Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કાલસ્વરૂપ
૧૦૭
તેથી આ કાળને ‘દુસમ' કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂર્વારાધક જેનોનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિષે જો કોઈપણ જીવ પરમાર્થમાર્ગની આરાધના ઈચ્છે, તો અવશ્ય આરાધી શકે, કેમકે દુઃખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે. | સર્વ જીવને, વર્તમાનકાળમાં, માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય, એવો એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી. ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવો યોગ્ય છે; તેનાં ઘણાં કારણો પ્રત્યક્ષ દેખાય છે.
પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું છે કે, પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં.
બીજું કારણ : તેવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાન દેહે તે આરાધક માર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય; તેથી અનારાધક માર્ગને આરાધક માર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે.
ત્રીજું કારણ : ઘણું કરીને ક્યાંક સત્સમાગમ અથવા સદ્ગુરુનો યોગ બને, અને તે પણ ક્વચિત્ બને.
ચોથું કારણ ? અસત્સંગ આદિ કારણોથી જીવને અસગરઆદિનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસરઆદિકને વિષે સત્ય પ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે.
પાંચમું કારણ : ક્વચિત્ સત્સમાગમાદિનો યોગ બને તો પણ બળ, વીર્યાદિનું એવું શિથિલપણું, કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે, અથવા ન સમજી શકે, અથવા અસત્યસમાગમાદિ, કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિષે સત્યપણે પ્રતીતિ કરી હોય.”
વળી તેઓ જ લખે છે કે :
ઊતરતા કાળના પાંચમા આરામાં તેના દુષમપણાને લઈને કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે સત્પરષોએ કેટલાક વિચારો જણાવ્યા છે તે અવશ્ય જાણવા જેવા છે :
એઓ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે : નિગ્રંથ-પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળતત્ત્વોમાં મતમતાંતર વધશે, પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સત્ય દયા હળવે હળવે પરાભવ પામશે. મોહાદિક દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પારિષ્ઠ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટ વૃત્તિનાં મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે; વ્યાકુળ વિષયોનાં સાધનો વધતાં જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે.”
3.
કાળપરિમાણનું કોષ્ઠક – જૈનશાસ્ત્ર પ્રમાણે (૧) જ્યોતિષ એટલે પ્રકાશથી હોનાર જ્યોતિષ્ક દેવ એટલે સૂર્ય ચંદ્રમા આદિ નિત્યગતિવાલાથી કાલના ભેદ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org