Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સદ્ગુરુતત્ત્વ
૧૦૩
હવે કરણસિત્તરી કહીએ છીએ : ૪ પ્રકારે પિડવિશુદ્ધિ – આહાર, ઉપાશ્રય, વસ્ત્ર, અને પાત્ર એ ચાર વસ્તુને સાધુ ૪૨ દોષરહિત ગ્રહણ કરે છે. ૫ સમિતિ – સમ્યક પ્રવૃત્તિ (૧) ઈર્યાસમિતિ – ઇર્યા એટલે ચાલવામાં જીવની વિરાધના ન થાય એવી સમ્યક્ પ્રવૃત્તિ રાખવી, (૨) ભાષા સમિતિ – ભાષા હિતકર, મિત, સંદેહ વગરની પાપરહિત અને નિર્મીત અર્થવાળી બોલવી. (૩) એષણા સમિતિ – એષણા એટલે આહાર આદિ દોષ રહિત લેવો. (૪) આદાન નિક્ષેપ સમિતિ – વસ્તુને લેવામાં તેમજ ત્યાગવામાં સંભાળ રાખવી. (૫) ઉત્સર્ગ (પરિષ્ઠાપનિક સમિતિ – ઉત્સર્ગ એટલે મલમૂત્રનો ઉત્સર્ગ કરવામાં સમિતિ એટલે તેને જીવ વગરની ભૂમિમાં પરઠવવાં; ૩ ગુતિ – (ગુ – રક્ષા કરવી, રોકવું) જેના વડે સંસારથી રક્ષા થાય, યોગને રોકી શકાય તે. (૧) મનોસુમિ – પાપસહિત – સાવદ્ય સંકલ્પોનો નિરોધ, અસત્ ધ્યાનનો ત્યાગ. (૨) વચનગુતિ – વાણીનો નિયમ અથવા સર્વથા મૌન રહેવું તે. (૩) કાયગતિ – શારીરિક ક્રિયામાં શરીરચેષ્ટાનો નિયમ રાખવો. ૧૨ પ્રતિમા – નિયમ વિશેષા. એક માસની, કોઈ બે માસની એમ અમુક અમુક મુદત માટે અમુક ચોવિહાર આદિ નિયમ ગ્રહણ કરવા. તે. ૨૫ પ્રતિલેખના – એટલે મુહપતિ આદિ જે જે ઉપકરણો હોય તેને સંભારી જવી – ફેરવી જવી. ૪ અભિગ્રહ - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી કોઈ અભિગ્રહ એટલે નિયમવિશેષ ગ્રહણ કરવો તે. ૫ ઈદ્રિયોનો નિરોધ, અને ૧૨ ભાવના (૧) અનિત્ય (૨) અશરણ (૩) સંસાર (૪) એકત્વ (૫) અન્યત્વ (૬) અશુચિ (૭) આસ્રવ (૮) સંવર, (૯) નિર્જરા (૧૦) લોકસ્વરૂપ (૧૧) બોધિદુર્લભ (૧૨) ધર્મ-ભાવના. આમ ૪ પિંડવિશુદ્ધિ, ૫ સમિતિ, ૩ ગુતિ, ૧૨ પ્રતિમા, ૨૫ પ્રતિલેખના, ૪ અભિગ્રહ, ૫ ઇંદ્રિયનિરોધ અને ૧૨ ભાવના મળી ૭૦ કરણના ભેદ થાય તે કરણસિત્તરી.
ભાવના સ્વરૂપ
ઉપર કહેલી ૧૨ ભાવના ખાસ જાણવા યોગ્ય છે. એથી કર્મનો ક્ષય થાય છે તેથી તે “સંવર’ હોઈ મોક્ષના કારણભૂત છે. જેવો ભાવ તેવો જ કર્મનો બંધ કે અબંધ. તો તેનું સ્વરૂપ કહીએ (૧) અનિત્ય ભાવના – ગમે તેવું સુંદર શરીર, સ્ત્રી, પરિવાર આદિ સર્વ અનિત્ય છે તો તેમાં મમત્વ રહિત થઈ તૃષ્ણાનો નાશ કરવો ઘટે છે. (૨) અશરણભાવના – પિતા માતા પુત્રાદિ કોઈપણ શરણ થાય તેમ નથી. અને આ સંસાર કે જે મૃત્યુ આદિ ભયમાં પડેલો છે તેમાં આત્માને પોતા સિવાય બીજું કોઈ શરણ નથી. (૩) સંસાર ભાવના - સર્વ જીવો કર્મવશ થઈ ચોરાશી લાખ યોનિરૂપ – ચારગતિરૂપ સંસારમાં ભટક્યા કરે છે, અને અનેક દુઃખ સહન કરે છે. (૪) એકતા ભાવના – જીવ એકલો આવ્યો છે અને એકલો જશે, એકલો જ કર્મ કરે છે અને એકલા કર્મ ભોગવશે, પોતે જે-જે બીજાને માટે ગમે તેવી અનીતિથી ભેગું કરે છે તેનું ફલ પોતે જ ભોગવે છે, બાકી કોઈ પોતાનું નથી તેમ પોતાના માટે ફલ ભોગવે તેમ નથી. (૫) અન્યત્વ ભાવના – આ સંસારમાં સ્ત્રી, પુત્ર, ધન આદિ છે તે તું નથી તેમ તે તારાં નથી. તું બીજાથી અન્ય છો. કોઈ કોઈનું નથી. શરીરથી પણ તું અન્ય છે તો શરીરની પુષ્ટિ, તુષ્ટિ આદિ નકામું છે. (૬) અશુચિ ભાવના – આ શરીર મલિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org