Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
0
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઈતિહાસ અને સિદ્ધાંતો
એવા વીસ ઉપસર્ગો કર્યા, પરંતુ પ્રભુ નિશ્ચલ અને અડગ રહ્યા, છેવટે તે અધમ દેવ નમસ્કાર કરી બોલ્યો, ‘ક્ષમાનિધિ ! મારો અપરાધ ક્ષમા કરો. આપ સુખે વિહાર કરો.” ત્યારે પ્રભુએ કહ્યું “હે સંગમ દેવ ! તું અમારી ચિંતા કરવી છોડી દે, અમે કોઈને અધીન નથી, અમે તો સ્વેચ્છાએ વિહાર કરીએ છીએ.” કેવું અદ્ભુત સ્વાવલંબન !
વીરપ્રભુને જે જે દુ:ખો પડ્યાં છે તેવાં દુઃખો કોઈપણ તીર્થકરને નથી પડ્યાં; આથી કોઈ શંકા કરશે કે વીરપ્રભુ કે જેમણે પોતાના જન્મોત્સવ વખતે મેરુપર્વત નમાવ્યો હતો, અને આઠ વર્ષની ઉમરે વિકરાળ રૂપ ધરી આવેલ દેવતાને એક મૂઠીના પ્રહારથી અશક્ત કર્યો હતો ને એવી અપૂર્વ શક્તિ હોવા છતાં, આ દુ:ખો મૂગા મૂંગા ભોગવવાને બદલે કાપી ન નાંખે ? – ઉત્તરમાં જણાવવાનું કે દુઃખો એ પૂર્વ કર્મને લઈને છે. જ્યાં સુધી તે પૂર્વકર્મ નિબિડ ને નિકાચિત નથી હોતું અને તે ઉદયમાં નથી આવતું, ત્યાં સુધીમાં ભાવથી વેદી નાખી શકાય છે યા તેની નિર્જરા કરી શકાય છે, પણ જે કર્મ ઉદયમાં આવે છે અને જે નિકાચિત કર્મ કે જે અવશ્ય ઉદયમાં આવ્યા વગર રહેતું નથી તે ઉદયમાં આવે છે તેને વેદ્યા વગર છૂટકો થતો નથી. પરંતુ વેદવા વેદવામાં ફેર હોય છે. અજ્ઞાની એક કર્મ વેદે છે છતાં કર્મને બાંધે છે, જ્યારે જ્ઞાની તે જ કર્મ વેદતાં નવીન કર્મ બાંધતો નથી. આનું કારણ એ છે કે જેવો રસપરિણામ કર્મના વેદવામાં લેવાય છે તે પ્રમાણે કર્મ વેદતાં નવીન કર્મ બંધાય છે. જ્ઞાની કર્મ વેદતાં ક્રોધ આદિ કષાય – રાગ કે દ્વેષ – કરતા નથી. વળી આથી દરેકને બોધ મળે છે કે મનુષ્યને પોતાનાં કરેલાં કર્મોનાં ફળો અવશ્ય મળવાનાં.
આ પરથી સમજાશે કે મહાવીર પ્રભુમાં અનેક – અનંત ગુણો હતા. તેમાંનાં દષ્ટાંત તરીકે થોડા લઈએ : સમભાવ
કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પહેલાં દેવકૃત, મનુષ્યકૃત અને તિર્યચોકૃત અનેક ઘોર ઉપસર્ગ તથા પરિષહો થયા છતાં શ્રી મહાવીરે તે સર્વને સમભાવપૂર્વક સહન કરેલ છે.
पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशि ।
निर्विशेष मनस्काये श्री वीरस्वामिने नमः ।। ભાવાર્થ : શ્રી વીરપ્રભુના ચરણકમલનો સ્પર્શ ઈદ્ર મહારાજે ભક્તિભાવના આવેશથી કર્યો હતો, જ્યારે તે જ ચરણકમલનો સ્પર્શ દ્વેષબુદ્ધિથી ચંડકૌશિક નામના તાપસના પૂર્વજન્મવાળા સર્વે કર્યો હતો – આ બંને પાદસ્પર્શ કરનારમાં એકબીજાથી અત્યંત વિરોધી હૃદયભાવ હતો. ઈદ્રમાં અપૂર્વ ભક્તિભાવ, સેવકભાવ હતો અને સર્પમાં પાદસ્પર્શ કરતી વખતે એવો ભાવ રહેલો હતો કે “આ વળી મારા સ્થાન પર કોણ. ઊભો છે ? હું પલકમાં તેને દંશ મારી જમીન ઉપર પટકી દઈ મૃત્યુને પમાડું છું.' – આમ હોવા છતાં ભગવાનની બુદ્ધિ બંને પર સમાન – એકાકાર જ છે, કોઈના પર રાગદ્વેષ નથી. આવા મહાવીર પરમાત્માને મારો નમસ્કાર થાઓ ! શ્રી મહાવીરે લગ્ન કર્યું તેમાં હેતુ
માતાએ વિવાહ કરવા આગ્રહ કર્યો, ત્યારે પ્રભુ વિચારમાં પડ્યા કે, “આજે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org