Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૮૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
આપવાની વિનતિ કરી ત્યારે પ્રભુએ કહ્યું “હે પ્રિય ! હવે તો હું નિઃસંગ થયો છું તથાપિ મારા ખભા ઉપર જે આ વસ્ત્ર છે તેનો અર્ધો ભાગ તું લઈ લે.' તે વિપ્ર અર્ધ વસ્ત્ર લઈ ગયો. આ સાથે જણાવવાનું કે અલ્પ સમયની તૃપ્તિ જે દાનથી થાય તે દાન કરતાં અનંતગણું ઉત્તમ એવું ધર્મદાન ઉચ્ચ તત્ત્વજ્ઞાનની દેશનાથી મહાવીર પ્રભુએ આપેલ છે. પ્રભુએ દીક્ષા ઈ.સ. પૂર્વે પ૬૮માં લીધી. વૈરાગ્યથી ચારિત્ર ગ્રહણ કર્યું અને તે સાથે જ મનઃપર્યાય જ્ઞાન ઉત્પન્ન થયું.
ઈ.સ. પૂર્વે પ૬૮થી પપ૬ સુધીમાં સાડાબાર વર્ષ સુધી એક ગામથી બીજે ગામ અને એક શહેરથી બીજે શહેર એમ ઉગ્ર વિહાર કર્યો. મહાવીર પ્રભુ એક ગામમાં એક રાત અને શહેરમાં પાંચ રાત કરતાં વધુ વખત રહ્યા નથી. તેમણે પોતાના મન વચન કાયાના શુદ્ધ વ્યાપાર સહિત અખંડ શીલમયતપોમય–ભાવના ચારિત્ર અંત સુધી આત્મશક્તિથી નિર્વહ્યું. ઇદ્ર જ્યારે સહાય આપવા તૈયારી કરી અને તે લેવા વિનતિ કરી ત્યારે પ્રભુએ કહ્યું “અહંતો કદીપણ પરસહાયની અપેક્ષા રાખતા નથી. વળી અહંત પ્રભુ બીજાની સહાયથી કેવળ જ્ઞાન ઉપાર્જન કરે તેમ થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. જિતેંદ્રો કેવળ પોતાના વીર્યથી જ – સામર્થ્યથી જ કેવળજ્ઞાન પામે છે અને પોતાના વીર્યથી જ મોક્ષે જાય છે.” આવી અપૂર્વ આત્મશક્તિ રાખનારા પ્રભુ આપણને પણ એ જ બોધ આપે છે કે “જો તમારે આ સંસારના ભવોથી મુક્ત થવું હોય, તમારે તમારો ઉદ્ધાર કરવો હોય તો તે તમો કરી શકશો અને તે તમારી આત્મશક્તિથી જ કરી શકશો. બીજા પર આધાર રાખવો ફોગટ છે.’
તપોમયજીવન – તપનો અર્થ પાશ્ચાત્ય વિદ્વાનોએ self-mortification એટલે દેહદમન એવો કર્યો છે તે જૈન શૈલીએ યુક્ત નથી. જૈનોએ તપના બે પ્રકાર પાડ્યા છે; ૧. બાહ્ય ૨. અંતરંગ. બાહ્ય તપમાં ઉપવાસાદિનો સમાવેશ થાય છે, અંતરંગ તેપમાં સ્વાધ્યાય, ધ્યાન, અને કાયોત્સર્ગ (શરીરની ભાવનાનો ત્યાગ) એ વગેરેનો સમાવેશ થાય છે. વળી ઉપવાસાદિ બાહ્ય તપ એ અંતરંગ તપ લાવવા માટે છે એવું સ્વીકારેલું છે; તો શ્રી મહાવીર પ્રભુએ ઉક્ત સાડાબાર વર્ષ સુધીના તપમાં ફક્ત ૩૫૦ દિવસ આહાર લીધો હતો. છતાં એ સમય તેમણે એ માત્ર ઉપવાસાદિમાં જ ગાળ્યો એમ નહિ પરંતુ તેની સાથે ધ્યાન, કાયોત્સર્ગ, મનન વગેરેમાં ગાળ્યો હતો. અને તેથી જ કર્મની નિર્જરા કરી સર્વજ્ઞતા પ્રાપ્ત કરી શકાય – સર્વજ્ઞતા માત્ર ઉપવાસથી સિદ્ધ થતી જ નથી, જ્યારે તપ એ આવશ્યક છે. અનેક સંકટો-ઉપસર્ગો-કો આવે છતાં મનને વિભાવમાં ન લાવવું – આત્માની સ્થિરતા અખંડ રાખવી – મન વચન કાયાના શુદ્ધ વ્યાપાર રાખવા એ ઉત્તમ તપ છે, અને એ તપમાં ભાવના એ ખાસ અને આવશ્યક ભાગ ભજવે છે. મહાવીરે બાર વર્ષ કરતાં વધુ સમય ઘોર તપશ્ચર્યા કરી હતી. તેની અંદર ફક્ત ૩૪૯ પારણાં જ કરી અન્ન લીધું હતું તેમજ આ બાર વર્ષધિક સમયમાં માત્ર એક રાત્રી પ્રમાણ જ નિદ્રા કરી હતી. આ અખંડ અને અવ્યાબાધિત જાગ્રત દશા – અપ્રમત્તતા દર્શાવે છે. તપશ્ચયોનું પ્રમાણ એ આપેલ છે કે : ૧ માસી ઉપવાસ, ૧ પાંચ દિવસ ન્યૂન છમાસી, ૯ ચોમાસી, ર ત્રિમાસી, ૨ અઢી માસી, ૬ દ્વિમાસી, ૨ દોઢમાસી, ૧૨ માસક્ષમણ, ૧૨ પાક્ષિક (પખવાડિયા સુધીના) ઉપવાસ, ૨ દિન ભદ્રપ્રતિમા, ૪ મહાભદ્રપ્રતિમા, ૧૦ સર્વતો ભદ્રપ્રતિમા, ૨૨૯ છઠ, ૧૨ અઠમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org