Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મહાવીરનું જીવન
૮૯
ભાવનામય જીવન -- ભાવના એ દરેક ક્રિયામાં ભાગ ભજવે છે, તેના પર જ તે કિયાના ફલનો આધાર છે. તેથી જ “પરિણામેન બંધઃ' એ સૂત્ર થયેલું છે એટલે કે જેવા મનના પરિણામ – અધ્યવસાય, જેવી મનોભાવના તેવો કર્મનો બંધ થાય છે. ભાવનામાં મનની જે જે ઉચ્ચ ઉચ્ચ લાગણીઓ – આત્માનું ગૌરવ બતાવનાર માનસિક ગુણો જેવા કે ક્ષમા, સહનશીલતા, ધૃતિ, સમભાવ વગેરે છે તે તે સર્વનો સમાવેશ થાય છે. વીર પ્રભુના ચરિત્ર પરથી જણાય છે કે દરેક અનિષ્ટ, ભયંકર દેહકષ્ટ કે અન્ય પ્રસંગે જે જે ભાવનાઓ મહાવીરે રાખી હતી તે એવી મહત્ત્વની અને ઉચ્ચ કક્ષાની છે કે તેનું અનુકરણ કરતાં આપણાં જીવનો લક્ષાવધિ ઉચ્ચ, પવિત્ર, શાંત અને મોક્ષગામી બની શકે તેમ છે. આવી આવી ભાવનાઓનું દિગ્દર્શન કરીએ :
(૧) તાપસના આશ્રમમાં જતાં તેઓની એક ઝૂંપડીમાં રહી ધ્યાનાવસ્થામાં રહ્યા. એ અખંડ ધ્યાનદશામાં તે ઝૂંપડીનો નાશ ગાયોએ આવી કરી નાંખ્યો ત્યારે તાપસ કોપ્યા. આથી તે વીરપ્રભુએ પ અભિગ્રહ (એક જાતનાં વ્રત) ધારણ કર્યો. ૧. કદી પણ જ્યાં અપ્રીતિ થાય તેને ઘેર વસવું નહીં; ૨. જ્યાં રહેવું ત્યાં સદા કાયોત્સર્ગ કરીને જ રહેવું ૩. પ્રાયઃ મૌન જ ધારણ કરવું, ૪. કરપાત્ર વડે ભોજન કરવું અને ૫. ગૃહસ્થનો વિનય કરવો નહીં.
(૨) દષ્ટિવિષ સર્પ હતો તેની ખબર પડતાં તેનો પૂર્વજન્મ – ચંડકૌશિક તાપસ – વિચાર્યો ત્યારે જણાયું કે કુકર્મના વિપાકથી તીવ્રાનુબંધી ક્રોધને લઈને તે આ જન્મ પામ્યો છે. તેથી તે દષ્ટિવિષ સર્પ અવશય પ્રતિબોધ કરવાને યોગ્ય છે માટે ભલે મને તે ઉપસર્ગ કરે – પીડા કરે, પણ હું જાઉં અને તેને પ્રતિબોધું.” એમ વિચારી મહાત્મનું મહાવીર ગયા. સર્પે દષ્ટિ ફેંકી ને છેવટે કરડ્યો. પ્રભુને તે છતાં પોતાનું ધાર્યું કંઈ પણ ન કરી શક્યો. ઝેર ન પ્રસરતાં શરીરમાંથી દૂધ જેવી રુધિરની ધારા નીકળી. સર્પ સ્તબ્ધ થયો. પ્રભુ અનુકંપા આણી બોલ્યા “અરે ચંડકૌશિક ! બૂઝ ! બૂઝ ! મોહ પામ નહીં.” આથી સર્પને જાતિસ્મરણ જ્ઞાન થયું. સર્વ છોડી દઈ તે દરમાં જ પોતાના અંત સુધી રહ્યો – પ્રતિબોધ પામ્યો.
(૩) “સવી જીવ કરું શાસન રસી, એસી ભાવદયા મન ઉલસી' એ ભાવનાવાળા શ્રી વીર પ્રભુએ અનાર્ય ભૂમિમાં વિહાર કરી અનાર્યોને પ્રતિબોધવા અને પોતાનાં કર્મોની નિર્જરા કરવા નિશ્ચય કર્યો, તે પહેલાં પ્રભુએ અવધિજ્ઞાનથી જાણ્યું હતું કે હજુ મારે ઘણાં કર્મની નિર્જરા કરવાની છે. તે કર્મ સહાય વિના મારાથી ખપાવાય તેમ નથી, કારણકે સૈનિકો સિવાય શત્રુઓનો મોટો સમૂહ જીતી શકાતો નથી. આ આર્ય દેશમાં વિહાર કરવાથી મને તેવી સહાય મળવી દુર્લભ છે. માટે હવે હું શુદ્ધ ભૂમિ અનાર્ય દેશમાં વિહાર કરીશ.” ત્યાંથી લાટ દેશ, વજ ભૂમિ, દઢ ભૂમિ વગેરે સ્વેચ્છ દેશોમાં વિહાર કરી અનાર્યો તરફથી અનેક દુઃખો સહન કર્યા છે.
(૪) દઢ ભૂમિ નામના મ્લેચ્છ દેશમાં પેઢાળા ગામમાં ધ્યાન દશામાં પ્રભુ રહ્યા તે વખતે ઈદ્ર અવધિ જ્ઞાનથી ધ્યાનસ્થ પ્રભુને જોઈ કહ્યું કે “ધન્ય છે ! પ્રભુને તેમના ધ્યાનને ચલાવવા કોણ સમર્થ છે ?' આવાં વચનો સંગમ નામના દેવથી સહન ન થયાં અને મહાવીરની કસોટી કરવા નિશ્ચય કર્યો. તેણે ઉપરાઉપરી એક કરતાં બીજો ભયંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org