________________
આત્માને કર્મનો સંયોગ
૧૧૩
પરિણમન એમ કારણ-કાર્યની સાંકળ લંબાયા જ કરે છે.
રાગાદિકની ઉત્પત્તિ એ પૂર્વે ઉપાર્જેલાં દ્રવ્યકર્મનાં નિમિત્તથી જ થાય છે. જો નિમિત્ત વિના તે ઉત્પન્ન થાય તો તે રાગાદિકને આત્માનો સ્વભાવ માનવો પડે અને તેથી મુક્ત આત્માઓમાં પણ રાગાદિક સંભવે. જે કાંઈ નિમિત્ત વિના હોય તેનું નામ સ્વભાવ' છે. મુક્ત આત્માઓ છે તેણે નિમિત્તનો આત્યંતિક – તદ્દન નાશ કરેલ છે તેથી તેમને પરભાવમાં પરિણમવું પડતું નથી. આથી તેઓ કાળના અંત સુધી મુક્ત છે.
જે વીર્યવાનું આત્માઓ નિમિત્તની સત્તાને વશ નથી તેઓ અલ્પકાળમાં પરમ પુરુષાર્થની સિદ્ધિ કરી શકે છે. જોકે ઉદયમાન કર્મ તો તેમને અને બાળજીવોને બંનેને એકસરખું ભોગવવું પડે છે તોપણ તે બંનેની ભોગવવાની ક્રિયામાં ફેર છે. બળવાનું આત્માઓ માત્ર થોડા કાળમાં ફલાભિમુખ થયેલ કર્મને નિઃસત્ત્વ કરી ફેંકી દે છે. આઠે કર્મમાં મોહનીય કર્મ એ અન્ય કર્મોનું જનક અને પોષણ છે – તેના વડે જ અન્ય સર્વ કર્મોને પોષણ મળે છે. આથી જ્ઞાની પુરુષો તે મોહનીય કર્મના ઉદયકાળે બહુ સાવધ રહી તેનાથી પ્રજ્ઞ થયેલા નિમિત્તમાં અલ્પ પણ રંજનપણું ન પામતાં થોડા કાળમાં તેને ભોગવી લે છે અને ભાવકર્મ ઘડતા નથી. આથી બીજાં ત્રણ ઘાતકર્મને નવું પોષણ મળતું નથી, અને તેથી તે ત્રણે કર્મ પોતાની સ્થિતિ પ્રમાણે ઉદયમાન રહી વિખરાઈ જાય છે. છેવટે તે જ્ઞાની પુરુષ પરમસિદ્ધિને વરે છે. મોહનીયના ઉદય કાળે આત્મા જો ત~ાયોગ્ય કષાયભાવમાં ન યોજાતાં, તેનાથી પ્રગટ થતાં નિમિત્તમાં આત્મબંધ પરિણામે ન પરિણમતાં, તટસ્થ રહી જ્ઞાતા-દ્રષ્ટાપણે સમભાવે તેને ભોગવી - વેદી લે તો તે આત્મભાવના તારતમ્ય (જૂનાધિકા) અનુસાર ઓછા વધુ કાળમાં તે કર્મનો નાશ કરે છે, અને ફરીથી કાર્યકારણની સાંકળ લંબાતી નથી. આ પ્રમાણે કમ અને આત્માનો સંબંધ માત્ર નિમિત્ત-નૈમિત્તિક છે. બળવાનું આત્માઓ આત્મવિજયથી (Self-mastery) ખેદ વગર કર્મને સ્વીકારી નવાં કર્મ ન બંધાય તે રીતે તે ઉદયમુખ થયેલ કર્મને અલ્પકાળમાં ભોગવી લે છે. કર્મસ્વરૂપ : આઠ કર્મો
જીવના અનેક ગુણો છે તેમાંથી કેટલાક થોડા ગુણ એવા છે કે જેનો કર્મ સાથે સંબંધ છે; અને તેમાં પણ કેવલ પાંચ ગુણ પ્રધાન છે : (૧) ચેતના, (૨) વીર્ય, (૩) સુખ, (૪) સમ્યક્ત્વ અને (૫) ચારિત્ર.
(૧) આત્માની જે શક્તિથી પદાર્થોનો પ્રતિભાસ થાય છે તેને “ચેતના” કહેવામાં આવે છે. તે ચેતનાના વિષયના ભેદથી બે પ્રકાર છે : ૧. જે સમયે ચેતનામાં પદાર્થસામાન્યનો પ્રતિભાસ થાય છે તે સમયે તે ચેતનાને ‘દર્શનકહેવામાં આવે છે, અને ૨. જે સમયે તે ચેતનામાં પદાર્થવિશેષનો પ્રતિભાસ થાય છે તે સમયે તે ચેતનાને “જ્ઞાન” કહેવામાં આવે છે. દર્શનચેતના અને જ્ઞાનચેતના એ બેને “દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ” પણ કહેવામાં આવે છે. દર્શન નિર્વિકલ્પક છે અને જ્ઞાન સવિકલ્પક
છે
(૨) બળને “વીર્ય ગુણ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org