Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
તેઓના શબ્દ સંભળાતા હોય ત્યાં ન રહેવું. (૬) પૂર્વક્રીડા પોતાના પૂર્વ ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી સંબંધે સેવેલા પ્રસંગો ન સંભારવા. (૭) પ્રણીત અતિ ચીકાશવાળા દૂધ, ઘી, આદિ ધાતુપુષ્ટ પદાર્થો ન ખાવા, (૮) અતિ માત્રાહાર – અધિક આહાર ન કરવો. (૯) વિભૂષણાદિ – શરીરની વિભૂષા સ્નાન-વિલેપન-ધૂપાદિથી ન કરવી.
૧૦૨
જ્ઞાન, દર્શન અને ચારિત્ર
(૧) જ્ઞાન – યથાર્થ વસ્તુનો યથાર્થ બોધ જે કરે તે જ્ઞાન; જ્ઞાનાવરણાય કર્મનો ક્ષય તથા ક્ષયોપશમ થવાથી ઉત્પન્ન થયેલો બોધ. શાસ્ત્ર – અંગોપાંગાદિનું જ્ઞાન (૨) દર્શન - જીવાદિ નવ તત્ત્વોમાં શ્રદ્ધા-તત્ત્વચિ. (૩) ચારિત્ર – સર્વ પાપના વ્યાપારોથી જ્ઞાન-શ્રદ્ધાનપૂર્વક નિવૃત્ત થવું તે. આ સર્વ વિરતિ છે કારણકે સાધુ સર્વવિરતિ અહિંસાદિ સર્વથા પાળે છે. ગૃહસ્થનું તેથી ઓછે અંશે ચારિત્ર છે કે જેને દેશિવરતિ કહેવામાં આવે છે, અને તે ગૃહસ્થધર્મમાં કહેવામાં આવશે.
બાર પ્રકારનાં તપ
તેમાં છ બાહ્ય અને છ અંતરંગ છે. છ બાહ્ય તપ તે (૧) અનશન ન ખાવું. (૨) ઊણોદરી – થોડું ખાવું (૩) વૃત્તિસંક્ષેપ – વૃત્તિને જરા સંયમમાં રાખવા-સંકોચવા માટે અનેક પ્રકારના નિયમ લેવા તે, (૪) રસત્યાગ – દૂધ દહીં, ઘી, તેલાદિ રસનો ત્યાગ કરવો, (૫) કાયક્લેશ - વીરાસન દંડાસન આદિ અનેક આસનોથી શરીરને કષ્ટ આપવું. (૬) સંલીનતા – પાંચ ઇંદ્રિયોને પોતપોતાના વિષયોમાં રોકવી – બીજામાં ન જવા દેવી. હવે બીજાં છ અંતરંગ તપ કહેવામાં આવે છે. (૭) પ્રાયશ્ચિત્ત - જે કાંઈ અયોગ્ય કામ કર્યું હોય તે ગુરુ પાસે કહી દંડ લેવો અને ભવિષ્યમાં ફરી તે પાપ ન થાય તેમ કરવું. (૮) વિનય -- ગુણાદિકવાળાનું બહુમાન કરવું. (૯) વૈયાવૃત્ત્વ પોતાનાથી ગુણાધિકની ભક્તિ કરવી. (૧૦) સ્વાધ્યાય અભ્યાસ કે જે પાંચ રૂપે છે ૧. વાચના – પોતે ભણવું, બીજાને ભણાવવું. ૨. પૃચ્છના - સંશય થતાં ગુરુને પૂછવું. ૩. પરાવર્ત્તના ભણેલું ફરીવાર-વારંવાર સ્મરણમાં લાવવું. ૪. અનુપ્રેક્ષા - ભણેલું તેનું – તેના તાત્પર્યનું એકાગ્ર ચિત્તથી ચિંતવન કરવું. ૫. ધર્મકથા
ધર્મની કથા
-
કરવી તે.` (૧૧) ધ્યાન
તજવાં અને
તેમાં બે કુધ્યાન – આર્ત્ત અને રૌદ્ર ધ્યાન બે સધ્યાન ધર્મધ્યાન અને શુક્લધ્યાન અંગીકાર કરવાં (આનું સ્વરૂપ જૈન યોગમાં આપેલું છે). (૧૨) વ્યુત્સર્ગ - સર્વ ઉપાધિઓનો ત્યાગ કરવો. આ રીતે છ બાહ્ય અને છ અત્યંતર મળી ૧૨ જાતનાં તપ છે.
ચાર નિગ્રહ
-
Jain Education International
-
—
ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેનો નિગ્રહ કરવો.
આ પ્રમાણે ૫ મહાવ્રત, ૧૦ શ્રમણધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવૃત્ય, ૯ બ્રહ્મચર્યગુપ્તિ, ૩ જ્ઞાનાદિ, ૧૨ તપ, ૪ ક્રોધાદિનો નિગ્રહ મળી ૭૦ ભેદ ચારિત્રના થયા તે ચરણસિત્તરી.
૧. આ પાંચેમાં શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ અભ્યાસના ત્રણ અંગનો સમાવેશ થાય છે.
For Private & Personal Use Only
-
www.jainelibrary.org