‘વર્ગ' કહેવામાં આવે છે, તે વર્ગનો સમૂહ તે વર્ગણા.) આ પ્રમાણે મન, વચન, અને સમસ્ત શરીર નામકર્મના ફલથી પ્રાપ્ત થાય છે.'
આ રીતે વેદનીય, ગોત્ર, આયુ અને નામ એ ચાર ભેદ અઘાતી કર્મના છે. વેદનીય તે આત્માના અવ્યાબાધ ગુણને અટકાવે, ગોત્ર જીવના અગુરુલઘુત્વ ગુણને
૧. વેદાંતમાં ત્રણ શરીર કહેલ છે. સ્કૂલ, સૂક્ષ્મ (અથવા લિંગ), અને કારણ. અને પાંચ પ્રકારના કોશ માનેલ છે : અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ. અન્નમય કોશ (સરખાવો ઔદારિક શરીરને આહાર વર્ગણા) તે સ્કૂલ શરીર છે, સૂક્ષ્મ કે લિંગ શરીરમાં પ્રાણમય, મનોમય, અને વિજ્ઞાનમય કોશનો સમાવેશ થાય છે – આમાં પ્રાણમય કોશ તે રજોગુણથી ઉત્પન્ન થયેલ કર્મેન્દ્રિયો તથા પ્રાણો સહિત છે. આનંદમય કોશ તે કારણ શરીરમાં છે. સૂક્ષ્મ શરીર તે વેદાંત પ્રમાણે પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, મન અને બુદ્ધિ એ ૧૭ તત્ત્વ વડે બનેલું છે. આ પાંચે કોશનો દ્રષ્ટા તેમનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય છે. આમાં પ્રાણમય કોશ ઉપર અન્નમય કોશની ઇમારત છે એટલે કે અન્નમય કોશને પ્રાણમય કોશનો આધાર છે. પ્રાણમય કોશના ભાસની અંદર જ મનોમય કોશનો ભાસ છે. સ્વપ્ન પણ પ્રાણમય કોશથી આવે છે. પ્રાણમય કોશરૂ૫ દર્પણમાં મનોમય કોશરૂપ પ્રતિબિંબ વડે હું નિરાકાર સ્થાનરૂપ છું એવો અનુભવ આવે છે. અનુભવ એ વૃત્તિ કે કલ્પના છે. તે વૃત્તિ કે કલ્પના એ જ વિજ્ઞાનમય કોશ છે. ચારે કોશથી હું જુદો છું એમ આનંદથી અનુભવી બોલવા લાગવાથી અતિ આનંદ થાય છે તે આનંદમય કોશ છે. આનંદમય કોશને માણવાવાળો તેથી જુદો શુદ્ધાત્મા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org