Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
છે, અશુચિથી – મળમૂત્રમાં સરક્તમજાથી ભરેલું છે તેથી તેમાં મમત્વ ન રાખવું. (૭) આસ્રવ ભાવના – આસ્રવ એટલે જેનાથી કર્મો આવે છે તે એવા મિથ્યાત્વ અવિરતિ, કષાય, પ્રમાદ, અને યોગનો મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાથી ત્યાગ કરવો કારણકે મિથ્યાત્વાદિથી વિશેષ સંસારમાં પરિભ્રમણ થાય છે. (૮) સંવર ભાવના – આમ્રવનો નિરોધ તે સંવર; ક્રોધને ક્ષમાથી, માનને મૃદુતાથી, માયાને સરલતાથી અને લોભને સંતોષથી જીતવાથી સંવર થાય છે, ઇન્દ્રિયોના ઈષ્ટ અનિષ્ટ વિષયોથી થતા રોગ દ્વેષ ત્યાગવા કે જેથી કર્મો આવતાં અટકે. (૯) નિર્જરા ભાવના - કર્મનો નાશ જે-જે અંશે થાય છે તે-તે અંશે નિર્જરા (કર્મનું ખરવું, જવું) થાય છે. આ તપ આદિથી થાય છે. (૧૦) લોકસ્વરૂપ ભાવના – લોકનું સ્વરૂપ કે જે મનુષ્પાકારે છે અને છ દ્રવ્યથી પરિપૂર્ણ છે તે ભાવવું. (૧૧) બોધિદુર્લભ ભાવના – અકામ નિર્જરાથી જીવ નિગોદમાંથી ઉત્ક્રાંત થઈ કેવી રીતે સમ્યકત્વ – બોધિ કે જે દુર્લભ છે તે પામે છે તેનું ચિંતન કરવું, તે જ સમ્યક્ત્વથી ધર્મની પ્રાપ્તિ છે. ધર્મની પ્રાપ્તિ એ બીજમાંથી મોક્ષ ફલ થાય છે, તેથી બોધિ વગર સર્વ નિપ્પલ છે એ વિચારવું. (૧૨) ધર્મ ભાવના – દુસ્તર સંસારસમુદ્ર તરવાને ધર્મ એ જ ઉપાય છે. વસ્તુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, તે આત્મધર્મ પામવા માટે દશ શ્રમણ ધર્મ અન્ય સર્વ ક્રિયા આદિનું જ્ઞાન પામવું અને પાલન કરવું એ જ ધર્મ છે એનું ચિંતન કરવું.
આ સિવાય સાતમી આસ્રવ ભાવનામાં જણાવેલી ચાર મુખ્ય ભાવના છે ૧. મૈત્રી ભાવના – સર્વ પ્રત્યે સમાનભાવ. ૨. પ્રમોદભાવના – પોતાથી અધિક ગુણવાળા પ્રત્યે હર્ષપ્રમોદ કરવો. ૩. કરુણા ભાવના – રોગી દુઃખી પ્રત્યે કરુણાભાવ રાખવો અને ૪. માધ્યસ્થ ભાવના – અવિનીત આદિ પ્રત્યે તટસ્થ ભાવ રાખવો. ૩. સત્ ધર્મતત્ત્વ :
આમાં સમ્યકત્વ, ગૃહસ્થનાં વ્રત, સાધુનાં વ્રત આદિનો સમાવેશ થાય છે. તે દરેક જુદીજુદી રીતે આ નિબંધમાં વિસ્તારથી આવી જાય છે તેથી અહીં તેનું પુનઃકથન કરવાની જરૂર નથી.
કાલસ્વરૂપ
આ જગતમાં કોઈપણ નાશ પામતું નથી એ જેટલી વૈજ્ઞાનિક સિદ્ધ થયેલી બીના છે તેટલી જ સિદ્ધ થયેલી બીના એ છે કે જડ વસ્તુનો નિરંતર ફેરફાર થયા જ કરે છે – પર્યાય ફર્યા જ કરે છે. કહ્યું છે કે :
समए समए णंता परिवस॒तो उ वणमाईया । दव्वाणं पज्जाया होरत्तं तत्तिया चेव ।।
– પંચકલ્યભાષ્ય. - સમયે સમયે દ્રવ્યોના વર્ણ ગંધ વગેરે અનંત પર્યાયો બદલ્યા જ કરે છે, અને અહોરાત્ર – રાત્રિ દિવસમાં તે પ્રમાણે તેટલા જ બદલે છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org