Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઈશ્વરતત્ત્વ – સદૂદેવતત્ત્વ
જણાવવાનું કે નવીન તૈયાયિકોએ રચેલા વૈશેષિક દર્શનના ગ્રંથોમાં મૂલ સૂત્રમાં કહેલાં નવ દ્રવ્યમાંના એક આત્માનો વિચાર કરતી વખતે ઈશ્વરનો પ્રસંગ નજરે પડે છે. તેઓ આત્મા અને પરમાત્મા એવા ભેદથી આત્મા બે પ્રકારનો કહે છે. અહીં પણ ઈશ્વરનો કશોયે પ્રસંગ જોવામાં આવતો નથી.)
મીમાંસકો નિરીશ્વરવાદી છે. તેઓ વેદને નિત્ય અને અબ્રાંત કહે છે ખરા, પણ વેદ એ ઈશ્વરવાક્ય છે એ સ્વીકારતા નથી. ખરું જોતાં આમાં કોઈ પણ ઠેકાણે ઈશ્વરનો પ્રસંગ નથી. તેઓ ઈશ્વર માનતા નથી. જગતનો કોઈ બનાવનાર, પાલન કરનાર અને નાશ કરનાર છે એ વાત પણ સ્વીકારતા નથી. તેમના મત પ્રમાણે જીવ પોતાના કર્મ પ્રમાણે ફળ ભોગવે તેમાં ઈશ્વરને કશોયે સંબંધ નથી.
- સાંખ્યો પણ ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. તેના ગ્રંથો નામે તત્ત્વસમાસ અને કારિકામાં ઈશ્વરનો કશો પ્રસંગ નથી. સાંખ્ય પ્રવચનસૂત્રમાં ચોખ્ખી રીતે ઈશ્વરનો નિષેધ કરવામાં આવ્યો છે. સિાંખ્યસૂત્રમાં ઈશ્વરનો સ્પષ્ટ નિષેધ નથી કર્યો પણ એટલું કહ્યું છે કે ઈશ્વરની સિદ્ધિ થતી નથી. કુંવરસિદ્ધ: પ્રસિદ્ધિ પ્રHMદ્ધિ. કોઈ પણ પ્રમાણથી – પ્રત્યક્ષ અનુમાન કે આગમથી પણ – ઈશ્વર સિદ્ધ થતો નથી. અર્થાત્ જ ઈશ્વર નથી. હોત તો કોઈક પ્રમાણથી છેવટે આગમથી – સિદ્ધ થાત જ.
ઈશ્વર નથી કારણકે તે કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતો નથી. આ સૂત્ર હેતુ છે. પ્રતિજ્ઞા છે. – ‘ઈશ્વર નથી એમ કહી શકાય. પ્રકૃતિનાં પરિણામમાં ઈશ્વરનો કોઈપણ પ્રકારનો સંબંધ તેઓ સ્વીકારતા નથી. પ્રકૃતિ પોતાની મેળે જ પરિણામ પામે છે એમ તેઓ કહે છે. પરિણામ પામવા માટે પ્રકૃતિને બીજાં કોઈપણ કારણની જરૂર નથી. પ્રકૃતિ જડ અને અચેતન હોવા છતાં પણ પુરુષના ભોગ અને મોક્ષ માટે જગત સરજે છે.
પાતંજલ દર્શન કે જેમાં સાંખ્ય દાર્શનિક સિદ્ધાંતો કબૂલવામાં આવ્યા છે તે સાંખ્યના ૨૫ તત્ત્વ ઉપરાંત એક વધારે તત્ત્વ નામે ઈશ્વરને સ્વીકાર્યો છે, તેથી આ દર્શન સેશ્વર સાંખ્ય કહેવાય છે. ખરું જોતાં આમાંથી ઈશ્વર તત્ત્વ અને ચિત્તનિરોધના ઉપાયોનો પ્રસંગ ઉઠાવી લઈએ તો તેમાં સાંખ્ય કરતાં વિશેષતા બતાવવા કાંઈ પણ બાકી રહેતું નથી. આમાં ઈશ્વરનું સ્વરૂપ અગાઉની પાદટીપ (પૃ. ૯૬)માં જણાવ્યું તેમ ક્લેશ, કર્મ, વિપાક, અને આશયના સંબંધ વિનાનો એક પુરુષવિશેષ છે. ઈશ્વરનો કોઈ પણ વખતે ક્લેશ વગેરેની સાથે સંબંધ ન હતો, કારણકે તે નિત્ય મુક્ત છે. પુરુષ (જીવ) જેમ ઘણા છે, તેમ પુરુષવિશેષ – ઈશ્વર ઘણા નથી. તે એક અદ્વિતીય છે. ઈશ્વર કાળથી અવચ્છિન્ન નથી - ત્રણે કાળથી અતીત છે. વળી ઈશ્વરપ્રણિધાન એ ચિત્તવૃત્તિનિરોધના જુદાજુદા ઉપાયોમાં એક ઉપાય તરીકે જણાવ્યો છે.
વેદાન્તમાં બ્રહ્મ જ મુખ્ય છે. અદ્વૈતમત પ્રમાણે જીવ એ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય બધું અસતુ છે. જીવ અને જડ બ્રહ્મથી ભિન્ન લાગે છે. તે માયિક છે – અવસ્તુ છે, અને ભિન્ન લાગવાનું કારણ ભ્રાંતિ છે. દોરડીમાં જેમ સાપનો ભ્રમ થાય છે, તેમ.બ્રહ્મમાં જગતનો ભ્રમ થયો છે. જીવ પોતે મુક્ત છે. મુક્તિની શોધ કરવી એ જ તેના સંબંધમાં વિડંબના છે. અવિદ્યાની – ભ્રમની નિવૃત્તિ થાય છે તો પોતાના શુદ્ધ-બુદ્ધ-મુક્ત સ્વભાવને પામી બ્રહ્મની સાથે એકતા પામે છે, બ્રહ્મ સત્ ચિત્ આનંદ છે. નિરુપાધિ છે અને આખા વિશ્વમાં વ્યાપક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org